Not Set/ NRC મુદ્દે મોહન ભાગવતે આપ્યુ મોટુ નિવેદન, કહ્યુ-કોઇ હિન્દુને નહી છોડવો પડે દેશ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં વડા મોહન ભાગવતે રવિવારે આસામમાં એનઆરસીમાંથી લોકોને બાકાત રાખવાની લોકોની ચિંતાઓ દૂર કરવાના પ્રયાસમાં કહ્યું હતું કે એક પણ હિન્દુને દેશ છોડવો પડશે નહીં. માનવામાં આવે છે કે ભાગવતે સંઘ અને તેની સાથે સંકળાયેલ સંગઠનોનાં બંધ દરવાજા પાછળ સંકલન બેઠક દરમિયાન આ ટિપ્પણી કરી હતી. સંકલન બેઠક બાદ સંઘનાં એક અધિકારીએ કહ્યું […]

Top Stories India
Mohan Bhagwat NRC મુદ્દે મોહન ભાગવતે આપ્યુ મોટુ નિવેદન, કહ્યુ-કોઇ હિન્દુને નહી છોડવો પડે દેશ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં વડા મોહન ભાગવતે રવિવારે આસામમાં એનઆરસીમાંથી લોકોને બાકાત રાખવાની લોકોની ચિંતાઓ દૂર કરવાના પ્રયાસમાં કહ્યું હતું કે એક પણ હિન્દુને દેશ છોડવો પડશે નહીં. માનવામાં આવે છે કે ભાગવતે સંઘ અને તેની સાથે સંકળાયેલ સંગઠનોનાં બંધ દરવાજા પાછળ સંકલન બેઠક દરમિયાન આ ટિપ્પણી કરી હતી. સંકલન બેઠક બાદ સંઘનાં એક અધિકારીએ કહ્યું કે મોહન ભાગવતજીએ સ્પષ્ટ કરી દીધું કે, એક પણ હિન્દુને દેશ છોડવો નહી પડે.

આપને જણાવી દઈએ કે, 31 ઓગષ્ટનાં રોજ આસામમાં જાહેર થયેલી એનઆરસીની છેલ્લી સૂચિમાં, 19 લાખથી વધુ અરજદારોનાં નામ નથી. કેટલાક નેતાઓએ પશ્ચિમ બંગાળમાં એનઆરસીની કવાયત શરૂ કરતા પહેલા રાજ્યમાં નાગરિકત્વ (સુધારા) બિલ લાગુ કરવા પર ભાર મૂક્યો હતો. આ દરમિયાન એક અધિકારીએ કહ્યું, ‘નાગરિકતા સુધારા બિલ બંગાળમાં પહેલા લાગુ કરવામાં આવશે અને ત્યારબાદ એનઆરસી લાવવામાં આવશે. રાજ્યનાં હિન્દુઓને તેની ચિંતા કરવાની જરૂર નથી.’

ઉલ્લેખનીય છે કે, 3,30,27,661 લોકોએ એનઆરસીમાં સમાવેશ માટે અરજી કરી છે. કુલ અરજદારોમાંથી, 3,11,21,004 લોકો એનઆરસીની અંતિમ સૂચિમાં શામેલ થવા લાયક હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 19,06,657 ને આ યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. જો કે, ગૃહ મંત્રાલયે પહેલેથી જ કહ્યું છે કે રાષ્ટ્રીય સિવિલ રજિસ્ટર (એનઆરસી) ની અંતિમ સૂચિમાંથી જે લોકો બાકી રહ્યા છે તેમને કસ્ટડીમાં લેવામાં આવશે નહીં. મંત્રાલયનું કહેવું છે કે આ લોકો 120 દિવસની અંદર અપીલ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.