Maharashtra News/ બીડમાં સિઝેરિયન બાદ મહિલાના પેટમાંથી ગ્લોવ્સ અને નેપકિન મળ્યા : પરિવારનો બેદરકારીનો આક્ષેપ

મહારાષ્ટ્રના બીડ જિલ્લા હોસ્પિટલમાં તબીબી બેદરકારી (Beed Hospital Negligence)નો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે

India
મહારાષ્ટ્રના બીડ જિલ્લા હોસ્પિટલમાં તબીબી બેદરકારી (Beed Hospital Negligence)નો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે

Maharashtra News : મહારાષ્ટ્રના બીડ જિલ્લા હોસ્પિટલમાં તબીબી બેદરકારી (Beed Hospital Negligence)નો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. બાળકને જન્મ આપવા માટે હોસ્પિટલમાં દાખલ થયેલી 19 વર્ષીય સંધ્યા સૂરજ ગાયકવાડના સિઝેરિયન ઓપરેશન (Woman Surgery)બાદ તેની તબિયત બગડતાં પરિવાર તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો. પરિવારના જણાવ્યા મુજબ, તપાસ દરમિયાન તેના પેટમાં અજાણ્યો પદાર્થ મળી આવ્યો હતો. ત્યારબાદ તેને વધુ સારવાર માટે પુણેની સાસૂન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

સિઝેરિયન બાદ થોડા દિવસોમાં પેટમાં અસહ્ય દુખાવો

અહેવાલો અનુસાર, સંધ્યા સૂરજ ગાયકવાડ બીડ જિલ્લા હોસ્પિટલમાં (Beed District Hospital)પ્રસૂતિ માટે પહોંચી હતી. ત્યાં તેનું સિઝેરિયન ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ચાર દિવસ બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ઘરે પરત ફર્યાના થોડા દિવસો બાદ તેને પેટમાં ભારે દુખાવો શરૂ થયો હતો.

દુખાવો સતત વધતો જતા પરિવાર તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો. ત્યાં તબીબી તપાસ દરમિયાન પેટમાં અજાણ્યો પદાર્થ હોવાની જાણ થઈ હતી. મહિલાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને પુણેની સાસૂન હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી.

બીજી સર્જરીમાં ગ્લોવ્સ અને નેપકિન કાઢ્યાનો પરિવારનો દાવો

પરિવારનો આક્ષેપ છે કે સાસૂન હોસ્પિટલમાં કરવામાં આવેલી બીજી સર્જરી દરમિયાન સંધ્યાના પેટમાંથી ગ્લોવ્સ અને નેપકિન (Gloves and Napkin)કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાને કારણે પરિવારજનોએ બીડ જિલ્લા હોસ્પિટલના તબીબી સ્ટાફ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

સંધ્યાના પતિ સૂરજ ગાયકવાડે આ સમગ્ર ઘટનાને તબીબી બેદરકારી (Medical Negligence)ગણાવીને જવાબદાર ડોકટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પીડિતાની માતાએ પણ જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.

હોસ્પિટલ તંત્રે કારણદર્શક નોટિસ ફટકારી

બીડ જિલ્લા હોસ્પિટલના ડૉ. સતીષકુમાર સોલંકે જણાવ્યું કે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સંડોવાયેલા મહિલા ડૉક્ટર અને આરોગ્ય કર્મચારીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે.

હોસ્પિટલ તંત્રના જણાવ્યા અનુસાર તપાસમાં જો કોઈની બેદરકારી સાબિત થશે તો જવાબદાર લોકો સામે કાયદાકીય અને વહીવટી કાર્યવાહી કરવામાં આવશે.

મહિલાની હાલત હજુ ગંભીર

પેટમાંથી ગ્લોવ્સ અને નેપકિન કાઢવામાં આવ્યા બાદ પણ સંધ્યા ગાયકવાડની તબિયત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હાલમાં તેને સાસૂન હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

આ ઘટનાએ સર્જરી દરમિયાન જરૂરી સાવચેતી અને તબીબી પ્રક્રિયાના પાલન અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. જોકે, અંતિમ જવાબદારી અને બેદરકારી અંગેનો નિર્ણય સત્તાવાર તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો : અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન મહિલાનું મોત, પરિવારજનોએ તબીબી બેદરકારીના લગાવ્યા આરોપ

આ પણ વાંચો : સુરતની કિરણ હોસ્પિટલ સામે તબીબી બેદરકારીના આક્ષેપ

આ પણ વાંચો : રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તબીબી બેદરકારીથી માતા-પુત્રીનું મોત, પરિવારજનોનો આક્ષેપ,હોબાળો