Lifestyle Tips/ લીમડા અને લવિંગથી બનાવો હર્બલ મંજન…અવાળા બનશે મજબૂત…દાંત થશે સફેદ…જાણો સરળ વિધિ..!

આજકાલના ટૂથપેસ્ટ અથવા ટૂથ પાવડર કેમિકલયુક્ત હોય છે. આ સંજોગોમાં ઘણા લોકો દાંત સાફ કરવા માટેનો ઘરગથ્થુ મંજન (Homemade Tooth Powder)ની શોધમાં રહે છે. તો તમારી આ શોધ

Trending Tips & Tricks Lifestyle
Homemade Tooth Powder...ઘરગથ્થુ મંજનનો લાભ લો!

Lifestyle Tips: કેમિકલયુક્ત ટૂથપેસ્ટથી ભિન્ન ઘરે બનાવેલો હર્બલ ટૂથ પાવડર (Homemade Tooth Powder) તમે અજમાવવા માગો છો? લીમડો, લવિંગ, ઈલાયચી, તજ અને હળદર જેવી વસ્તુઓથી ઘરે સરળતાથી ઘરગથ્થુ ટૂથ પાવડર બનાવી શકાય છે. તો ચાલો જાણીએ એને બનાવવાની સાચી રીત, વપરાશ અને કોણે એમાં સાવધાની રાખવી જોઇએ?

સવારે ઉઠ્યા બાદ અને રાતના સૂતા પહેલા મોટાભાગે લોકો બાથરુમમાં જઈને બાથરુમમાં જઈને દાંત સાફ કરે છે. આ સંજોગોમાં દરરોજ દાંત સ્વચ્છ કરવા માટે ટૂથપેસ્ટનો ઉપયોગ સામાન્ય રીતે દરેક ઘરમાં થતો જ હોય છે. પરંતુ, આ પછી પણ મોટાભાગે લોકોને દાંતમાં સડો (Tooth decay) લાગવાની અને બાકીની સમસ્યાઓ જોવા મળે છે. આ સંજોગોમાં કેટલાક લોકોનો માર્કેટમાં મળતી ટૂથપેસ્ટ અથવા ટૂથ પાવડર (Toothpaste or Tooth Powder) પરથી વિશ્વાસ ઉઠી જાય છે. વાસ્તવમાં આજકાલના ટૂથપેસ્ટ અથવા ટૂથ પાવડર કેમિકલયુક્ત હોય છે. આ સંજોગોમાં ઘણા લોકો દાંત સાફ કરવા માટેનો ઘરગથ્થુ મંજન (Tooth Powder)ની શોધમાં રહે છે. તો તમારી આ શોધ પૂર્ણ થાય એવી આ વિધિ (Homemade Tooth Powder) જણાવવા જઇ રહ્યાં છીએ જે દાંત અને અવાળા માટે કારગર સિદ્ધ થશે…

જો તમે પણ દાંત સાફ કરવા માટે કોઈ ઘરગથ્થુ વિકલ્પ અજમાવવા ઈચ્છો છો તો આ લેખ તમારા માટે છે. આજે અહિં અમે તમને ઘરે જ સરળતાપૂર્વક હર્બલ ટૂથ પાવડર (Homemade Tooth Powder) બનાવવાની વિધિ દર્શાવવા જઈ રહ્યાં છીએ…આને બનાવવા માટે લીમડો, લવિંગ, ઈલાયચી, તજ અને હળદર (Neem, cloves, cardamom, cinnamon, and turmeric) જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ એવી વસ્તુઓ છે કે, જેનો ઉપયોગ જૂના સમયમાં લોકો દાંતને મજબૂત કરવા માટે કરતા હતા. આમા વિશેષ એ છે કે, આ (Homemade Tooth Powder)ને બનાવવા માટે કોઈ ઝાઝો સામાન જોઈતો નથી અને ન તો એ બનાવવું કઠીન છે!

શી રીતે બનાવશો હર્બલ ટૂથ પાવડર? (Homemade Tooth Powder)

હોમમેઇડ હર્બલ ટૂથ પાવડર બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

હર્બલ ટૂથ પાવડર બનાવવા માટેની સામગ્રી

સામગ્રી

4 ચમચી લીમડાનો પાવડર

2 ચમચી લવિંગ પાવડર

2 ચમચી ઈલાયચી પાવડર

2 ચમચી તજ પાવડર

2 ચમચી હળદર

1 ચમચી બારીક વાટેલું સિંધાલૂણ

અડધી ચમચી બેકિંગ સોડા

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ તમામ સામગ્રીને એકસાથે મિક્સ કરીને સારી રીતે ચાળી લેવી. એના જાડા કણ અલગ થઈ જથે અને ટૂથ પાવડર વધુ બારીક થઈ જશે.

2. આ જાડા ચળામણને ફરીથી મિક્સરમાં પીસીને ચાળી લેવું અને પાવડર તૈયાર થઈ જશે.

3. આ તૈયાર પાવડરને કોઈ સ્વચ્છ, સૂકા અને એરટાઇટ કાચના જારમાં ભરીને રાખવું કારણ કે ભેજના કારણે એ ખરાબ થઇ શકે છે અથવા એના ગઠ્ઠા બની શકે છે.

પાવડરને વાપરતી વખતે એને સૂકી ચમચી વડે કાઢવો બહેતર રહેશે.

શી રીતે વાપરવો?

એને વાપરવા માટે થોડી માત્રા અથવા એક ચપટી પાવડર (Homemade Tooth Powder) લેવો અને એને મુલાયમ બ્રિસલ વાળા ટૂથબ્રશ પર લગાવીને દાંત પર હળવા હાથે 1-2 મિનિટ સુધી બ્રશ કરવું. ત્યાર બાદ સારી રીતે કોગળા કરીને મોં સ્વચ્છ કરી લેવું.

આ પછી તમે ઈચ્છો તો તમારી કૉમન ટૂથપેસ્ટ વડે બ્રશ કરી શકો છો. વિશેષ કરીને દરરોજ ઓરલ હાઈજીન માટે તમારા ડેન્ટિસ્ટની સલાહ અને સામાન્ય ફ્લોરાઈડ યુક્ત ટૂથપેસ્ટની આવશ્યકતાને નજરઅંદાજ ન કરવી જોઇએ.

સેન્સિટિવ દાંત-અવાળા હોય તો સાવધાન

સેન્સિટિવ દાંત-અવાળા હોય તો સાવધાન

જો તમારા મોઢામાં ચાંદી પડી હોય, અવાળા અગાઉથી જ સંવેદનશીલ (Sensitive Teeth) હોય અથવા એને પાવડરમાં સામેલ કોઈ વસ્તુથી એલર્જી હોય તો આ પ્રકારના ઘરે બનાવેલા ટૂથ પાવડરનો ઉપયોગ કરવો નહિં. અવાળામાંથી લોહી આવતું હોય (Gum Problem), સતત દર્દ થતું હોય, દાંત અત્યંત સેન્સિટિવ હોય અથવા કોઈ અન્ય ઓરલ બીમારી હોય તો ઘરગથ્થુ નુસખા અજમાવવાના બદલે ડેન્ટિસ્ટની સલાહ લેવી આવશ્યક છે.

નોંધ- આ ઘરગથ્થુ ટૂથ પાવડર (Homemade Tooth Powder) દાંતની કોઈ બીમારીનો ઈલાજ નથી. દાંતોની સફાઈ અને કેવિટી (Teeth Cleaning & Cavity)થી બચવા માટે નિયમિત બ્રશિંગ, ફ્લોરાઈડ ટૂથપેસ્ટ અને ડેન્ટલ ચેક અપ જરુરી છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: એકદમ નવીન બ્રેકફાસ્ટ….બાળકોની મનપસંદ ફટાફટ રેસિપી…બ્રેડ મટર રોલ્સ..!

આ પણ વાંચો: બાળકોના દાંતની સંભાળ કેવી રીતે રાખવી? દાંતના સડાથી બચવાના સરળ અને અસરકારક ઉપાય