Not Set/ વંદે ભારત મિશનનાં બીજા તબક્કાની જાહેરાત, 31 દેશોમાં ફસાયેલા ભારતીઓને વતન પરત લવાશે

દેશમાં કોરોના વાયરસનાં કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં વંદે ભારત મિશનનાં બીજા તબક્કાની જાહેરાત કરવામાં આવી છે. બીજા તબક્કામાં 31 દેશોનાં ભારતીઓ 16 થી 22 મે દરમિયાન 149 ફ્લાઇટથી પરત ફરશે. અમેરિકા, યુએઈ, કેનેડા, સાઉદી અરેબિયાનાં ભારતીઓ તેમના દેશ પરત આવશે. યુકે, મલેશિયા, ઓમાન, ઓસ્ટ્રેલિયા, યુક્રેન, રશિયા, ફ્રાન્સ, સિંગાપોર, આયર્લેન્ડ, જાપાન, જર્મની, […]

India
ef5c6f20a54373bb5455d204881ad700 વંદે ભારત મિશનનાં બીજા તબક્કાની જાહેરાત, 31 દેશોમાં ફસાયેલા ભારતીઓને વતન પરત લવાશે
ef5c6f20a54373bb5455d204881ad700 વંદે ભારત મિશનનાં બીજા તબક્કાની જાહેરાત, 31 દેશોમાં ફસાયેલા ભારતીઓને વતન પરત લવાશે

દેશમાં કોરોના વાયરસનાં કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં વંદે ભારત મિશનનાં બીજા તબક્કાની જાહેરાત કરવામાં આવી છે. બીજા તબક્કામાં 31 દેશોનાં ભારતીઓ 16 થી 22 મે દરમિયાન 149 ફ્લાઇટથી પરત ફરશે. અમેરિકા, યુએઈ, કેનેડા, સાઉદી અરેબિયાનાં ભારતીઓ તેમના દેશ પરત આવશે. યુકે, મલેશિયા, ઓમાન, ઓસ્ટ્રેલિયા, યુક્રેન, રશિયા, ફ્રાન્સ, સિંગાપોર, આયર્લેન્ડ, જાપાન, જર્મની, ઇટાલી, નેપાળ, બેલારુસથી પણ ભારતની ફ્લાઇટ્સ રવાના કરવામાં આવશે.

એર ઇન્ડિયા અને તેની સાથે જોડાયેલી એર ઇન્ડિયા એક્સપ્રેસ વંદે ભારત અભિયાનનાં પ્રથમ પાંચ દિવસ દરમિયાન 31 ફ્લાઇટનું સંચાલન કર્યુ, જેનાથી લોકડાઉનનાં કારણે વિદેશોમાં ફસાયેલા 6,037 ભારતીઓને દેશમાં લાવવામાં આવ્યા. મંગળવારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ માહિતી આપી હતી. એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ 7 મે થી 14 મે ની વચ્ચે કુલ 64 ફ્લાઇટ્સ ચલાવશે, જે 12 દેશોમાં ફસાયેલા લગભગ 15,000 ભારતીયોને પરત લાવશે.

કોરોના વાયરસનાં ફેલાવાને રોકવા માટે 25 માર્ચથી ભારતમાં લોકડાઉન ચાલી રહ્યું છે. આ વાયરસ દ્વારા દેશમાં અત્યાર સુધીમાં 70 હજારથી વધુ લોકોને ચેપ લાગ્યો છે અને લગભગ 2,290 લોકોએ જીવ ગુમાવ્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મંગળવારે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, 7 મે 2020 થી પાંચ દિવસમાં વંદે ભારત મિશન અંતર્ગત એર ઇન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા સંચાલિત 31 ફ્લાઇટ્સમાંથી 6,037 ભારતીઓને પાછા ભારત લાવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.