Entertainment News/ ભારતમાં સ્પાઈડર-મેને રચ્યો નવો ઈતિહાસ;’એન્ડગેમ’ નો રેકોર્ડ તોડી બની સૌથી વધુ કમાણી કરનારી હોલીવુડ ફિલ્મ

માર્વેલની ‘સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’ (Spider-Man: Brand New Day)એ ભારતમાં કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. માત્ર 18 દિવસમાં 550 કરોડનું કલેક્શન કરીને તેણે ‘એવેન્જર્સ: એન્ડગેમ’ ને પાછળ છોડી દીધી છે.

film industry Trending Entertainment
Spider-Man Brand New Day records broken

Entertainment News : ભારતીય બોક્સ ઓફિસ પર અત્યાર સુધી માર્વેલ સ્ટુડિયોની બ્લોકબસ્ટર ફિલ્મ “એવેન્જર્સ: એન્ડગેમ” સૌથી વધુ કમાણી કરનારી હોલીવુડ ફિલ્મ તરીકે અડીખમ હતી. પરંતુ હવે સુપરહીરો કલેક્શનનો આ મોટો રેકોર્ડ ધ્વસ્ત થઈ ચૂક્યો છે. માર્વેલની નવી રજૂઆત “સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે” (Spider-Man: Brand New Day) એ ભારતીય સિનેમાઘરોમાં કમાણીના તમામ જૂના રેકોર્ડ તોડીને 550 કરોડ નું ઐતિહાસિક બોક્સ ઓફિસ કલેક્શન હાંસલ કરી લીધું છે.

માર્વેલ સિનેમેટિક યુનિવર્સ (Marvel Cinematic Universe)ના તમામ સુપરહીરોનો ભારતમાં ઘણો મોટો ચાહકવર્ગ છે, પરંતુ સ્પાઇડર-મેન પાત્ર પ્રત્યે દરેક વયજૂથના દર્શકોનું એક અલગ જ આકર્ષણ જોવા મળે છે. ટોમ હોલેન્ડ (Tom Holland)સ્ટારર આ ફિલ્મે ભારતમાં સફળતાનો એક નવો ઇતિહાસ રચી દીધો છે.

KARODIYO

Spider-Man: Brand New Day : ત્રીજા વીકેન્ડમાં પણ કમાણીનો દબદબો

31 જુલાઈના રોજ ભારતીય થિયેટરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે બહુ ઝડપથી 550 કરોડનો આંકડો વટાવી દીધો હતો. થિયેટર રન દરમિયાન આ હોલીવુડ ફિલ્મને “આવારાપન 2” અને “બંટવારા 1947” જેવી મોટી બોલિવુડ રિલીઝ સામે ટક્કર મળવા છતાં, દર્શકોનો ઘોડાપૂર પ્રતિસાદ જળવાઈ રહ્યો હતો. ફિલ્મે માત્ર પોતાના ત્રીજા વીકેન્ડમાં જ ₹22.8 કરોડ ની શાનદાર કમાણી કરી હતી.

માત્ર 18 દિવસમાં સ્થાપિત થયો રેકોર્ડ

સોની પિક્ચર્સ ઇન્ડિયા (Sony Pictures India)એ ફિલ્મના કમાણીના સત્તાવાર આંકડા શેર કરતા સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું કે, “દુનિયા કદાચ પીટર પાર્કરને ભૂલી ગઈ હશે, પરંતુ ભારતે સુનિશ્ચિત કર્યું છે કે રેકોર્ડ બુક્સ તેને ક્યારેય નહીં ભૂલે! 550 કરોડનો બંચ વટાવી દેવાયો છે અને કમાણીની સફર હજુ પણ ચાલુ છે.” નોંધનીય છે કે આ ફિલ્મે આટલો વિરાટ આંકડો રિલીઝના માત્ર 18 જ દિવસમાં પાર કરી લીધો છે. આ ફિલ્મ ભારતમાં અંગ્રેજી અને હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં પ્રદર્શિત થઈ છે.

SPAIDER

ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી ટોપ-5 હોલીવુડ ફિલ્મોની યાદી

ભારતીય બોક્સ ઓફિસ પર કમાણીના મામલે આ ફિલ્મે ‘અવતાર’ અને ‘એવેન્જર્સ’ શ્રેણીની ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે. હવે ભારતની ટોપ-૫ હોલીવુડ ફિલ્મોનું લિસ્ટ નીચે મુજબ છે


આ પણ વાંચે :યુપી પોલીસનું પ્રથમ ઓફિશિયલ ગીત રિલીઝ, ‘બચ્ચન સાહેબ’ સહિત સમગ્ર દેશે કર્યા મુક્તકંઠે વખાણ!

આ પણ વાંચે :શાહરૂખ ખાનના ‘મન્નત’માં ઘૂસ્યો 8 ફૂટ લાંબો સાપ, રેસ્ક્યૂ ટીમે બહાર કાઢ્યો

આ પણ વાંચે :નાગપંચમીના દિવસે શાહરૂખ ખાનના ‘મન્નત’ માંથી નીકળ્યો 8 ફૂટ લાંબો સાપ