વિખ્યાત લેખક ફૈઝ અહમદ ફૈઝની દીકરીને દિલ્હીમાં એક પ્રોગ્રામમાં આમંત્રણ આપ્યા હોવા છતાં, તેમને વક્તા તરીકે ભાષણ ના આપવા દેવાની વાત સામે આવી છે.
“બોલ કે લબ આઝાદ હૈ તેરે” કવિતા માટે જાણીતા ફૈઝ અહેમદ ફૈઝની પુત્રી અને અમેરિકન નાગરિક મોનીઝા હાશ્મીને એશિયા મીડિયા સમિટમાં ભાગ લેવા માટે દિલ્લી બોલાવવામાં આવ્યા હતા. જોકે, પાછળથી તેમને કોઈ પણ કારણો જણાવ્યા વગર કાર્યક્રમમાં બોલવાથી ઇનકાર કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મુદ્દે મોનીઝા હાશમીના પુત્ર અલી હાશમીએ ટ્વિટમાં નરેન્દ્ર મોદી અને સુષ્મા સ્વરાજને ટેગ કરીને લખ્યું હતું કે,
શું આ જ તમારું શાઈનીંગ ભારત છે? કાર્યક્રમમાં આમંત્રણ હોવા છતાં ફૈઝની પુત્રી અને મારી 72 વર્ષીય માતાને કાર્યક્રમમાં આમંત્રિત કાર્ય છતાં પણ બોલવાની પરવાનગી આપવામાં આવી નથી, શરમ છે આવા વર્તન પર.”
જ્યારે આ મુદ્દા પરનો સંપર્ક બન્યો ત્યારે સરકારના પ્રવક્તાએ કહ્યું કે તે આવા કોઈ પણ પ્રકારના ઘટનાક્રમથી તેઓ વાકેફ નથી. તેમણે જણાવ્યું હતું કે કાર્યક્રમમાં બોલનારાઓની યાદી એશિયા પેસિફિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રોડકાસ્ટિંગ દ્વારા તૈયાર કરવામાં આવી હતી.
