Not Set/ પીએમ મોદીનું બજેટ માત્ર અમીરો માટે જ, બીજા કોઇથી મતલબ નથી : રાહુલ ગાંધી

કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું બજેટ દેશનાં કેટલાક ધનિક લોકો માટે છે. ગરીબ અને સામાન્ય માણસ આમાં ક્યાંય નથી. નરેન્દ્ર મોદીએ આગામી સામાન્ય બજેટ પહેલા ગુરુવારે દેશનાં અર્થશાસ્ત્રીઓ અને મોટા ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરી હતી. રાહુલે આ બેઠક પર મોદી પર નિશાન સાધ્યું છે. કેરળનાં વાયનાડનાં સાંસદ રાહુલ ગાંધીએ […]

Top Stories India
modi 13 પીએમ મોદીનું બજેટ માત્ર અમીરો માટે જ, બીજા કોઇથી મતલબ નથી : રાહુલ ગાંધી

કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું બજેટ દેશનાં કેટલાક ધનિક લોકો માટે છે. ગરીબ અને સામાન્ય માણસ આમાં ક્યાંય નથી. નરેન્દ્ર મોદીએ આગામી સામાન્ય બજેટ પહેલા ગુરુવારે દેશનાં અર્થશાસ્ત્રીઓ અને મોટા ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરી હતી. રાહુલે આ બેઠક પર મોદી પર નિશાન સાધ્યું છે.

કેરળનાં વાયનાડનાં સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે ટ્વીટ કર્યું હતું કે મોદીની ‘સૌથી વ્યાપક’ બજેટ સલાહ માત્ર અમૂક મૂડીવાદી મિત્ર અને ધનિક લોકો માટે જ અનામત છે. તેમને ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, સરકારી અને પીએસયુ કર્મચારીઓ, નાના વેપારીઓ અને મધ્યમ વર્ગનાં હિતોમાં કોઈ રસ નથી. રાહુલે ટ્વીટ સૂટબૂટ બજેટ હૈશટેગની સાથે કર્યુ છે. 1 ફેબ્રુઆરીએ નાણાંમંત્રી સંસદમાં બજેટ રજૂ કરશે. આ વર્ષનું બજેટ રજૂ થાય તે પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશનાં મોટા ઉદ્યોગકારો સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ નિષ્ણાંતોનાં સૂચનોની પ્રશંસા કરતાં વડા પ્રધાને કહ્યું કે તેઓ નીતિ નિર્માતાઓ અને વિવિધ હિસ્સેદારો વચ્ચે સુમેળ વધારવાનો પ્રયાસ કરશે.

ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાનની અઢી કલાકની આ બેઠકમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ હાજર નહોતા. વિપક્ષે પણ આ અંગે સવાલો ઉભા કર્યા છે. કોંગ્રેસે તંજ કસતા કહ્યું કે હવે પછી બજેટ પહેલા થનારી બેઠકમાં નિર્મલા સીતારામનને પણ બોલાવવામાં આવે. આપને જણાવી દઇએ કે, વડા પ્રધાન મોદીએ આગામી સામાન્ય બજેટ પહેલા ગુરુવારે દેશનાં ઘણા અર્થશાસ્ત્રીઓ અને મોટા ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી પરંતુ ત્યા એક શખ્સ કે જેને બહુ મોટા અર્થશાસ્ત્રી કહેવામાં આવે છે અને જે દેશનાં વડાપ્રધાન પણ રહી ચુક્યા છે, જી હા અહી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની વાત કરવામા આવી રહી છે, જેમની આ બેઠકમાં હાજરી નહોતી. જેમના વિશે એક સમયે પીએમ મોદીએ કહ્યુ હતુ કે, જ્યારે પણ જરૂર પડશે ત્યારે ડૉ.મનમોહન સિંહની આ મુદ્દે સલાહ લઇશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.