OMG!/ મહિલાએ લોકડાઉનના નિયમ તોડ્યા, તો પોલીસે દંડ વસૂલવાને બદલે કરી KISS

યુવતીએ કર્ફ્યૂનું ઉલ્લંઘન કર્યું અને ત્યાં તૈનાત પોલીસે એના પર દંડ ફટકારવાને બદલે કિસ લઈને તેને છોડી દીધી

Ajab Gajab News

પોલીસનું કામ લોકોને મદદ કરવા અને તેમને નિયમોને ભંગ કરતા અટકાવવાનું છે, પરંતુ પેરુમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક પોલીસકર્મીને અહીં સસ્પેન્ડ કરવામાં આવ્યો છે કારણ કે તેણે એક યુવતીએ કર્ફ્યૂનું ઉલ્લંઘન કર્યું અને ત્યાં તૈનાત પોલીસે એના પર દંડ ફટકારવાને બદલે કિસ લઈને તેને છોડી દીધી હતી.  હકીકતમાં, પેરુની રાજધાની લિમાની એક મહિલાએ કોવિડ -19 નિયમનું ઉલ્લંઘન કર્યું, ત્યારબાદ પોલીસકર્મીઓ તેને દંડ ફટકારવાના બદલે કિસ ત્યાંથી જવા દીધી.

જોકે, મામલો દબાઈ પણ જત, પરંતુ આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોના વાઈરલ થવા પર મામલો ધ્યાનમાં આવી ગયો છે. અને તે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે દુનિયાભરમાં કોરોના વાઈરસના પ્રસારને જોતા યૂરોપ સહિત ઘણા દેશોમાં અત્યારે પણ લોકડાઉનની જોગવાઈ અકબંધ છે. પેરુમાં પણ કોરોનાના પ્રસારને જોતા કર્ફ્યૂ ચાલુ છે.

એક ખાનગી માધ્યમ અનુસાર, યુવતી અને પોલીસ કર્મચારી કિસ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. આ વીડિયોમાં યુવતી પોલીસ કર્મચારીના નજીક આવતી જોવા મળી રહી છે, જ્યારે અધિકારી એક નોટપેડ પર કોરોના નિયમોના ઉલ્લંઘનને લઈને જાણકારી લખતા દેખાઈ રહ્યા છે. જોકે, થોડા સમય બાદ પોલીસ કર્મચારી અને યુવતી બન્ને એક બીજાને કિસ કરતા નજર આવી રહ્યા છે.

આ વીડિયોને એક સ્થાનિક ટીવી ચેનલે વાયરલ કરી દીધો છે. ત્યારબાદ રાજધાની લિમામાં મિરાફ્લોરેસ જિલ્લાના મેયરે પોલીસ કર્મચારીએ કહ્યું કે યુવતીએ સામાજિક અંતરના નિયમોનું પણ ઉલ્લંઘન કર્યું છે. આ સાથે જ તેણે માસ્ક કાઢીને નિયમોની પણ અવગણના કરી છે.