ગુજરાત/ આજે બીજા દિવસે પણ સુરતમાં IT નાં દરોડાની કામગીરી યથાવત, બિલ્ડર લોબીમાં ફફડાટ

રાજ્યમાં આજે પણ IT નાં દરોડાની કામગીરી યથાવત છે. જણાવી દઇએ કે, આજે બીજા દિવસે પણ સુરતમાં IT વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. 

Top Stories Gujarat Surat
સુરત IT દરોડા
  • સુરતમાં IT ના દરોડાની કામગીરી યથાવત
  • આજે બીજા દિવસે પણ સર્ચ ઓપરેશન
  • સંગીની ગ્રુપનાં બે ભાગીદારોને ત્યાં તપાસ
  • અરિહંત જ્વેલર્સના મહાવીર જૈનને ત્યાં પણ તપાસ
  • કુલ 40 સ્થળોએ સર્ચ ઓપરેશન યથાવત
  • સુરતમાં 21 જેટલા બિલ્ડર્સ-ભાગીદારોને ત્યાં રેડ
  • સર્ચ ઓપરેશન લાંબો સમય ચાલે તેવી શક્યતા
  • તપાસને અંતે મોટાં બેનામી વ્યવહારો ઝડપાય તેવી આશંકા

રાજ્યમાં આજે પણ IT નાં દરોડાની કામગીરી યથાવત છે. જણાવી દઇએ કે, આજે બીજા દિવસે પણ સુરતમાં IT વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો – સંકટમાં ગુજરાત / રાજ્યમાં Omicron નાં દર્દીની વાંચો ટ્રાવેલ હિસ્ટ્રી, જામનગર-રાજકોટ બાદ શું અમદાવાદમાં હશે એન્ટ્રી?

આપને જણાવી દઇએ કે, સુરતમાં બિલ્ડર લોબીને ત્યા IT નાં દરોડા આજે બીજા દિવસે પણ પડ્યા છે. સંગીની ગ્રુપનાં બે ભાગીદારોને ત્યા પણ IT વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત અરિહંત જ્વેલર્સનાં મહાવીર જૈનનાં ત્યા પણ સરચ્ ઓપરેશન ચાલી રહ્યુ છે. આમ સુરતમાં કુલ 40 સ્થળોએ સર્ચ ઓપરેશન યથાવત છે. આ દરોડાની કામગીર આગળ લાંબો સમય ચાલે તેવી પૂરી સંભાવનાઓ છે. આજે સવારથી જ આ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. આ તપાસનાં અંતે મોટા બેનામી વ્યવહારો ઝડપાય તેવી આશંકા છે. આપને જણાવી દઇએ કે, કોરોના મહામારીમાં બેસી ગયેલા જમીન અને કન્સ્ટ્રક્શન વ્યવસાય હવે ધીમે ધીમે સારો ગ્રોથ કરી રહ્યા છે ત્યારે IT વિભાગ હવે સુરતનાં બિલ્ડર લોબીમાં બેનામી વ્યવહારોની તપાસ કરી રહ્યા છે, તેમને આશંકા છે કે અહી આ પ્રકારનાં બેનામી વ્યવહારો મળી શકે છે. જણાવી દઇએ કે, સુરત અને અમદાવાદ IT નાં 70થી વધુ અધિકારીઓએ 40 જગ્યા પર દરોડા પાડીને દસ્તાવેજ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી મોડી રાત સુધી ચાલુ હોવાની વિગતો જાણવા મળી છે. તેમજ આગામી એકાદ બે દિવસ સુધી પૂરતી તપાસ કરાશે. સુત્રો કહી રહ્યા છે કે, પૂર્ણ તપાસ ન થાય ત્યા સુધી બિલ્ડર લોબીમાં પણ ગભરાહત પૈદા થઇ ગઇ છે.