India News: ભારતીય સંરક્ષણ સંશોધન સંગઠન (DRDO) એ ઓડિશાના દરિયાકાંઠે ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (IADWS) નું સફળ પરીક્ષણ કર્યું છે. આ બહુસ્તરીય હવાઈ સંરક્ષણ પ્રણાલી છે, જેમાં ક્વિક એક્શન સરફેસ ટુ એર મિસાઇલ (QRSAM), એડવાન્સ્ડ વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ (VSHORADS) અને લેસર આધારિત ડાયરેક્ટેડ એનર્જી વેપન (DEW)નો સમાવેશ થાય છે.
આ પરીક્ષણ 23 ઓગસ્ટે કરવામાં આવ્યું હતું. રક્ષા પ્રધાન રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું કે આ પરીક્ષણથી ભારતની મલ્ટી-લેયર્ડ એર ડિફેન્સ ક્ષમતામાં મોટો વધારો થયો છે. આ સિસ્ટમ ભારતને દુશ્મનના ડ્રોન તથા હવાઈ હુમલાઓ સામે વધુ સુરક્ષિત બનાવશે.
The @DRDO_India has successfully conducted the maiden flight Tests of Integrated Air Defence Weapon System (IADWS), on 23 Aug 2025 at around 1230 Hrs off the coast of Odisha.
IADWS is a multi-layered air defence system comprising of all indigenous Quick Reaction Surface to Air… pic.twitter.com/TCfTJ4SfSS
— Rajnath Singh (@rajnathsingh) August 24, 2025
‘સુદર્શન ચક્ર મિશન’નો મહત્વપૂર્ણ ભાગ
IADWS ને સુદર્શન ચક્ર મિશનનો મુખ્ય ઘટક માનવામાં આવે છે. આ મિશન ખાસ કરીને ડ્રોન સ્વોર્મ (ઝૂંડમાં થતા હુમલા) સામે સંરક્ષણ કવચ પૂરું પાડશે. PM નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે લાલકિલ્લા પરથી આપેલા નિવેદનમાં આ મિશનની જાહેરાત કરી હતી.

એક સાથે 3 લક્ષ્યોને નાશ
પરીક્ષણ દરમિયાન IADWS એ એક સાથે ત્રણ અલગ અલગ લક્ષ્યો પર હુમલો કર્યો:
બે હાઈ-સ્પીડ માનવરહિત ડ્રોન
એક મલ્ટીકોપ્ટર ડ્રોન
ત્રણે જુદા જુદા અંતર અને ઊંચાઈ પર હતા, પરંતુ સિસ્ટમે તેમને એકસાથે નિશાન બનાવી નાશ કર્યા.

કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ?
રડાર યુનિટ આવનારા ખતરાઓને શોધીને વર્ગીકૃત કરે છે.
કમાન્ડ સેન્ટર QRSAMને ઊંચા સ્તરના લક્ષ્યો માટે મોકલે છે.
VSHORADS નજીકના અને ધીમા લક્ષ્યોને નિશાન બનાવે છે.
લેસર આધારિત DEW ચિપ-સંતૃપ્ત ડ્રોન હુમલાઓનો નાશ કરે છે.
આ સફળતાથી ભારત હવે ઇગલા અને CIWS જેવી વિદેશી સિસ્ટમો પર ઓછી નિર્ભરતા રાખશે.
આકાશતીર સિસ્ટમ: ભારતનો ‘આયર્ન ડોમ’
DRDO, ISRO અને BEL દ્વારા વિકસાવેલી આકાશતીર એર ડિફેન્સ સિસ્ટમ પણ ભારત માટે ગૌરવ છે. પંજાબના આદમપુર એરબેઝ પરથી આ સિસ્ટમ દ્વારા પાકિસ્તાન તરફથી આવેલા સૈંકડો ડ્રોન અને રોકેટોને હવામાં તોડી પાડવામાં આવ્યા હતા.
આ સ્વદેશી સિસ્ટમ રડાર, સેન્સર અને AI-સંચાલિત નેટવર્ક દ્વારા વાસ્તવિક સમયમાં જોખમોને શોધી અને નિષ્ક્રિય કરવા સક્ષમ છે.
આ પણ વાંચો:અમિત શાહ દિલ્હી વિધાનસભામાં અખિલ ભારતીય સ્પીકર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે
આ પણ વાંચો:TikTok પર ભારતમાં પ્રતિબંધ યથાવત ,સરકારે આવો કોઈ આદેશ જારી કરવામાં આવ્યો ન હોવાનું કહ્યું
આ પણ વાંચો:ઉપરાષ્ટ્રપતિ પદ માટે NDA અને વિપક્ષ વચ્ચે સીધી સ્પર્ધા,ઉમેદવારી પત્રોની ચકાસણી પૂર્ણ
