Not Set/ મહારાષ્ટ્રમાં કોરોનાએ માથુ ઉચક્યું, બે જિલ્લાઓમાં લોકડાઉન

દેશમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. દેશમાં સૌથી વધુ કોરોનાનાં કેસ મહારાષ્ટ્રથી સામે આવી રહ્યા છે.

India
ગરમી 140 મહારાષ્ટ્રમાં કોરોનાએ માથુ ઉચક્યું, બે જિલ્લાઓમાં લોકડાઉન
  • મહારાષ્ટ્રના બે જિલ્લાઓમાં લોકડાઉન
  • બીડ અને નાંદેડ જિલ્લામાં લોકડાઉન
  • 26 માર્ચથી 4 એપ્રિલ સુધી લોકડાઉન
  • મહારાષ્ટ્રના ઘણા જિલ્લામાં રાત્રી કર્ફયુ લાગુ

દેશમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. દેશમાં સૌથી વધુ કોરોનાનાં કેસ મહારાષ્ટ્રથી સામે આવી રહ્યા છે. ત્યારે મળી રહેલી માહિતી અનુસાર, કોરોનાનાં વધતા જતા કેસોને જોતા મહારાષ્ટ્રનાં બીડ જિલ્લામાં એક અઠવાડિયાનાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

કોરોના કહેર / વર્ષ 2021 માં પ્રથમવાર એક જ દિવસમાં કોરોનાથી 275 દર્દીઓનાં નોંધાયા મોત

આ લોકડાઉન 26 માર્ચથી 4 એપ્રિલનાં સમયગાળા દરમિયાન જિલ્લામાં લાગુ રહેશે. આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રનાં 25 જિલ્લામાં 100 ટકા, 17 જિલ્લામાં 200 ટકા અને ત્રણ જિલ્લામાં 500 ટકા, કોવિડનાં કેસમાં માત્ર 17 દિવસમાં વધારો થયો છે. રાજ્યનાં આરોગ્યમંત્રીએ કેન્દ્ર પાસે રસીની માંગ કરી છે અને લોકોને કોરોના ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કરવાની અપીલ કરી છે.

અમદાવાદ: હોળી નજીક આવતા શ્રમિકો વતન જવા રવાના, ગીતા ST સ્ટેન્ડે કોવિડ નિયમોનાં ઉડાવ્યા ધજાગરા

દેશમાં મહારાષ્ટ્ર કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્ય સરકાર સતત કોવિડનાં નિયમોનું પાલન કરવાની લોકોને અપીલ સાથે લોકડાઉનની ચેતવણી આપી રહી છે. આવી સ્થિતિમાં સંજોગોને ધ્યાનમાં રાખીને બીડમાં લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાને કારણે 275 લોકોનાં મોત થયાં છે, જેમાંથી 132 એકલા મહારાષ્ટ્રનાં છે. જો આપણે કોરોનાને કારણે થયેલા કુલ મૃત્યુની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 53,589 લોકો ગુમાવ્યા છે, જ્યારે સમગ્ર દેશમાં કુલ મૃતકોની સંખ્યા 1,60,441 છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ