જયારે જયારે પગાર ક્રેડિટ થઇ ગયો હોય તેવો મેસેજ આવે છે ત્યારે ખૂબ જ ખુશી અને આનંદ છવાઈ જાય છે. પગાર આવતાની સાથે જ એવું લાગે કે દુનિયા મને મળી ગઈ છે. મહિનો કામ કર્યા બાદ જે સેલેરી મળે છે તેના પર આપણા જીવવાનો અધિકાર હોય છે. આપણે તે જ પગારના રૂપિયાની આપણી જરૂરિયાતો પૂર્ણ કરતા રહેતા હોઈએ છે.
શું તમને તમારા પહેલા પગાર અંગે કઈ યાદ છે ખરું? જયારે આપણને પહેલો પગાર મળે છે ત્યારે ચહેરા પર ખૂબ જ ખુશી અને રોનક જોવા માટે મળે છે. સોશિયલ મીડિયા પર થોડાક સમયથી એક વિડીયો વાઈરલ થઇ રહ્યો છે જેમાં દેખાઈ રહ્યું છે કે, એક છોકરીને સેલેરી મળ્યા બાદ તે કેટલી ખુશ દેખાઈ રહી છે.
આ વાઈરલ વિડીયો સોશિયલ મીડિયા પર દેખાઈ રહ્યો છે. જેમાં છોકરી ATM સામે ઉભી છે અને રૂપિયા બહાર આવે તેની રાહ જોઈ રહી છે. જ્યાં સુધી રૂપિયાની ગણતરી થઈને બહાર આવે છે ત્યાં સુધી છોકરી ડાન્સ કરતા નજરે પડી રહી છે. આવી ઘટનાને જોઇને આપને પણ પોતાના દિવસો પણ યાદ આવી રહ્યા હશે કે, કેવી રીતે પહેલો પગાર હાથમાં આવતાની સાથે જ ઝૂમી ઉઠયા હતા. આ ઉપરાંત પહેલો પગાર ક્યારે આવશે તેની રાહ જોઇને પણ બેઠા રહેતા હોય છે કે, ક્યારે પહેલો પગાર આવે તેમ !
જુઓ, આ વાઈરલ વિડીયો :
View this post on Instagram
