Not Set/ એલ.કે અડવાણીએ કેમ કરી રાજીનામાની વાત, કોનાથી નારાજ, જાણો

નવી દિલ્હીઃ નોટબંધી બાદ સતત સંસદ નહિ ચાલવા પર બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ રૂજીનામું આપવની વાત કરી હતી.  કેટલાક સાંસદો સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે, મને લાગે છે કે રાજીનામું આપી દઉ. ટીએમસીના સાંસદ ઇદરીસ અલીએ જણાવ્યું કે, આડવાણીએ કહ્યું કે, જો આજે સંસદમાં અટલજી હોત તો તે પણ પરેશાન હોત. અલીએ જણાવ્યું કે, […]

India

નવી દિલ્હીઃ નોટબંધી બાદ સતત સંસદ નહિ ચાલવા પર બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ રૂજીનામું આપવની વાત કરી હતી.  કેટલાક સાંસદો સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે, મને લાગે છે કે રાજીનામું આપી દઉ. ટીએમસીના સાંસદ ઇદરીસ અલીએ જણાવ્યું કે, આડવાણીએ કહ્યું કે, જો આજે સંસદમાં અટલજી હોત તો તે પણ પરેશાન હોત.

અલીએ જણાવ્યું કે, આડવાણીએ કહ્યું કોઈ જીતે કે હારે, પણ આ હોબાળામાં સંસદની તો હાર જ છે. સ્પીકર સાથેવાક કરીને આવતીકાલે ચર્ચા થવી જોઈએ. આડવાણીએ આ પહેલા 9 ડિસેમ્બરે કહ્યું હતું કે, અમારા લોકો (સત્તા પક્ષ)ને હંગામો કરીને સંસદ ન ચાલવા દીધી. તેમણે સાંસદો અને લોકસબા ચલાવવાની જવાબદારી લોકસભા અધ્યક્ષ અને સંસદીય કાર્યમંત્રી વગેરેના કામકાજ પર ટિપ્પણી કરીને નોટબંધીનો સામનો કરી રહેલ ભાજપની મુશ્કેલી વધારી દીધી હતી. ત્યાર બાદ અન્ય વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી અને શાંતા કુમારે પણ પોતાની નારાજગી વ્યક્તિ કરી અને લેખીતમાં લોકસભા અધ્યક્ષને તેના વિશે જણાવ્યું.