Ajab Gajab News: ભારતમાં કેટલાક એવા પણ પ્રાણીઓ (Animals that live Underground in India) છે જે પોતાનું મોટાભાગનું જીવન જમીનની નીચે જ વીતાવે છે. આ જીવો માટીમાં દર બનાવીને રહે છે અને જરુર પડ્યે જ બહાર આવે છે! માટીની અંદર ભૂગર્ભમાં એક વિશાળ જીવસૃષ્ટિ વસવાટ કરે છે. જે પૈકીના આ 6 પ્રાણીઓ વિશેષ ઓળખ ધરાવે છે.
ભૂગર્ભમાં વસતા ભારતીય પ્રાણીઓ (Animals that live Underground in India)
પૃથ્વી પર લાખો પ્રજાતિઓ વસવાટ કરે છે અને તો દરેકની કોઈ ને કોઈ ખાસિયત હોય જ છે. કોઈની બનાવટ અલગ છે તો કોઈનો રંગ! કેટલાક એમની જીવનશૈલીથી અન્ય જાનવરોથી ભિન્ન જણાય છે. અમુક જીવો એવા છે જે પોતાનું મોટાભાગનું જીવન જમીન નીચે વિતાવે છે! આ જીવો માટીમાં દર બનાવીને રહે છે અને જરુર પડ્યે જ બહાર આવે છે!
આવા પ્રાણીઓમાં મુખ્યત્વે ભારતમાં 6 પ્રાણીઓ કૉમન છે. જે આ મુજબ છે.

1. પેંગોલિન (Indian Pangolin)
ભારતના સૌથી અનોખા સ્તનધારી જીવો પૈકીના એક છે ભારતીય પેંગોલિન…એમના શરીર પર એકબીજા પર એક સખત ઢાલ જેવા પડ એટલે કે ભીંગડા હોય છે. જંગલમાં એને જોવું ઘણુ કઠિન હોય છે કારણ કે, એ પોતાનો મોટાભાગનો સમય દરની અંદર જ વિતાવે છે. એ રાત્રે સક્રિય થાય છે અને દિવસના સમયે પોતાના દરમાં છુપાઈને આરામ કરે છે.

2. શાહુડી (Indian Crested Porcupine)
ભારતીય ક્રેસ્ટેડ શાહુડી પોતાના મોટા કાંટાથી જાણીતી છે. એ દિવસના ભાગે નીચે જમીનમાં રહેવાનું પસંદ કરે છે. એ પણ મુખ્યત્વે રાત્રે સક્રિય બને છે. એ દિવસમાં ગુફાઓ, દર અથવા અન્ય સુરક્ષિત સ્થાનોમાં છુપાઈ રહે છે. એ નિશાચર છે અને ભોજનની શોધમાં રાત્રે બહાર નીકળે છે. એને જોખમ લાગે તો એ એના કાંટા ઊભા કરીને ચેતવણી આપે છે. કાંટા એનું સુરક્ષા કવચ છે.

3. રણનો ઉંદર (Indian Desert Gerbil)
ભારતીય રણવિસ્તારના જર્બિલ એટલે કે રેતાળ પ્રદેશના ઉંદર ઘણો ખરો સમય દરની અંદર જ વિતાવે છે. આ દર એમને ગરમી, તાપમાનમાં પરિવર્તન અને શિકારીઓથી બચવામાં મદદ કરે છે. આ ગરમ અને સૂકા પ્રદેશોમાં વસવાય કરતો જીવ છે અને મોટા ભાગે રાત્રે જ સક્રિય થાય છે.

4. શેળો (Indian Hedgehog)
શેળો તરીકે ઓળખાતા આ ભારતીય પ્રાણી એક નાનો સ્તનધારી જીવ છે જેને જોવો ઘણો જ મુશ્કેલ હોય છે કારણ એ મોટાભાગે દરમાં જ રહે છે. ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગોના કેટલાક વિસ્તારોમાં મળી આવે છે. એના શરીર પર હાજર કાંટાદાર વાળ એને શિકારીઓથી બચવામાં મદદ કરે છે.

5. ભારતીય મોલ રેટ (Lesser Bandicoot rat)
લેસર બેન્ડિકૂટ ઉંદર અથવા તો ભારતીય મોલ-રેટના નામે ઓળખાતા આ જીવ પોતાનો મોટાભાગનો સમય જમીનની અંદર વિતાવે છે. આ જીવ જમીનમાં ઘણાબધા દરનું એક જાળું ગૂંથે છે. કૃષિ વિસ્તારોમાં એને ભારતીય મોલ-રેટના નામે ઓળખવામાં આવે છે.

6- રણની ગરોળી (Indian Sand Swimmer)
રણની ગરોળી તરીકે ઓળખઆતી આ સેન્ડ-સ્વિમર મોટાભાગે જમીનની અંદરના ભાગે રહે છે. એ ભારતના રેતાળ પ્રદેશોમાં જોવા મળે છે. એ નાનો સરિસૃપ છે જે રેતીમાં એવી રીતે ચાલે છે જાણે કોઈ પાણીમાં તરતું હોય! એ રેતીની નીચે જઈને ઘણા સમય સુધી છુપાઈ પણ શકે છે.
આ પણ વાંચો :
આ પણ વાંચો :
આ પણ વાંચો :
