Ajab Gajab News: ભારતીય ઉપરાંત વૈશ્વિક ખાણી-પીણામાં લવિંગ (Clove) એક મુખ્ય તેજાના અને ઔષધીય જડીબુટ્ટી ગણાય છે. એમાં એન્ટી-બેક્ટેરિયલ, એન્ટીસેપ્ટિક અને પીડાશામક (Anti-bacterial, antiseptic, and analgesic) ગુણો હોય છે. એનો ઉપયોગ અનેક પ્રકારે કરવામાં આવે છે. ભોજનમાં સ્વાદ વધારવા માટે લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. આજે ભલે ને લવિંગ દુનિયાભરમાં પોતાની ઓળખ પ્રાપ્ત કરી ચૂક્યું છે પણ શું તમે જાણો છો કે દુનિયામાં પ્રથમ વાર લવિંગનો છોડ (Clove Plant) ક્યાં ઊગ્યો હતો? આ હજારો વર્ષ જૂનો રસપ્રદ ઈતિહાસ છે!
ઘરે લવિંગનો છોડ ઉગાડી શકાય ખરો? ઘરઆંગણાના બગીચામાં મનપસંદ જડીબુટ્ટીઓ અને ગરમ મસાલા ઉગાડવાનો શોખ ગાર્ડનીંગ (Gardening)ના શોખીન લોકોને હોય જ છે પરંતુ, જ્યારે પણ લવિંગ ઉગાડવાની બાબત આવે છે ત્યારે મોટાભાગના લોકો અસફળ થઇ જાય છે અને જો બજારમાંથી લાવેલી સૂકી લવિંગને સીધા જ માટીમાં વાવી દઇએ તો એ અંકુરિત થવાના બદલે સડી જાય છે. આ મહામૂલા લવિંગનો ઈતિહાસ (Clove History) જાણવા જેવો છે.

લવિંગનો ઈતિહાસ (Clove History)
પ્રાપ્ત માહિતી અનુસાર, આજથી લગભગ 3,000 વર્ષ અગાઉ લવિંગનું વૃક્ષ કેવળ પૂર્વ એશિયાના કેટલાક દ્વીપસમૂહો પર જ જોવા મળતું હતુ. એવું કહેવાય છે કે, ઈન્ડોનેશિયાના ટર્નેટ ટાપુ (Ternate Island,Indonesia) પર દુનિયાનું સૌથી જૂનું લવિંગનું ઝાડ છે અને આ આશરે 350-400 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે.
દુનિયાનું સૌથી જૂનું લવિંગનું ઝાડ
ઈન્ડોનેશિયાના ટર્નેટ દ્વીપના મોટાભાગના ભાગમાં જ્વાળામુખી (Volcano) છે પરંતુ અહિં ઘણી મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવા આવે છે. અહેવાલ અનુસાર, 3-4 હજાર વર્ષ અગાઉ ટર્નેટ, ટિંડોર અને એની આસપાસના કેટલાક ટાપુઓ પર લવિંગના વૃક્ષો હયાત હતા. લવિંગનો વેપાર (Clove Trade) કરવાને કારણે આ ટાપુના રહેવાસીઓ એ સમયે ઘણા જ અમીર બની ચૂક્યા હતા.

અંગ્રેજ અને ડચ વેપારીઓનો દબદબો
ઈતિહાસમાં એવા ઉલ્લેખો મળે છે કે જ્યારે ટર્નોટ અને ટિંડોરના સુલતાનો પાસે લવિંગના વ્યાપારથી ઘણી જ સમૃદ્ધિ આવી ગઈ તો એ પોતાને ઘણા શક્તિશાળી સમજવા લાગ્યા! એ શાસકો પરસ્પર લડવા લાગ્યા અને એનો જ ફાયદો ઉઠાવીને અંગ્રેજ અને ડચ વેપારીઓ (English and Dutch traders)એ એ વિસ્તારો પર પોતાનો કબજો જમાવી દીધો.
આ દ્વીપો ઘણા જ વર્ષોથી યૂરોપીય દેશોના ઉપનિવેશ રહી ચૂક્યાં છે. અહિંથી અંગ્રેજ અને ડચ વેપારીઓ સાથે લવિંગ આખા વિશ્વમાં પહોંચ્યું અને અન્ય દેશોમા પણ એની ખેતી થવા લાગી!
આ પણ વાંચો :
આ પણ વાંચો :
આ પણ વાંચો :
