Ajab Gajab News/ ગજબ થઇ ગયો…માછલીએ ચલાવી ગાડી…સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ…ગોલ્ડફિશની 40 ફીટની યાત્રા..!!

‘બ્લબ’ નામની એક માછલી (Gold Fish)એ એક જ મિનિટમાં મોશન-સેન્સિંગ ગાડીમાં સૌથી વધારે અંતર પાર કરવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે!!

Ajab Gajab News Trending
Gold Fish, ગાડી, ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ, Driving, સેન્સર

Ajab Gajab News: કોઇ પણ વર્લ્ડ રેકોર્ડ બનાવવો સરળ હોતું નથી! એના માટે ઘરખમ મહેનત પડે છે, તમે માણસોને તો અનેક યૂનિક કામ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવતા જોયા હશે પણ ક્યારેય વિચાર્યુ છે કે એક માછલી, એક ગોલ્ડફિશ (Gold Fish) કોઇ વર્લ્ડ રેકોર્ડ બનાવી શકે ખરી? આ કિસ્સો હમણા જ ઘણો ચર્ચામાં છે, જેમાં એક સોનેરી માછલી અર્થાત્ ગોલ્ડફિશે ગાડી ચલાવવાનો વર્લ્ડ રેકોર્ડ (Driving World Record) બનાવ્યો છે અને એ પછી એનું નામ ‘ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ’માં નોંધાઇ ચૂક્યું છે!

Gold Fish, ફિશ, ગાડી, વર્લ્ડ રેકોર્ડ, Driving

ગોલ્ડફિશ દ્વારા ગાડી ચલાવવાનો વર્લ્ડ રેકોર્ડ (Gold Fish Driving Car)

‘બ્લબ’ નામની આ માછલી (Blub Gold Fish)એ એક જ મિનિટમાં મોશન-સેન્સિંગ ગાડીમાં સૌથી વધારે અંતર પાર કરવાનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે અને એનું શ્રેય એના માલિકને ફાળે જાય છે. અમેરિકાના ન્યૂયોર્ક પોસ્ટના એક રિપોર્ટ અનુસાર, નેધરલેન્ડના એક એન્જીનિયર થોમસ ડી. વુલ્ફ (Thomas D. Wolf)એ એક એવું ચાર પૈડાનું વાહન બનાવ્યું કે જેમાં, પાણીની એક ટેન્ક પણ હોય અને એ ગોલ્ડફિશની હરકતો દ્વારા સંચાલિત થાય! એવું કહેવાય છે કે, આ ગોલ્ડફિશે કુલ મળીને 40 ફીટ અને 3.46 ઈંચની યાત્રા પૂરી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે!

Gold Fish, ફિશ, ગાડી, વર્લ્ડ રેકોર્ડ, Driving

અનોખી ગાડીમાં લાગેલા છે મોશન-સેન્સિંગ કેમેરા

થોમસે ગોલ્ડફિશ પ્રજાતિની બ્લબ માછલી માટે જે ચાર પૈડાવાળું વાહન બનાવ્યું એમાં મોશન-સેન્સિંગ કેમેરો (Motion-sensing Cameras) પણ લાગેલો છે, આથી જ્યારે પણ માછલી પોતાના ટેન્કની એક તરફ જાય ત્યારે કાર એ દિશામાં ચાલવા લાગે છે. થોમસે ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ (Guinness Book of World Records)ને જણાવ્યું હતુ કે, “સામાન્ય રીતે મારું કામ ઘણું નીરસ હોય છે આથી હું કંઇક એવું બનાવવા ઇચ્છતો હતો જે લોકોનું મનોરંજન કરે અને મારા ‘સિરિયસ’ કામને કંઇક મજેદાર કામમાં બદલી શકે! આનો ઉદ્દેશ્ય લોકોને એવું દર્શાવવાનો છે કે આ પ્રકારની ટેકનિકથી શું પ્રાપ્ત થઇ શકે છે, ભલે ને પછી એવું જરુરી નથી કે, એ કોઇ ‘ગંભીર વસ્તુ જ હોય’!

Gold Fish, ફિશ, ગાડી, વર્લ્ડ રેકોર્ડ, Driving

આ આવિષ્કારથી માણસોને પણ મદદ મળી શકે છે

અનોખા વિચારો વાળા આ એન્જીનિયરે આ વર્ષે 23 જાન્યુઆરીએ ઇટલીના મિલાન (Milan,Italy)માં ગિનીઝ વર્લ્ડ રેકોર્ડઝના સહયોગી ટીવી શો ‘લો શો દેઈ રેકોર્ડ’ માં ‘બ્લબ’ માછલી સાથે આ રેકોર્ડ બનાવ્યો હતો જે અત્યારે વાયરલ થઇ રહ્યો છે.

આ શોના હોસ્ટે જણાવ્યું હતુ કે, “થોમસના આવિષ્કારથી શારીરિક રુપે અક્ષમ વ્યક્તિઓને પણ ગાડી ચલાવવામાં મદદ મળી શકે છે.” આ અંગે, થોમસે પણ એમાં હાજીયો પૂરાવતા કહ્યું હતુ કે, “જો હું એક દિવસ હરવા-ફરવામાં અશક્તિમાન લોકોની મદદ કરી શકું તો મને ઘણો આનંદ થશે!”

આ દરમિયાન, એણે મજાકિયા સૂરમાં અફસોસ જતાવતાં એમ પણ કહ્યું હતુ કે, “આ રેકોર્ડ તોડ કૃત્યની એક જ સમસ્યા છે અને તે એ છે કે, ‘બ્લબ’ને હું શી રીતે સમજાવું કે એણે વર્લ્ડ રેકોર્ડનો ખિતાબ જીત્યો છે!”


આ પણ વાંચો: નવા વર્ષની ઉજવણીનો ઈતિહાસ 5 હજાર વર્ષ પ્રાચીન…દુનિયાભરમાં ઉજવણીની અજબ પરંપરા…

આ પણ વાંચો: હળાહળ કળિયુગ….પિતાએ સાવકી દીકરી સાથે કર્યા લગ્ન!! અન્ય કિસ્સામાં બહેન ભાઈ સાથે ફરાર…!!

આ પણ વાંચો: