Not Set/ દેશમાં કોરોનાની સુનામી : 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 1.69 લાખ નવા કેસ, એક્ટિવ કેસ 12 લાખ નજીક

દેશમાં કોરોના વાયરસના કેસમાં વધુ એક વખત વિસ્ફોટ થયો હોવાનું નોંધવામાં આવ્યું છે, જેણે અત્યાર સુધીના તમામ રેકોર્ડ વટાવી દીધા છે. જાણે કોરોનાની સુનામી આવી હોય તેવું લાગી રહ્યું છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ચિંતા

Top Stories India
india sunami દેશમાં કોરોનાની સુનામી : 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 1.69 લાખ નવા કેસ, એક્ટિવ કેસ 12 લાખ નજીક

દેશમાં કોરોના વાયરસના કેસમાં વધુ એક વખત વિસ્ફોટ થયો હોવાનું નોંધવામાં આવ્યું છે, જેણે અત્યાર સુધીના તમામ રેકોર્ડ વટાવી દીધા છે. જાણે કોરોનાની સુનામી આવી હોય તેવું લાગી રહ્યું છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ચિંતા અટકવાનું નામ લઇ રહી નથી. છેલ્લા કેટલાક દિવસોથી રોજ સવા લાખ કરતાં વધારે નવા કેસ નોંધવામાં આવતાં હતા, જ્યારે આજે રેકોર્ડ બ્રેક છેલ્લા 24 કલાકની અંદર દોઢ લાખ કરતાં વધારે 1.69 લાખથી વધારે નવા કેસ નોંધવામાં આવતા ફરી એક વખત ભયનો માહોલ સર્જાયો છે.

કોરોનાનું તાંડવ / મહારાષ્ટ્ર લાગી શકે છે 21 દિવસનું લોકડાઉન, CM ઉદ્ધવની બેઠકમાં સંમતિ

Coronavirus update: India records over 11,000 fresh cases for third straight day, tally reaches 3.32 lakh

ફરી એક વખત એક જ દિવસના સૌથી વધારે કેસ નોંધવામાં આવ્યા છે, છેલ્લા 24 કલાકમાં 760 કરતા વધારે લોકોના મોત નિપજ્યા છે. જ્યારે એજ્યુકેશન સંખ્યા પણ 12 લાખની લગોલગ જોવા મળી રહી છે. છે. આ સાથે એક જ દિવસમાં 1.69 લાખ નવા કેસ નોંધવામાં આવ્યા છે જ્યારે મૃત્યુઆંક વધીને 1.70 લાખને પાર થયો છે. આ ઉપરાંત કુલ કેસ હવે વધીને 1.35 શરદને પાર પહોંચી ચૂક્યા છે.

ભયંકર / ઉત્તરથી દક્ષિણ સુધી કહેર વરસાવતો કોરોના, સરકારની વધી ચિંતા, જાણો આજે કેટલા ક્યાં કેટલા કેસ નોધાયા

India sets world's highest single-day rise with 78,761 new coronavirus cases

આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 68,000 કરતા વધારે દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે કુલ 1,21,46,837 લોકો એક કોરોનાનેને મહાત આપી છે. તેમજ તમામ રાજ્યોમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધવામાં આવ્યા છે.

કોરોનાનો રાજકીય રંગ / ચૂંટણી રાજ્યોમાં કોરોના કેસ નથી વધી રહ્યા..?  તેની તપાસ હાથ ધરાશે, ઉદ્ધવ ઠાકરે

India reports novel COVID-19 variant, daily deaths at year's high | Coronavirus pandemic News | Al Jazeera

મહારાષ્ટ્રમાં સૌથી વધારે 63,294 નવા કેસ નોંધવામાં આવ્યા છે. જ્યારે ઉત્તરપ્રદેશમાં 15,276 કેસ દિલ્હીમાં 10,774 કેસ અને કર્ણાટકમાં 10250 કેસ નોંધવામાં આવ્યા છે. જ્યારે અન્ય રાજ્યમાં ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 5,000થી વધારે કોરોનાના કેસ નોંધવામાં આવ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…