Not Set/ MV ACT/ દંડના ડરથી બચવા માટે મહિલાએ મોલના પાર્કિંગમાંથી ચોરી કર્યું હેલ્મેટ, જાણો શું થયું પછી…

જ્યારથી  ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન પર ભારે દંડ વસૂલવામાં આવી રહ્યો છે. ત્યારથી જ  પાર્કિગથી હેલ્મેટ ચોરી થવાની ઘટનાઓ વધી ગઈ છે. તાજેતરમાં જ એક મહિલા બેંગલુરુમાં ફોરમ મોલના પાર્કિંગના કેમેરામાં હેલ્મેટ ચોરી કરતી જોવા મળી હતી . ભલે ટ્રાફિક પોલીસથી બચવાના કારણે તેને આ પગલું ભર્યું  છે, પરંતુ મહિલા ચોરી કરતી જોઇને જાણે લાગે છે કે તેને હેલ્મેટ ચોરી કરવામાં કોઈ ખચકાટ થઇ રહ્યો […]

India
mahiaapa 3 MV ACT/ દંડના ડરથી બચવા માટે મહિલાએ મોલના પાર્કિંગમાંથી ચોરી કર્યું હેલ્મેટ, જાણો શું થયું પછી...

જ્યારથી  ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન પર ભારે દંડ વસૂલવામાં આવી રહ્યો છે. ત્યારથી જ  પાર્કિગથી હેલ્મેટ ચોરી થવાની ઘટનાઓ વધી ગઈ છે. તાજેતરમાં જ એક મહિલા બેંગલુરુમાં ફોરમ મોલના પાર્કિંગના કેમેરામાં હેલ્મેટ ચોરી કરતી જોવા મળી હતી . ભલે ટ્રાફિક પોલીસથી બચવાના કારણે તેને આ પગલું ભર્યું  છે, પરંતુ મહિલા ચોરી કરતી જોઇને જાણે લાગે છે કે તેને હેલ્મેટ ચોરી કરવામાં કોઈ ખચકાટ થઇ રહ્યો નથી.  પાર્કિંગના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થયેલી આ ચોરીનો વીડિયો સોશિયલ વીડિયો પર ખૂબ વાયરલ થયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, ભારત નામનો વ્યક્તિ તેના મિત્ર સાથે ફિલ્મ જોવા કોરમંગલાના ફોરમ મોલમાં આવ્યો હતો. તેણે બંને બાઇકની હેલ્મેટ બાઇક ઉપર મૂકી દીધી હતી. ફિલ્મ જોયા પછી બંને બાઇક પર પાછા આવ્યા ત્યારે તેઓએ જોયું કે હેલ્મેટ ગાયબ હતું. બધે શોધખોળ કર્યા પછી, જ્યારે તેણે પાર્કિંગના સિક્યુરિટી ગાર્ડને પૂછ્યું, ત્યારે તેમને પણ આ વિશે કોઈ ખ્યાલ નહોતો.

પાર્કિંગ સ્ટાફે ન લીધી ચોરીની જવાબદારી

ભારતે કહ્યું કે હેલ્મેટ વગર બાઇક ચલાવવાનું ચાલન એટલું વધારે છે કે તે હેલ્મેટ વિના વાહન ચલાવી શકે તેમ નથી. તેમણે ફરિયાદ કરી હતી કે પાર્કિંગ સ્ટાફ ચોરીની જવાબદારી નથી લઈ રહ્યો. પોલીસની મદદથી ભારતને સીસીટીવી ફૂટેજમાં તેના હેલ્મેટની ચોરી અંગે સંપૂર્ણ માહિતી મળી. તેમાં તેણે જોયું કે એક મહિલા, જે બીજા બાઇકર સાથે આવી હતી, તેણે હેલ્મેટની ચોરી કરી હતી. જો કે ભારતે આ મામલે હજી સુધી કોઈ ફરિયાદ નોંધાવી નથી.

દંડમાં વધારો થવાને કારણે વધી છે હેલ્મેટની ચોરીઓ

ભારતનું કહેવું છે કે પાર્કિંગ ભાડુ એટલું વધારે હોવા છતાં, પાછળ છોડી દેતા હેલ્મેટ્સની કાળજી લેવામાં આવતી નથી. એક પોલીસ અધિકારીએ કહ્યું કે, હેલ્મેટ દંડમાં વધારો થવાને કારણે, પાર્કિંગમાંથી હેલ્મેટની ચોરી થવાની ઘટનામાં વધારો થયો છે. જેથી પાર્કિંગમાં ગાર્ડ લોકોને તેમની હેલ્મેટ પોતાની સાથે લઇ જવા કહેવામાં આવી રહ્યું છે. પોલીસે એમ પણ કહ્યું હતું કે ભારતે હજુ સુધી કોઈની સામે કોઈ ફરિયાદ નોંધાવી નથી.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.