Ajab Gajab News/ જાણીએ દુનિયાના 5 સૌથી ભારે વજન વાળા પંખીઓ વિશે…એકનું વજન તો 156 કિલોગ્રામ જેટલું!!

દુનિયામાં માત્ર થોડા ગ્રામ વજન ધરાવતા અત્યંત નાના ‘હમિંગબર્ડ’થી લઈને 100 કિલોગ્રામથી વધુ વજન ધરાવતા અને ઉડી ન શકતા Largest Birds નો સમાવેશ થાય છે.

Trending Ajab Gajab News
Largest Birds...ઉડી ન શકનારા 5 Amazing વિશાળકાય જીવંત પક્ષીઓ વિશે જાણો!

Ajab Gajab News: વિશ્વમાં પક્ષીઓની અનેક પ્રજાતિઓ છે જે પૈકી 5 પક્ષીઓ એવા છે જેમની ગણતરી સૌથી વધુ ભારે એટલે કે વજન વાળા પંખીઓ (Largest Birds)માં થાય છે. એકનું વજન તો લગભગ 156 કિલોગ્રામની આસપાસ હોય છે અને એ સૌથી ઝડપથી દોડનારું પંખી (The Fastest Running Bird) છે! ખબર પડી તમને કે આ કયું પક્ષી છે? તમારી આતુરતાનો અંત લાવતા ચાલો જોઈએ કે આ કયા પક્ષીઓ વિશે વાત થઈ રહી છે?

આ ધરતી પર પક્ષીઓની લાખો પ્રજાતિઓ (Bird Species) મળી આવે છે. દરેકની પોતાની આગવી ખાસિયત હોય છે. દરેક પક્ષીનો આકાર અને વજન (Weight & Shape) ઘણા જ ભિન્ન અને દેખાવ વૈવિધ્યપૂર્ણ હોય છે. કેટલાક નાનકડા પંખીઓનું વજન તો કેટલાક ગ્રામ જ હોય છે જ્યારે કેટલાક મોટા પંખીઓનું વજન 100 કિલોથી પણ વધારે હોઈ શકે છે!

શાહમૃગ એ વિશ્વનું નિશંકપણે સૌથી મોટું પક્ષી છે; તેની ઊંચાઈ 2.7 મીટર સુધી અને વજન 156 કિલોગ્રામ (344 પાઉન્ડ) સુધી નોંધાયેલું છે. આ સૌથી મોટી પક્ષી પ્રજાતિઓ ઉડી શકતી ન હોવાને કારણે, તેઓ (Largest Birds)ના  હાડકાં મજબૂત અને  શરીર ભારે વિકાસ પામ્યું છે.
દુનિયાના સૌથી મોટા જીવિત પક્ષીઓને બે મુખ્ય શ્રેણીઓમાં વહેંચી શકાય છે:

1. ઉડી ન શકતા વિશાળ પક્ષીઓ (ભારે વજન વાળા)

2. ઉડી શકતા વિશાળ પક્ષીઓ (વિશાળ પાંખો ધરાવતા ભારે વજનવાળા)

આ પૈકીના ઉડી ન શકતા પક્ષીઓ (Birds that cannot Fly) કદની દ્રષ્ટિએ અસાધારણ વિવિધતા ધરાવે છે; તેમાં માત્ર થોડા ગ્રામ વજન ધરાવતા અત્યંત નાના ‘હમિંગબર્ડ’થી લઈને 100 કિલોગ્રામથી વધુ વજન ધરાવતા અને ઉડી ન શકતા વિશાળકાય પક્ષીઓનો સમાવેશ થાય છે. વાસ્તવમાં, વિશ્વનાં મોટાભાગનાં પૈકી સૌથી ભારે પક્ષીઓ ઉડી શકતા નથી, કારણ કે તેમનું શરીર સતત ઉડવાને બદલે જમીન પર જીવન વિતાવવા માટે અનુકૂળ બનેલું છે.

અહીં અમે તમને આ પંખીઓનાન નોંધાયેલા મહત્તમ શારીરિક વજનના આધારે, હાલમાં અસ્તિત્વ ધરાવતી સૌથી ભારે પક્ષીઓ (Largest Birds)ની પાંચ પ્રજાતિઓ વિશેની ટૂંકમાં માહિતી આપવામાં આવી છે.

વિશ્વના વિશાળકાય 5 પક્ષીઓ (Largest Birds in the World)

વિશ્વમાં પક્ષીઓની અનેક પ્રજાતિઓ છે જે પૈકી 5 પક્ષીઓ એવા છે જેમની ગણતરી સૌથી વધુ ભારે એટલે કે વજન વાળા પંખીઓમાં (heaviest birds) થાય છે. ભારે વજન વાળા પંખીઓ ઉડી શકતા નથી કારણ કે, એમનું શરીર જમીન પર રહેવા અને ચાલવા-દોડવાના હિસાબે જ વિકસિત થયેલું હોય છે! તો ચાલો જાણીએ દુનિયાના સૌથી ભારે પક્ષીઓ વિશે…

શાહમૃગ (Ostrich)
શાહમૃગ (Ostrich)

1. શાહમૃગ (Ostrich)

શાહમૃગને દુનિયાનું સૌથી ભારે પક્ષી માનવામાં આવે છે. એક મોટા નર શાહમૃગનું વજન આશરે 156 કિલોગ્રામ સુધી હોઈ શકે છે. એની ઊંચાઈ લગભગ 2.75 મીટર જેટલી હોઈ શકે છે. એના મજબૂત પગ વડે એ પ્રતિ કલાકે આશરે 70 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. એને જમીન પર દોડનારા સૌથી ઝડપી પક્ષી તરીકે માન્યતાપ્રાપ્ત છે.

દક્ષિણ કેસોવરી (Southern Cassowary)
દક્ષિણ કેસોવરી (Southern Cassowary)

2. દક્ષિણ કેસોવરી (Southern Cassowary)

ઉત્તર-પૂર્વીય ઑષ્ટ્રેલિયા અને ન્યૂ ગિનીના વર્ષાવનોમાં મળી આવતા એક માદા દક્ષિણ કેસોવરીનું વજન આશરે 80 થી 85 કિલો સુધી હોઈ શકે છે. જો કે, નર સામાન્ય રીતે માદાથી નાના અને વજનમાં ઓછા હોય છે. આ પક્ષીની ઓળખાણ એની નીલી અને લાલ ગરદન છે. કાળી પાંખો અને માથા પર હાજર હેલમેટ જેવી સંરચના જેને કૌસ્ક કહેવાય છે એનાથી એનો દેખાવ આગવો જણાય છે.

ઈમુ (Imu)
ઈમુ (Imu)

3. ઈમુ (Imu)

ઑષ્ટ્રેલિયાના સૌથી મોટા કદના પક્ષીનું નામ છે ઈમુ…જે દુનિયાના સૌથી મોટા પક્ષીઓ પૈકીનું એક ગણાય છે. એક નર ઈમુનું વજન 50 થી 55 કિલો સુધી હોઈ શકે છે. જ્યારે માદાનું વજન નરથી 5 કિલો વધુ હોઈ શકે છે. એની સરેરાશ ઊંચાઈ લગભગ 1.75 મીટર હોય છે. એ ઊડી તો નથી શકતા પરંતુ આશરે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

એમ્પરર પેંગ્વિન (Emperor Penguin)
એમ્પરર પેંગ્વિન (Emperor Penguin)

4. એમ્પરર પેંગ્વિન (Emperor Penguin)

એમ્પરર પેંગ્વિન દુનિયાના સૌથી ભારે પક્ષીઓ પૈકીનું એક છે. એ પેંગ્વિનની તમામ પ્રજાતિઓમાં સૌથી મોટું હોય છે. એનું વજન 45 કિલો સુધી હોઇ શકે છે. જો કે, પ્રજનન અને લાંબા સમય સુધી ભોજન ન મળવા અથવા ન કરવા દરમિયાન એના વજનમાં ઘણું પરિવર્તન જોવા મળે છે.

ગ્રેટર રિયા (Greater Rhea)
ગ્રેટર રિયા (Greater Rhea)

5. ગ્રેટર રિયા (Greater Rhea)

ગ્રેટર રિયા દક્ષિણ અમેરિકાના કેટલાક ભાગોમાં જોવા મળે છે. એને દક્ષિણ અમેરિકાનું સૌથી મોટું પક્ષી પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે એનું વજન 15 થી 30 કિલોની વચ્ચે હોય છે પરંતુ મોટા નરનું વજન લગભગ 40 કિલો સુધી જોવા મળી શકે છે.


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :