Lifestyle/ ઉનાળામાં આ ઠંડી વસ્તુનું કરો સેવન…પેટની ગરમીથી મળશે રાહત…ટમેટા રાયતાની ઝટપટ રેસિપી!

ગરમીની ઋતુમાં રાયતુ શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે, જેથી ડિહાઇડ્રેશનની સમસ્યા પણ ઓછી થઇ જાય છે. ટમેટાનું રાયતુ (Tomato Raita)ની આ રેસિપી…

Trending Food Health & Fitness Lifestyle
Tomato Raita, ઉનાળાની રેસિપી, ગરમી, પેટને રાહત, ડિહાઇડ્રેશન

Lifestyle: ઉનાળામાં એવું ભોજન કરવાની સલાહ આપવામાં આવે છે કે જે હળવું પણ હોય અને સાથોસાથ શરીરને પૂરતી એનર્જી અને પોષણ મળી રહે! આ પૈકી એક છે રાયતુ…અહિં તમને ટમેટાના રાયતાની રેસિપી (Tomato Raita Recipe) અંગે જણાવીશું જેને તમે થોડી જ મિનિટોમાં તૈયાર કરી શકો છો.

ઉનાળામાં હૅલ્થ માટે ઉત્તમ ટમેટાનું રાયતુ

રાયતા કેવળ સ્વાદ જ નથી વધારતા પરંતુ, મોટાથી લઇને નાના બાળકો સૌ કોઇને ઘણા જ પસંદ પડશે. તમે એમને નાસ્તા (Breakfast) અથવા તો લંચ ટાઇમે સાથે સર્વ કરી શકો છો. ઉનાળા (Summer Season)માં એવું ભોજન કરવાની સલાહ આપવામાં આવે છે કે જે હળવું પણ હોય અને સાથોસાથ શરીરને પૂરતી એનર્જી અને પોષણ (Energy & Nutrition) મળી રહે!

આ પૈકી એક છે રાયતુ, જેને દહીંમાંથી તૈયાર કરવામાં આવે છે અને આ એક તદ્દન હૅલ્ધી અને રિફ્રેશિંગ ડિશ છે. રાયતુ સ્વાદમાં સરસ, પચવામાં હળવું અને ઠંડક પ્રદાન કરનારું હોય છે. આથી જ તીવ્ર ગરમીમાં એ પેટને આરામ આપવાનું કામ કરે છે. દહીંમાં હાજર પ્રોબાયોટિક્સ પાચનને બહેતર બનાવે છે જ્યારે એમાં ઉમેરાતા મસાલા અને અન્ય વસ્તુઓ શરીરને આવશ્યક પોષણ પ્રદાન કરે છે.

Tomato Raita, ઉનાળાની રેસિપી, ગરમી, પેટને રાહત, ડિહાઇડ્રેશન

ગરમીની ઋતુમાં રાયતુ શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે, જેથી ડિહાઇડ્રેશન (Dehydration)ની સમસ્યા પણ ઓછી થઇ જાય છે. રાયતુ બનાવવાનું અત્યંત સરળ છે અને એને જુદા-જુદા સ્વાદમાં તૈયાર કરી શકાય છે. આ ગરમીની સિઝનમાં તમે ઘરે ત્રણ પ્રકારના ટેસ્ટી અને હૅલ્ધી રાયતા (Healthy Raita) બનાવી શકો છો. આ રાયતા કેવળ સ્વાદ જ નથી વધારતા પરંતુ, મોટાથી લઇને નાના બાળકો સૌ કોઇને ઘણા જ પસંદ પડશે. તમે એમને નાસ્તા અથવા તો લંચ ટાઇમે સાથે સર્વ કરી શકો છો. અહિં તમને ટમેટાના રાયતાની રેસિપી અંગે જણાવીશું…આ વાનગીને તમે થોડી જ મિનિટોમાં તૈયાર કરી શકો છો.

શી રીતે બનાવશો ટમેટાનું રાયતુ? (Tomato Raita Recipe)

ટમેટાનું રાયતુ બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Tomato Raita, ઉનાળાની રેસિપી, ગરમી, પેટને રાહત, ડિહાઇડ્રેશન

 

સામગ્રી

1 કપ દહીં

1-2 મધ્યમ આકારના ઝીણા સમારેલા ટમેટા

1/2 ચમચી શેકેલો જીરા પાવડર

મીઠું સ્વાદાનુસાર

1 ચમચી કાળા મરી અથવા લાલ મરચું

1 બારીક સમારેલું લીલું મરચું

Tomato Raita, ઉનાળાની રેસિપી, ગરમી, પેટને રાહત, ડિહાઇડ્રેશન

બનાવવાની વિધિ

દહીં (Curd)ને એક બાઉલમાં લઇને સારી રીતે ફેંટી લેવું. દહીં ખાટું ન હોય એનું ધ્યાન રાખવું. હવે એમાં સમારેલા ટમેટા અને ડુંગળી તથા લીલા મરચા ઉમેરીને હળવા હાથે મિક્સ કરી લેવું. ત્યાર બાદ, સ્વાદાનુસાર મીઠું (Salt), શેકેલો જીરા પાવડર અને સમારેલી કોથમીર અને કાળા મરીનો પાવડર અથવા તો લાલ મરચું ઉમેરીને મિક્સ કરી લેવું.

તો તૈયાર છે ઉનાળાની ગરમીમાં રાહત પ્રદાન કરતું ટમેટાનું રાયતુ…તમે એને લંચ અથવા ડિનર સાથે સર્વ કરી શકો છો.


આ પણ વાંચો: પોતે પણ ખાઓ અને બાળકોને પણ ખવડાવો…આ કાળઝાળ ગરમીમાં ફટાફટ બનાવો બુંદીનું રાયતુ..!

આ પણ વાંચો: હળદર કેવળ કિચનનો મસાલો નથી, દવા છે! ન્યુટ્રિશનિસ્ટ પાસેથી જાણીએ એના 8 જાદુઇ સ્વાસ્થ્ય લાભ વિશે…

આ પણ વાંચો: ગરમીમાં દરરોજ કાચી ડુંગળીનું સેવન કરવાની સ્વાસ્થ્ય પર શી અસરો થાય છે? જાણો નિષ્ણાત શું કહે છે?