Not Set/ રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનનો કોરોના રીપોર્ટ આવ્યો પોઝીટીવ

અનેક રાજકીય નેતાઓ કોરોનાનો શિકાર બની ચુક્યા છે. ત્યારે હવે રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને યુ. એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યાં છે. તેમણે ટ્વિટ કરીને માહિતી આપી છે.

Top Stories Ahmedabad Gujarat
tulsi 13 રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનનો કોરોના રીપોર્ટ આવ્યો પોઝીટીવ

ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કોરોના નો કહેર વધી  રહ્યો છે. અનેક રાજકીય નેતાઓ કોરોનાનો શિકાર બની ચુક્યા છે. ત્યારે હવે રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને યુ. એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યાં છે. તેમણે ટ્વિટ કરીને માહિતી આપી છે. અને  પોતાના સંપર્કમાં આવેલા લોકોને આઇસોલેટ થવાની વાત કરી છે. નોંધનીય છે કે, રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીમાં તેઓ વિજયી થયા હતાં.

ગુજરાતમાં કોરોનાગ્રસ્ત થનારા સૌપ્રથમ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા હતા. નોધનીય છે કે, નરહરિ અમીન સાથે ભાજ્પના જ ચૂંટાયેલા રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ કોરોના સંક્રમીત બન્યા હતા.

આરોગ્ય વિભાગની યાદી અનુસાર રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં મોતનો આંકડો વધ્યો છે. રાજ્યમાં ગઇ કાલે 6 દર્દીઓના મોત નિપજ્યાં છે.  એમ ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને 3791 એ પહોંચી ગયો છે.