Not Set/ ઇલેક્ટ્રોરલ બોન્ડ પર પ્રતિબંધ અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

સુપ્રીમ કોર્ટ તરફથી કેન્દ્ર સરકારને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ઇલેક્ટ્રોરલ બોન્ડ પર પ્રતિબંધ અંગેની અરજી પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે.

Top Stories India
ગરમી 186 ઇલેક્ટ્રોરલ બોન્ડ પર પ્રતિબંધ અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

સુપ્રીમ કોર્ટ તરફથી કેન્દ્ર સરકારને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ઇલેક્ટ્રોરલ બોન્ડ પર પ્રતિબંધ અંગેની અરજી પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે કેન્દ્ર સરકારને રાહત આપતા 1 એપ્રિલનાં રોજ જાહેર કરાયેલા ઇલેક્ટ્રોરલ બોન્ડ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે.

મેયરની જાહેરાત: સુરત પોલીસનું નવુ સુત્ર ‘દંડ નહીં પણ માસ્ક પહેરો’

કોર્ટે કહ્યું કે, આ ઇલેક્ટ્રોલ બોન્ડની સ્કીમ 2018 થી અમલમાં છે. આ પછી, 2018, 19, 20 માં વેચાણ ચાલુ રહ્યુ છે. ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, તે ઇલેક્ટ્રોરલ બોન્ડ યોજનાને સમર્થન આપે છે કારણ કે જો તે નહીં થાય તો રાજકીય પક્ષોને ભંડોળ રોકડમાં મળશે. જો કે, તે ઇલેક્ટ્રોરલ બોન્ડ યોજનામાં વધુ પારદર્શિતા ઇચ્છે છે. આ પહેલા બુધવારે કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખતા બોન્ડનાં દૂરોપયોગને લઇને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી હતી. કોર્ટે કહ્યું કે, 2018 થી ઇલેક્ટ્રોરલ બોન્ડ યોજના અમલમાં છે. આ પછી, તે 2018, 2019 અને 2020 માં પણ તેનું વેચાણ થતુ રહ્યુ. હમણા સુધી, તેના દુરૂપયોગને રોકવા માટે પૂરતા ઉપાય છે, તેથી તેને રોકવા માટે કોઈ ઉચિત કારણ દેખાઇ રહ્યુ નથી.

કોરોના બાદ ગરમી: રાજ્યમાં ચાર દિવસ હીટવેવની આગાહી, 43 ડિગ્રી પહોંચી શકે છે તાપમાન

બુધવારે, એક એનજીઓ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર, વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટમાં જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રોરલ બોન્ડ દાનનાં નામે લાંચ આપીને શાસક પક્ષને તેમનું કામ કરાવવાનું સાધન બની ગયું છે. આ સાંભળીને સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી, અને કહ્યું હતું કે તે હંમેશાં શાસક પક્ષને જ નહીં, પરંતુ પાર્ટીને પણ લાંચનું દાન છે જેની આગામી સમયમાં સત્તા આવવાની આશા મજબૂત રહે છે.

વડોદરા: MGVCLમાં પણ કોરોનાએ લીધો ભરડો, 100 વિજકર્મી સંક્રમિત

શું છે ઇલેક્ટ્રોરલ બોન્ડ?

સરકારે આ બોન્ડની શરૂઆત વર્ષ 2018 માં આ દાવા સાથે કરી હતી કે, તે રાજકીય ભંડોળમાં પારદર્શિતા વધારશે અને સ્વચ્છ નાણાં આવશે. જેમા વ્યક્તિઓ, કોર્પોરેટરો અને સંસ્થાઓ બોન્ડ્સ ખરીદીને દાનનાં રૂપમાં રાજકીય પક્ષોને આપે છે અને રાજકીય પક્ષો આ બોન્ડને બેંકમાં કેશ કરીને પૈસા મેળવે છે.

કોરોના સંક્રમિત: રાજકોટમાં ભાજપ અગ્રણી ભારદ્વાજ અને બોરીચા પરિવારના સભ્યો કોરોનાની ઝપેટે, પરિવારજનોમાં ચિંતાનો માહોલ

કેવી રીતે કામ કરે છે આ બોન્ડ?

બોન્ડ જાહેર કરતા મહિનાનાં 10 દિવસની અંદર, કોઈ વ્યક્તિ, લોકોનું ગ્રુપ અથવા કોર્પોરેટ એસબીઆઈની નિયુક્ત શાખાઓથી ઇલેક્ટ્રોરલ બોન્ડ ખરીદી શકે છે. ઇશ્યુ થયાની તારીખથી 15 દિવસની વેલિડિટીવાળા બોન્ડ્સ 1000 રૂપિયા, 10,000, રૂ. 1 લાખ, 10 લાખ રૂપિયા અને 1 કરોડનાં ગુણકમાં જારી કરવામાં આવે છે. આ બોન્ડ્સ રોકડમાં ખરીદી શકાતા નથી અને ખરીદારને બેંકમાં કેવાયસી ફોર્મ સબમિટ કરવાનું હોય છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ