Ajab Gajab News/ બિહારનું એક અનોખુ ગામ…જ્યાંની લોકો ઘર પર પાકી છત નથી કરાવતા…શેનો છે ડર?

આ અનોખું ગામ બિહાર (Bhairopur Bihar)ના વૈશાલી જિલ્લાના બિદુપુર પ્રખંડમાં છે. આ ગામ ઘણું સુંદર છે. અહિં ભણેલા-ગણેલા લોકો રહે છે. એમણે ગામ તો નથી છોડ્યું પણ ઘર પર પાકી છત નથી કરાવતા!

Ajab Gajab News Trending
Bhairopur Bihar- વૈશાલીના બિદુપુરના આ ગામમાં મકાનોને પાકી છત જ નથી! Shocking Reality with 3 Facts!

Ajab Gajab News: બિહારના વૈશાલી જિલ્લામાં એક એવું ગામ છે ભૈરોપુર…જ્યાં મકાનો તો પાક્કા બનાવાય છે પરંતુ ઘર પરની છત લોકો કાચી જ રાખે છે (Bhairopur Bihar- Houses have no Concrete Roof) ! લોકો પોતાના ઘરોને ધાસપૂસ, છાપરા, નળીયા વગેરેથી જ ઢાંકવાનું પસંદ કરે છે.

શું તમે કોઈ એવા ગામ વિશે સાંભળ્યું છે ખરું જ્યાંના લોકો કશુંક અજુગતું ન બને એના ડરથી પોતાના ઘરની છત પાકી નથી કરાવતા! આ અનોખું ગામ બિહારના વૈશાલી જિલ્લાના બિદુપુર પ્રખંડમાં છે. આ ગામ ઘણું સુંદર છે. અહિં ભણેલા-ગણેલા લોકો રહે છે. એમણે ગામ તો નથી છોડ્યું પણ ઘર પર પાકી છત નથી કરાવતા! બીજા શહેરોમાં એમના બંગલા, એપાર્ટમેન્ટ વગેરે તો છે પરંતુ કોઈ અજાણ્યા ડરથી તેઓ પોતાના પૈતૃક ઘરને નળીયાવાળું જ રાખે છે.

Bhairopur Bihar- Houses have no Concrete Roof
Bhairopur Bihar- Houses have no Concrete Roof

બિહારના ભૈરોપુરમાં ઘરોને પાકી છત નથી (Bhairopur Bihar- Houses have no Concrete Roof) 

આ જિલ્લાના પીપી વિરેન્દ્ર નારાયણ સિંહના નાના દીકરા વિશાલકુમાર કહે છે કે હાજીપુરમાં વર્ષ 1982માં અમે શાનદાર મકાન બનાવડાવ્યું પણ ગામનું મકાન તો નળીયાવાળું જ રાખ્યું છે.

આ અનોખા ગામના મૂળ નિવાસી અને હાલ પટનામાં રહેતા એક સીનિયર એડવોકેટ શ્રવણ કુમારસિંહનું કહેવું છે કે વર્ષ 1029ની વાત છે. વર્તમાનનું ભૈરોપુર ડ્યોઢી ના 26 વીઘાનો પ્લોટ ઠાકુર રુદ્ર નારાયણ સિંહે અંગ્રેજો પાસેથી ખરીદ્યો હતોય આ જગ્યાએ ઈન્ડિગો મેન્યુફેક્ચર કંપની ગળી બનાવતી હતી. આ સમયે ગંગા કિનારે મહેલ પણ હતો જે વર્ષ 1934માં ધરતીકંપમાં તૂટી ગયો હતો. આ પછી ઠાકુરે પોતાના નાના ભાઇ દેવી પ્રસાદને અડધી જમીન લખી આપી. આ ગામની વિશેષતા એ છે કે વચ્ચે ગામ છે અને બે રસ્તાઓને દરેક વ્યક્તિની જમીન સ્પર્શે છે. પરંતુ અહિંના ઘરો પર છત પાકી બનાવવા જતા કશુંક ને કશુંક અનહોની ઘટના બને જ છે! પરિવાર પર કોઈ ને કોઈ વિપત્તિ આવે છે એવી માન્યતા દ્રઢ થઈ ગઈ છે.

ભૈરોપુર-બિહારમાં બે રુમ અને દરવાજા પર એક વ્યક્તિએ છત કરાવી.
ભૈરોપુર-બિહારમાં બે રુમ અને દરવાજા પર એક વ્યક્તિએ છત કરાવી.

1977માં મકાન બન્યુ પણ કોઈ રહી ન શક્યું!

ગામના સરપંચ સંઘના પ્રવકતા વિનોદકુમાર સિંહના કહેવા પ્રમાણે વર્ષ 1972માં ઠાકુર વિમલા પ્રસાદ સિંહના પુત્ર સ્વર્ગવીર સિંહ જે પોલીસ અધિક્ષક હતા એમણે મકાનનું નિર્માણ કરાવ્યુ. એની સાથે જ એમના યુવાન દીકરાનું મોત થયું. બાથરુમમાં સ્નાન દરમિયાન એનો પગ લપસ્યો અને મોત થયું હતુ. મકાનનું કાર્ય પૂર્ણ થતા 1977માં ગૃહ પ્રવેશ દરમિયાન એમના પૌત્રનું પટનાના સ્વીમિંગ પુલમાં ડૂબવાથી મૃત્યુ થઈ ગયું અને પછી એમની પત્નીનું! એમનો અન્ય પુત્ર દિગ્વિજય સિંહ જીવિત છે પણ એ આ મકાનમાં નથી રહેતો. નવું મકાન અવાવરું જ છે!

અનહોનીનો આ સિલસિલો 90 વર્ષોમાં પણ થંભ્યો નથી! (Bhairopur Bihar- Houses have no Concrete Roof)

આ ઘટનાના લગભગ 23 વર્ષો બાદ વર્ષ 1995માં મનોકામના પ્રસાદે આ ભ્રમણાને તોડવાની કોશિશ કરીને બે રુમ અને દરવાજા પર છત કરાવી. આ જ દરમિયાન એમની પત્ની શિવકલી દેવીનું મૃત્યુ થઈ ગયુ. ત્યાર બાદ તો એ પોતે પણ બ્રેઇન હેમરેજથી મૃત્યુને ભેટ્યા. આ પછી એમનો મોટો દીકરો આર્મીમાંથી રિટાયર્ડ થઈને આવ્યો અને ઘરને રિપેર કરાવી પાછળની તરફ બાંધકામ કરાવ્યું ત્યારે એમને પણ બ્રેઇન હેમરેજ થઇ ગયું. આ અજીબ ઘટનાઓ છેલ્લા 80-90 વર્ષોમાં પણ થંભી નથી!

આને અંધશ્રદ્ધા કહો કે લોક માન્યતા…લોકો આજે પણ આ ગામમાં છત પાકી કરાવવાની હિંમત કરતા નથી!


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :