સોનિયા ગાંધીએ મતદાતાઓને સંદેશ આપતો એક વીડિયો શેર કર્યો છે. કોંગ્રેસના તમામ નેતાઓ દ્વારા આ વીડિયો આજે શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં સોનિયા ગાંધી કોંગ્રેસની યોજનાને લઈને જાહેરાત કરી રહી છે. સોનિયા ગાંધીએ કહ્યું કે તેમની યોજના મહિલાઓના જીવનમાં મોટો બદલાવ લાવશે. કોંગ્રેસ મહિલાઓને આર્થિક સધ્ધરતા મળે માટે ‘મહાલક્ષ્મી’ યોજના લાવશે. જો તેઓ સત્તા પર આવશે તો મહિલાઓ માટે વધુ ક્રાંતિકારી પગલુ ભરતા ‘મહાલક્ષ્મી’ યોજના હેઠળ 1 લાખ સુધીની મહિલાઓને સહાય કરશે.
VIDEO | Here's what Congress leader Sonia Gandhi said in a video message over their Mahalakshmi Yojana.
"Since the time of independence to the modern India, women played a big role. But they are struggling with inflation. Congress has brought a revolutionary scheme – Mahalakshmi… pic.twitter.com/0duwJnudkq
— Press Trust of India (@PTI_News) May 13, 2024
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી આ વીડિયોમાં જણાવ્યું કે સ્વતંત્રતા સંગ્રામથી લઈને આધુનિક ભારતના નિર્માણમાં મહિલાઓએ ખૂબ મોટી ભૂમિકા ભજવી છે. જો કે, આજે આપણી મહિલાઓ ભીષણ મોંઘવારી વચ્ચે કટોકટીનો સામનો કરી રહી છે. તેમની મહેનત અને સજાને ન્યાય આપવા કોંગ્રેસ ક્રાંતિકારી પગલું લઈને આવી છે. કોંગ્રેસની ‘મહાલક્ષ્મી’ યોજનામાં અમે ગરીબ પરિવારની મહિલાને દર વર્ષે 1 લાખ રૂપિયા આપીશું. અમારી ગેરંટીએ કર્ણાટક અને તેલંગાણામાં કરોડો પરિવારોના જીવનને બદલી નાખ્યું છે.
વધુમાં તેમણે કહ્યું કે મનરેગા હોય, માહિતીનો અધિકાર હોય, શિક્ષણનો અધિકાર હોય કે ખાદ્ય સુરક્ષા હોય, કોંગ્રેસ પાર્ટીએ અમારી યોજનાઓ દ્વારા લાખો ભારતીયોને સશક્ત કર્યા છે. આ કાર્ય ચાલુ રાખવા માટે મહાલક્ષ્મી અમારા માટે નવીનતમ ગેરંટી છે. આ મુશ્કેલ સમયમાં હું તમને ખાતરી આપવા માંગુ છું કે કોંગ્રેસનો હાથ તમારી સાથે છે અને આ હાથ તમારી સ્થિતિ બદલી નાખશે.
Idea is good but implementation will be a mess like all previous congress policies. Real poor will not get it, rather money will go congress workers pockets! This will become another money making policy for congress!
— MacKL (@MacKL29) May 13, 2024
સોનિયા ગાંધીના આ વીડિયો સંદેશ પર યુઝર્સની અલગ-અલગ પ્રતિક્રિયા જોવા મળી. કેટલાક લોકોએ આ યોજનાને આવકાર આપ્યો. તો સાથે કેટલાક યુઝર્સ આ યોજનાના અમલીકરણ પર સવાલ ઉઠાવ્યા છે. યુઝર્સનું માનવું છે કે અગાઉની યોજનાઓની જેમ કોંગ્રેસની આ યોજનો કેટલી સફળ થશે તે અંગે ચોક્કસ કહી શકાય નહી. કોંગ્રેસ પોતાના શાસનના સમયમાં આવી કહેવાતી યોજનાઓ લાવી હતી પરંતુ તેનું અમલીકરણ અદૃશ્ય હતું.
જણાવી દઈએ કે દેશમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે. આજે ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આજે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન થશે. ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશની 25, મહારાષ્ટ્રની 11, તેલંગણાની 17, મધ્યપ્રદેશની 8, ઉત્તર પ્રદેશની 13, પશ્ચિમ બંગાળની 8, બિહારની 5, ઝારખંડની 4, ઓરિસ્સાની 4 અને જમ્મુ-કાશ્મીરની 1 બેઠક માટે મતદાન થવાનું છે.
આ પણ વાંચો: Loksabha Election 2024 Live: સવારે 9 વાગ્યા સુધી દેશભરમાં 10.35 ટકા મતદાન
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટમાં આજે અરવિંદ કેજરીવાલની અરજી પર થશે સુનાવણી, માનહાનિ કેસનો છે મામલો
આ પણ વાંચો: દિલ્હી બાદ જયપુરની શાળામાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ મોડ પર
