Lifestyle/ દૂધને ઘટ્ટ કરીને બનાવો સ્વાદિષ્ટ આઇસક્રીમ…કુલ્ફી જેવો સ્વાદ મેળવવા આ ટ્રિક અજમાવો..!

ઉનાળાની ગરમીની સિઝન (Summer Season)માં આઇસક્રીમ ખાવાની મજા જ અલગ હોય છે! તમે ઘરે જ સરળતાથી આઇસક્રીમ (Ice Cream) બનાવી શકો છો…

Trending Food Lifestyle
Ice Cream, રબડી, કુલ્ફી, હોમમેડ રેસિપી

Lifestyle: હર કોઇને આઇસક્રીમનો સ્વાદ પસંદ હોય છે. તમે ઘરે જ દૂધને ઘટ્ટ બનાવીને સરળતાપૂર્વક દૂધનો આઇસક્રીમ બનાવી (Ice Cream Recipe) શકો છો. આનો સ્વાદ તદ્દન રબડી કે કુલ્ફી જેવો લાગશે!

ઉનાળાની ગરમીની સિઝન (Summer Season)માં આઇસક્રીમ ખાવાની મજા જ અલગ હોય છે! બાળકો હોય કે વડીલો…હર કોઇને આઇસક્રીમનો સ્વાદ પસંદ હોય છે. મોટા ભાગે લોકો રાત્રે જમ્યા બાદ આઇસક્રીમ ખાતા હોય છે. આમ તો બજારમાં એના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે પણ તમે ઘરે જ દૂધને ઘટ્ટ બનાવીને સરળતાપૂર્વક દૂધનો આઇસક્રીમ બનાવી શકો છો. આનો સ્વાદ તદ્દન રબડી કે કુલ્ફી (Rabdi or Kulfi) જેવો લાગશે! તો ચાલો જાણી લઇએ ઘરે જ આઇસક્રીમ (Homemade Ice Cream) બનાવવાની સરળ રેસિપી અંગે…

શી રીતે બનાવશો હોમમેડ આઇસક્રીમ? (Homemade Ice Cream Recipe)

આઇસક્રીમ બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Ice Cream, રબડી, કુલ્ફી, હોમમેડ રેસિપી

સામગ્રી

1 લીટર ફુલ ક્રીમ દૂધ

1-2 લીલી ઇલાયચી

સ્વાદાનુસાર ખાંડ

સૂકો મેવો

કલર ફ્લેવર (વૈકલ્પિક)

Ice Cream, રબડી, કુલ્ફી, હોમમેડ રેસિપી

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ કોઇ વાસણમાં દૂધ (Milk)ને ગૅસ પર ઉકાળવા મૂકો.

2. એને ધ્યાનથી વચ્ચે-વચ્ચે ચલાવતા રહેવું જેથી દૂધ વાસણના તળિયે ચોંટે નહિં, જો આમ થશે તો દૂધમાં વાસ બેસી જશે!

3. દૂધ હળવું ઘટ્ટ થઇ જાય પછી એમાં ડ્રાય ફ્રુટ્સની કતરણ ઉમેરી દો. સાથે જ લીલી ઇલાયચીના દાણાને વાટીને ઉમેરી દો.

4. આમાંથી થોડો સૂકો મેવો બચાવીને રાખવો જેથી આઇસક્રીમ પર સજાવટ કરી શકાય.

5. હવે એમાં સ્વાદાનુસાર ખાંડ ઉમેરો અને ફરીથી દૂધને પકાવો.

6. દૂધ ઠંડુ થાય ત્યારે એમાં ફૂડ કલર (Food Color) મિક્સ કરી લો. તમે ન ઇચ્છો તો આ સ્ટેપ સ્કિપ કરી શકો છો અથવા એના સ્થાને વેનિલા એસેન્સ (Vanilla Essence) પણ ઉમેરી શકો છો.

7. દૂધ અડધા જેટલું ઘટ્ટ થાય પછી એને આઇસક્રીમના મોલ્ડમાં નાખીને ઉપર સૂકો મેવો (Dry Fruits) ભભરાવીને ગાર્નિશ કરો.

8. હવે એને ફ્રીઝરમાં 4-5 કલાક સુધી જમાવવા માટે રાખી દો.

આમાં તમે 2-3 ચમચી કોર્ન ફ્લોર (Corn Flour)ને પણ દૂધમાં મિક્સ કરીને ઉમેરી શકો છો. જો વધુ રિચ બનાવવા માગતા હો તો એમાં મિલ્ક પાવડરને પણ ઉમેરી શકો છો.

તો તૈયાર છે તમારો ઠંડો-ઠંડો આઇસક્રીમ…જેનો સ્વાદ કુલ્ફી કે રબડી જેવો આવશે…બધા તમારી પ્રશંસા કરતા થાકશે નહિં!


આ પણ વાંચો: પોતે પણ ખાઓ અને બાળકોને પણ ખવડાવો…આ કાળઝાળ ગરમીમાં ફટાફટ બનાવો બુંદીનું રાયતુ..!

આ પણ વાંચો: ગરમીમાં દરરોજ કાચી ડુંગળીનું સેવન કરવાની સ્વાસ્થ્ય પર શી અસરો થાય છે? જાણો નિષ્ણાત શું કહે છે?

આ પણ વાંચો: શું તમે ક્યારેય સુરતી પનીર ગોટાળોનો સ્વાદ ચાખ્યો છે? જાણો રેસીપી