Not Set/ છ મહિના પછી, વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાને ફરીથી મિગ -21માં ઉડાન ભરી

બાલાકોટ હુમલા દરમિયાન મિગ -21 થી પાકિસ્તાનની એફ -16 વિમાનને પરાસ્ત કરનાર અને વીર ચક્ર વિજેતા વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાને, છ મહિના પછી બુધવારે ફરી એકવાર મિગ -21માં  ઉડાન ભરી હતી. 27 ફેબ્રુઆરીએ, જ્યારે તેનું વિમાન, પાકિસ્તાની વિમાનને નુકસાન પોહચડ્યા બાદ ક્રેશ થયું હતું અને તેમાથી સફળતા પૂર્વક પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં પડી ગયો હતો […]

Top Stories India
વર્તમાન છ મહિના પછી, વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાને ફરીથી મિગ -21માં ઉડાન ભરી

બાલાકોટ હુમલા દરમિયાન મિગ -21 થી પાકિસ્તાનની એફ -16 વિમાનને પરાસ્ત કરનાર અને વીર ચક્ર વિજેતા વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાને, છ મહિના પછી બુધવારે ફરી એકવાર મિગ -21માં  ઉડાન ભરી હતી. 27 ફેબ્રુઆરીએ, જ્યારે તેનું વિમાન, પાકિસ્તાની વિમાનને નુકસાન પોહચડ્યા બાદ ક્રેશ થયું હતું અને તેમાથી સફળતા પૂર્વક પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં પડી ગયો હતો જ્યાં લશ્કરને સોંપતા પહેલા સ્થાનિકોએ તેને માર માર્યો હતો. તે આમાં ઘાયલ થયો હતો. ભારતના દબાણને કારણે પાકિસ્તાને તેને 1 માર્ચે મુક્ત કરવો પડ્યો હતો.

ઘરે પાછા ફર્યા પછી, તેમણે ડિબ્રીફિંગ પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું.

સેનાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે અભિનંદને વિમાન ઉડાડવાનું શરૂ કર્યું છે. હાલ તે રાજસ્થાનમાં ભારતીય વાયુસેનાના બેઝ પર ફરજ બજાવી રહ્યો છે. બેંગ્લોરમાં એર ફોર્સની ઇન્સ્ટિટ્યૂટ રોસ્પેસ મેડિસિનએ ત્રણ અઠવાડિયા પહેલા તેમના તબીબી આકારણી પછી તેમને ઉડાન માટે ગ્રીન સિગ્નલ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનથી પરત આવ્યા પછી, તેમણે વહેલી તકે એરફોર્સના ઉચ્ચ અધિકારીઓને વિમાન ઉડાડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.