Not Set/ દેશમાં આંતરરાષ્ટ્રીય ઉડાનો પરનો પ્રતિબંધ 30 એપ્રિલ સુધી લંબાવાયો

ભારતમાં કોરોના નો ચારે તરફ આતંક જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. તેની સાથે જ ત્રીજા તબક્કાનું આગમન થયું છે. ભારતમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી વધુ એક આકરા પગલાં ભરવામાં આવી રહ્યાં છે.

India
flight દેશમાં આંતરરાષ્ટ્રીય ઉડાનો પરનો પ્રતિબંધ 30 એપ્રિલ સુધી લંબાવાયો

ભારતમાં કોરોના નો ચારે તરફ આતંક જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. તેની સાથે જ ત્રીજા તબક્કાનું આગમન થયું છે. ભારતમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી વધુ એક આકરા પગલાં ભરવામાં આવી રહ્યાં છે.કેન્દ્ર સરકાર દ્વારા આજે ફરી એક વખત કોરોના ની નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જેનું બધાએ પાલન કરવાનું રહેશે તેમજ તેની અમલવારી 30 એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ સ્થિતિમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે લાગુ સસ્પેન્શન 30 એપ્રિલ 2021 સુધી વધારી દીધું છે.

Delhi-Moscow Flight: Regulator DGCA Orders Probe After Air India Delhi-Moscow Plane Returns Midway, Pilot Found Coronavirus Positive

આ ઉપરાંત દેશની જનતાને કોરોના મહામારી વચ્ચે ચેતીને રહેવા માટે ગૃહ મંત્રાલયે પણ કોરોના મહામારીને લઈને દિશાનિર્દેશ જાહેર કર્યા છે જે 1 એપ્રિલ 2021થી 30 એપ્રિલ સુધી લાગુ રહેશે. સરકારના નિર્દેશો પ્રમાણે કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યોમાં ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ પ્રોટોકોલ અપનાવવામાં આવશે.

airport corona 1 દેશમાં આંતરરાષ્ટ્રીય ઉડાનો પરનો પ્રતિબંધ 30 એપ્રિલ સુધી લંબાવાયો

સરકારના નિર્દેશો પ્રમાણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ જ્યાં આરટીપીસીઆર ટેસ્ટની સંખ્યા ઓછી છે ત્યાં ટેસ્ટની સંખ્યા વધારવામાં આવશે અને તેને 70 ટકા સુધી લાવવામાં આવશે. નવા પોઝિટિવ મામલામાં જલ્દીથી જલ્દી અને સમય પર સારવાર આપવા માટે આઇસોલેટ કરવાની જરૂર છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…