ગુજરાત રાજ્યનું પ્રથમ પેપરલેસ બજેટ આજે રજૂ કરવામાં આવશે. જેમાં નાણાકીય વર્ષ 2021-22 નું બજેટ ઓનલાઇન જોઇ શકાશે. કેન્દ્ર સરકારનાં પેપરલેસ બજેટ બાદ ગુજરાત સરકારે પણ આ રીતે બજેટ રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. આપને જણાવી દઇએ કે, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ 9મી વખત બજેટ રજૂ કરશે. વળી આ બજેટ દરમિયાન 120 ધારાસભ્યો ગૃહમાં હાજર હશે.

પ્રમુખ મુદ્દાઓ
નાણાંકીય બજેટ 2021-22માં નીતિન પટેલની મોટી જાહેરાત
* ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું 2.27 લાખ કરોડનું બજેટ રજૂ કરાયું
* આ વખતે વેરામાં કોઇ નવો વધારો નહીં કરાય,કોરોનાને કારણે નિર્ણય
* સરકારી કચેરી-બોર્ડ નિગમમાં બે લાખ યુવાનોની થશે ભરતી
* 4 લાખ ખેડૂતોને ડ્રમ-1-પ્લાસ્ટિકનાં 2 ટોલક વિનામુલ્યે અપાશે
* એસ.ટી બસ ફ્રી પાસ કન્સેશન માટે 205 કરોડની ફાળવણી
* જેનો લાભ રાજ્યનાં 11 લાખ વિદ્યાર્થીઓને મળશે
* જૂની શાળાને હેરિટેજ કરવા રૂ.20 કરોડની ફાળવણી
* નવી સિવિલ અપગ્રેડ કરવા રૂ.87 કરોડની ફાળવણી
* દર્દીઓની સુવિધા વધારવા નવી 150 એમ્યુલન્સ 108 શરૂ કરાશે
* અમદાવાદ-ગાંધીનગર સિક્સ લેન પ્રોજેકટ માટે રૂ.2620 કરોડની જોગવાઇ
* ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવું સંકુલ બનાવાશે
* એસ.ટી નિગમ દ્વારા પ્રથમ વખત 50 ઇલેકટ્રિક બસો દોડાવાશે
* રાજકોટમાં મેડિકલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થપાશે
* માતાનાં મઢ વિકાસ કાર્ય માટે 25 કરોડનો પ્રોજેકટ
* પોલીસતંત્રની પેટ્રોલિંગ સુવિધા સઘન બનાવાશે
* 876 નવા વાહનોની ખરીદી કરાશે,50 કરોડની જોગવાઇ
Update 01.10 PM
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂ. ૧૧,૩૨૩ કરોડની જોગવાઈ
- રાજ્યમાં ૯૨૩૧ પેટા આરોગ્ય કેન્દ્રો, ૧૪૭૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૩૨૧ શહેરી આરોગ્ય કેન્દ્રો અને ૩૪૮ સામુદાયિક આરોગ્ય કેન્દ્રો દ્વારા આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આરોગ્યક્ષેત્રે વિકસાવવામાં આવેલી આ પાયાની સુવિધાઓના કારણે રાજય સરકારે આરોગ્ય સૂચકાંકમાં ખૂબજ સારો સુધારો હાંસલ કરેલ છે.
- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી જન-આરોગ્ય યોજના અને રાજય સરકારની મુખ્યમંત્રી મા-વાત્સલ્ય યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરીવારો માટે ખૂબ જ આશીર્વાદરૂપ પુરવાર થયેલ છે. આ યોજના દ્વારા લાભાર્થીઓને વાર્ષિક રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર વિના મૂલ્ય આપવામાં આવે છે. આ યોજના માટે જોગવાઈ રૂ. ૧૧૦૬ કરોડ.
- રાજ્યમાં ઓછા વજન સાથે જન્મતા બાળકોને વિના મુલ્ય સારવાર પૂરી પાડતી યોજના બાલસખા-૩ માટે રૂ. ૧૪૫ કરોડની જોગવાઈ.
- નવી સિવિલ હોસ્પિટલ, અમદાવાદની સુવિધાઓને અપગ્રેડ કરવા માટે રૂ.૮૭ કરોડની જોગવાઈ.
- પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત સગર્ભા માતાઓને સહાય માટે રૂ.૬૬ કરોડની જોગવાઈ.
- ભારત સરકારના સહયોગથી ગોધરા અને મોરબી ખાતે બનાવવામાં આવનાર નવી મેડિકલ કોલેજના બાંધકામ અને હોસ્પિટલોને અપગ્રેડ કરવા માટે ૫૦ કરોડની જોગવાઈ.
- ખૂબજ લોકપ્રિય અને ઉપયોગી બનેલ ૧૦૮ એબ્યુલન્સ સર્વિસમાં હાલ ૬૨૨ એબ્યુલન્સ વાન કાર્યરત છે. નવી ૧૫૦ એબ્યુલન્સ વાન સેવારત કરવા રૂ. ૩૦ કરોડની જોગવાઈ.
- સુરત ખાતે કિડની હોસ્પિટલને અદ્યતન બનાવવા માટે સાધન સામગ્રી અને માનવ સંશાધન ઉપલબ્ધ કરાવવા માટે રૂ. ૨૫ કરોડની જોગવાઈ
- રસીકરણની કામગીરી સુચારુરૂપથી કરવા માટે રાજ્યકક્ષાએ ખાસ રસીકરણ સેલ ઉભો કરવામાં આવશે. વધુમાં ૯ જિલ્લામાં મેડિકલ વેક્સીન સ્ટોરના બાંધકામ માટે રૂ.૩ કરોડની જોગવાઇ.
- ૨૦ સિવિલ હોસ્પિટલો ખાતે આર્યુવેદિક પદ્ધતિથી પંચકર્મ સારવાર પૂરી પાડવા ડે-કેર પંચકર્મ સેન્ટર શરૂ કરવામાં આવશે.
Update 12.58 PM
શિક્ષણ વિભાગ માટે કુલ રૂ. ૩૨,૭૧૯ કરોડની જોગવાઇ
- શિક્ષણ એ સતત વિકાસની પ્રક્રિયા છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા શિક્ષણ આગામી સમયની જરૂરિયાત ધ્યાને લઇ ક્રાંતિકારી ફેરફારો સૂચવવામાં આવ્યા છે. માતૃભાષામાં શિક્ષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ સાથે આધુનિક યુગને અનુરૂપ શિક્ષણ પદ્ધતિને પરિવર્તનશીલ બનાવવામાં આવેલ છે. મિશન સ્કૂલસ ઓફ એકસેલન્સ ગુજરાતના વિદ્યાર્થીઓને અદ્યતન શિક્ષણ પ્રદાન કરવાની દિશામાં મહત્ત્વનું પગલું છે.
- બાળકોના સર્વગ્રાહી વિકાસ સાથે ઉત્તમ શિક્ષણ પ્રદાન કરવા માટે ૩૪૦૦ શાળાઓમાં જરૂરી તમામ સુવિધાઓ વિકસાવવા પાંચ વર્ષ માટે રૂ. ૧૨૦૭ કરોડનું આયોજન.
- ધોરણ-૧ થી ૮ ના આશરે ૪૫ લાખ બાળકોને મધ્યાહન ભોજન યોજના, અન્ન સંગમ
યોજના, દૂધ સંજીવની યોજના અને સુખડી યોજના અંતર્ગત કુલ રૂ. ૧૦૪૪ કરોડની જોગવાઇ. - રાઇટ-ટુ-એજયુકેશન એક્ટ અંતર્ગત રાજયમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર
વિદ્યાર્થીઓ માટે રૂ. ૫૬૭ કરોડની જોગવાઇ. - મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને ટયુશન ફી તથા હોસ્ટેલ અને ભોજન ખર્ચમાં શિષ્યવૃત્તિ સહાય રૂપે રાહત પૂરી પાડવા માટે રૂ. ૨૮૭ કરોડની જોગવાઈ.
- ૧૧ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને એસ.ટી. બસ ફ્રી પાસ કન્સેશન માટે રૂ. ૨૦૫ કરોડની જોગવાઇ.
- કોલેજનાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા અંદાજીત ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા રૂ. ૨૦૦ કરોડની જોગવાઈ.
- હયાત નિવાસી શાળાઓ જેવી કે, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, મોડેલ સ્કૂલ અને આશ્રમ શાળાઓ ખાતે ઉત્તમ પ્રકારનું નિવાસી શિક્ષણ મળે તે હેતુથી વિશાળપાયે માળખાગત સુવિધાઓ ઊભી કરવાની યોજના માટે રૂ. ૮૦ કરોડની જોગવાઇ.
- રાજ્યની ૨૦૦૦ પ્રાથમિક શાળાઓ ખાતે વીજળીકરણ અને પીવાના પાણીની સુવિધા માટે રૂ. ૭૨ કરોડની જોગવાઇ.
- માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ ઓગણીસ લાખ કરતાં વધુ વિધાર્થીઓને વિનામૂલ્યે પાઠયપુસ્તકો પૂરાં પાડવા રૂ. ૬૫ કરોડની જોગવાઇ
- જે બાળકોના ઘરનું અંતર તેમની શાળાથી ૧ કીલોમીટર કરતાં વધુ હોય તેવા દોઢ લાખથી વધુ બાળકોને વાહનવ્યવહારની સુવિધા આપવા માટે રૂ. ૬૦ કરોડની જોગવાઇ
- ઐતિહાસિક મહત્ત્વ અને વિશેષ પ્રકારના વારસાગત સ્થાપત્ય ધરાવતી ખૂબ જૂની શાળાઓનું મહત્ત્વ અનેરુ છે. આ શાળાઓને હેરિટેજ સ્કૂલ તરીકે નવીનીકરણ કરવા માટે રૂ. ૨૫ કરોડની જોગવાઇ.
- રાજ્યની વિવિધ યુનિવર્સિટી ખાતે પીએચડી ડિગ્રી માટે સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે રૂ. ૨૦ કરોડની જોગવાઈ
- વિદ્યાર્થીઓમાં સુષુપ્તાવસ્થામાં રહેલ શોધ ભાવનાને પ્રોત્સાહન આપી અવનવા સર્જનથી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ વિકસાવવા માટે પહેલ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. આ નીતિ અંતર્ગત અંદાજીત ૧૪ લાખ વિદ્યાર્થીઓ માટે રૂ. ૨૦ કરોડની જોગવાઇ.
- આઈઆઈટી એન્જિનીયરીંગ અને મેડિકલ પ્રવેશ પરીક્ષા તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે રાજયની સરકારી અને અનુદાનિત શાળાઓમાં ઘોરણ-૧૧ અને ૧૨માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને નિવાસી શિક્ષણની વ્યવસ્થા અને ઓનલાઇન ડિસ્ટન્સ લર્નિગની સુવિધા પૂરી પાડવાની યોજના માટે રૂ. ૨૦ કરોડની જોગવાઇ.
- અભિરૂચી ધરાવતાં બાળકોને સંસ્કૃત શિક્ષણમાં જોડવા પ્રોત્સાહન આપવા અને શ્રેષ્ઠ આચાર્યો તૈયાર કરવાના હેતુથી ૩૭ સંસ્કૃત પાઠશાળાઓના સુદ્દઢીકરણ માટે મિશન ગુરૂકુળ યોજના અંતર્ગત રૂ. ૧૦ કરોડની જોગવાઇ.
Update 12.51 PM
સૂક્ષ્મ સિંચાઈ
સૂક્ષ્મ સિંચાઇ યોજનાનું અમલીકરણ કરવા માટે મે-૨૦૦૫ થી ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપનીની સ્થાપના કરવામાં આવેલ છે. રાજ્ય સરકારની આ કંપની દ્વારા ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ નંખાવનાર વિવિધ વર્ગના ખેડૂતોને ૭૦ થી ૯૦ ટકા સબસીડી આપવામાં આવે છે. જેનો લાભ લઇ અત્યાર સુધીમાં ઓગણીસ લાખ સડસઠ હજાર હેકટર જમીનમાં ખેડૂતોએ સૂક્ષ્મ સિંચાઈ વ્યવસ્થા ઊભી કરેલ છે. સૂક્ષ્મ સિંચાઇ વ્યવસ્થાનો અમલ કરવામાં ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે છે. આગામી વર્ષે વધુ એક લાખ સત્યાવીસ હજાર હેક્ટર વિસ્તાર સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ હેઠળ આવરી લેવા માટે જોગવાઇ રૂ. ૬૭૯ કરોડ.
Update 12.49 PM
નર્મદા યોજના
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજના થકી નર્મદાનું પાણી ૧૭ લાખ ૯૨ હજાર હેક્ટર વિસ્તારને વાર્ષિક સિંચાઇના હેતુસર પૂરું પાડવા માટે વિશાળ નહેર માળખાના કામો પૂર્ણતાના આરે છે. મુખ્ય નહેરનું કામ ૧૦૦%, શાખા નહેરનું કામ ૯૭%, વિશાખા નહેરનું કામ ૯૫%, પ્રશાખા નહેરનું કામ ૯૧%, અને ખેડૂતોના સહકાર સાથે કરવાની થતી પ્રપ્રશાખા નહેરનું કામ ૮૭% પૂર્ણ થયેલ છે. જેના દ્વારા ખરીફ સિઝન દરમ્યાન પિયત વિસ્તારમાં ખેડૂતોને પૂરતું પાણી આપવામાં આવેલ છે અને રવિ સિઝનમાં પાણી આપવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર યોજનાના જરૂરી કામોને પૂર્ણ કરવા માટે રૂ. ૭૩૭૦ કરોડની જોગવાઈ.
Update 12.48 PM
કલ્પસર પ્રભાગ માટે રૂ.૧૫૦૧ કરોડની જોગવાઈ
ભાડભૂત બેરેજ યોજના
નર્મદા નદીનું મીઠું પાણી અત્યારે ભરૂચ પાસે બિન ઉપયોગી રીતે દરીયામાં વહી જાય છે. તેનો સંગ્રહ કરી મીઠા પાણીનું સરોવર બનાવી ભરૂચ-અંકલેશ્વર વિસ્તારની ખારી થતી જમીનને બચાવવા અને આ વિસ્તારમાં દરિયાઇ ભરતીના કારણે ખારા થતાં પાણીની ગુણવત્તા સુધારવા ભરૂચ અને અંકલેશ્વર પાસે આવેલ ભાડભૂત નજીક નર્મદા નદી ઉપર રૂ. ૫૩૨૨ કરોડની અંદાજીત ખર્ચની ભાડભૂત યોજનાની કામગીરી શરૂ કરેલ છે. આગામી ચાર વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે. આ બેરેજમાં પ૯૯ મિલીયન ઘનમીટર મીઠા પાણીનો સંગ્રહ કરી શકાશે જેના કારણે નર્મદા નદીમાં ૭૦ કિલોમીટર લંબાઈમાં ખારાશ અટકશે. આ વિશાળ મીઠા પાણીના સરોવરથી ભરૂચ જિલ્લાને વ્યાપક રીતે લાભ થશે. વધુમાં, ભાડભૂત બેરેજ ઉપર ૬ માર્ગીય બ્રિજ બનાવવાનું આયોજન હોવાથી દહેજથી હજીરા-સુરત વચ્ચેના અંતરમાં ૩૭ કિલોમીટરનો ઘટાડો થશે. બેરેજની આ કામગીરી માટે રૂ.૧૪૫૩ કરોડની જોગવાઇ.
Update 12.44 PM
આદિજાતિ વિસ્તાર માટે કુલ જોગવાઈ રૂ. ૧૩૪૯ કરોડ
- ઉકાઇ જળાશય આધારિત સોનગઢ, ઉચ્છલ, નીઝર અને કુકરમુંડા તાલુકાના અંદાજે ૨૭,૨૦૦ હેક્ટર વિસ્તારને લાભ આપવા માટેની રૂ. ૯૬૨ કરોડના ખર્ચે સોનગઢ ઉચ્છલ-નીઝર ઉદ્વવહન પાઇપલાઇનનું આયોજન છે. જેના માટે રૂ. ૩૩૦ કરોડની જોગવાઈ.
- સુરત જિલ્લામાં રૂ. પ૯૦ કરોડના ખર્ચે કાકરાપાર-ગોરધા-વડ ઉદ્વવહન પાઇપલાઇન યોજના પૂર્ણ કરી માંગરોળ અને માંડવી તાલુકાના આશરે ૧૯,૮૦૦ હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ આપવામાં આવેલ છે.
- પંચમહાલ જિલ્લાના શહેરા, ગોધરા, કાલોલ અને ઘોઘંબા તેમજ મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિસ્તારમાં પાનમ જળાશય અને ઉચ્ચસ્તરીય કેનાલ આધારિત યોજનાઓ માટે રૂ. ૧૮૫ કરોડની જોગવાઈ.
- સુરત જિલ્લાના ઉમરપાડા તથા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ૭૩ ગામોના ૨૧૭૫૦ હેકટર વિસ્તારમાં સિંચાઈ સુવિધાનો લાભ આપવા માટે રૂ.૭૧૧ કરોડની તાપી-કરજણ લિંક પાઇપલાઇન યોજનાના કામો પ્રગતિ હેઠળ છે, જેના માટે રૂ. ૧૫૦ કરોડની જોગવાઇ
- કડાણા જળાશય આધારિત કડાણા-દાહોદ પાઇપ લાઇનનું વિસ્તૃતિકરણ કરી દાહોદ જિલ્લાના સંજેલી, સીંગવડ, ધાનપુર અને દેવગઢબારીયા તાલુકાઓના સિંચાઇથી વંચિત રહેલા વધુ ૪૫૦૦ હેક્ટર આદિવાસી વિસ્તારને આવરી લેવા માટે અંદાજીત રૂ.૨૨૬ કરોડની ઉદ્વવહન સિંચાઈ યોજનાનું આયોજન કરેલ છે. જેના માટે રૂ. ૧૧૦ કરોડની જોગવાઈ.
- કરજણ જળાશય આધારિત દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લાનો નાંદોદ તાલુકો, સુરત જિલ્લાનો માંગરોળ અને ભરૂચ જિલ્લાના ઝઘડીયા, વાલીયા અને નેત્રંગ તાલુકા વિસ્તારમાં ૭૫૦૦ હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ આપવા રૂ. ૪૧૮ કરોડની પાઇપલાઇન યોજના પૂર્ણ કરવા માટે રૂ. ૩૬ કરોડની જોગવાઈ.
Update 12.40 PM
જળસંપત્તિ વિભાગ માટે રૂ. ૫૪૯૪ કરોડની જોગવાઈ
એક સમયે આપણું રાજ્ય પાણીની અછત ધરાવતા રાજ્ય તરીકે ઓળખાતું હતું. અમારી સરકારના જળ સંસાધન માટેના છેલ્લા ૨૫ વર્ષોના કુનેહભર્યા પ્રયત્નોથી આજે ગુજરાત વોટર મેનેજમેન્ટ માટે સમગ્ર દેશમાં રોલ મોડેલ બન્યું છે. હું આનંદ સાથે આ સન્માનનીય ગૃહના ધ્યાને મુકવા માંગુ છુ કે નીતિ આયોગ દ્વારા ગુજરાતને કોમ્પોઝીટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષમાં છેલ્લા ૩ વર્ષથી સતત પ્રથમ સ્થાન આપવામાં આવેલ છે.
- રાજ્યની મહત્વકાંક્ષી સૌની યોજનાના પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થયેલ છે. બીજા તબક્કાની કામગીરી મહદ્દઅંશે પૂર્ણ થયેલ છે. રાજકોટ શહેરની જીવાદોરી સમાન આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં નર્મદાનું પાણી ભરવામાં આવેલ છે તથા ભાવનગર શહેરના પીવાના પાણી માટે મહત્ત્વના સ્ત્રોત બોર તળાવને સૌની યોજના હેઠળ સમાવેલ છે. આ યોજનાના ત્રીજા તબક્કા માટે રૂ.૧૦૭૧ કરોડની જોગવાઇ.
- અટલ ભુજલ યોજના હેઠળ ૫ વર્ષના સમયગાળા માટે રૂ. ૭૫૭ કરોડની જોગવાઇ.
- રાજ્યમાં ચેકડેમ, તળાવો ઊંડા કરવા અને નવા બનાવવા જળસંચય યોજનાઓના કામો માટે રૂ. ૩૧૨ કરોડની જોગવાઇ.
- બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાખણી, ડીસા અને દાંતીવાડા તાલુકાના આશરે ૬૦૦૦ હેકટર વિસ્તારને લાભ આપતી થરાદથી સીપુ ડેમ સુધીની પાઈપલાઈનની યોજના પ્રગતિ હેઠળ છે. જેના માટે રૂ.૨૨૬ કરોડની જોગવાઈ
- સાબરમતી નદી પર હિરપુરા અને વલાસણા બેરેજના પ્રગતિ હેઠળના કામ માટે વધુ રૂ. પ૦ કરોડની જોગવાઇ
- સુજલામ સુફલામ યોજના હેઠળ હયાત પાઇપલાઇનથી ૨ કિલોમીટરની મર્યાદામાં આવતા ૭૩૭ તળાવોમાં પાણી આપવામાં આવે છે. હવે ખેડૂતોની માંગણી ધ્યાને લઇ આ પાઇપલાઇનથી ૩ કિલોમીટરની મર્યાદામાં આવતા વધારાના નવા ૨૯૫ તળાવોમાં પાણી આપવા માટે પાઇપલાઇન નાખવામાં આવશે. જેના માટે રૂ. ૧૦ કરોડની જોગવાઈ.
Update 12.36 PM
સહકાર
- રાજ્યના ખેડૂતો દ્વારા લેવામાં આવેલ પાક ધિરાણ ઉપર સમય મર્યાદામાં પાક ધિરાણ
ભરપાઇ કરતાં ખેડૂતોને વધારાની વ્યાજ રાહત આપી શૂન્ય ટકા વ્યાજની પાક ધિરાણ યોજના માટે રૂ. ૧૦૦૦ કરોડની જોગવાઇ.
Update 12.34 PM
કૃષિ બજાર વ્યવસ્થા
- ખરીદ વેચાણ અને સંગ્રહ વ્યવસ્થા યોજના હેઠળ રૂ. ૭૮ કરોડની જોગવાઈ.
- તાલુકા અને જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘોના વિવિધ પ્રોજેકટ માટે ૫૦ ટકા કેપિટલ સહાયની યોજના હેઠળ રૂ. ૬ કરોડની જોગવાઇ.
Update 12.32 PM
મત્સ્યોદ્યોગ
- દરિયાઈ વિસ્તારનાં ૧૦ હજાર માછીમારોને હાઇસ્પીડ ડીઝલ ઓઇલ પરની વેટ માફી યોજનાનો લાભ આપવા માટે રૂ. ૧૫૦ કરોડની જોગવાઇ.
- નવાબંદર, માઢવાડ, વેરાવળ, પોરબંદર અને સુત્રાપાડા મત્સ્ય બંદરોનો વિકાસ તથા કુદરતી આફતો સામે બોટ પાર્કિંગ સુવિઘાઓ, મત્સ્ય પકડાશના સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે જરૂરી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા રૂ.૯૭ કરોડની જોગવાઈ.
- દરિયાકાંઠાના વિસ્તારના માછીમારોને ઓ.બી.એમ. મશીનની ખરીદી ઉપર સહાય આપવા રૂ. ૧૫ કરોડની જોગવાઇ.
- ચોરવાડ અને ઉમરસાડી વિસ્તારમાં મત્સ્ય ઉતરાણ માટે ફલોટીંગ જેટી બનાવવા રૂ. ૫ કરોડની જોગવાઇ.
- માછીમાર ભાઈઓને જમ્બો પ્લાસ્ટિક કેટ તથા મેન્યુઅલ મટિરિયલ હેન્ડલીંગ સ્ટેકર ખરીદી ઉપર સહાય આપવા માટે રૂ. ૩ કરોડની જોગવાઇ.
- જળાશયોમાં કેજ કલ્ચરની આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી મત્સ્ય ઉત્પાદનમાં વઘારો કરવા માટે સહાય આપવાની યોજના હેઠળ રૂ. ૨ કરોડની જોગવાઇ.
Update 12.30 PM
કૃષિ સંશોધન અને શિક્ષણ-રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ
- રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હસ્તક કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા માટે રૂ. ૬૯૮ કરોડની જોગવાઇ.
- કામઘેનુ યુનિવર્સિટી હસ્તક સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા માટે રૂ. ૧૩૭ કરોડની જોગવાઇ.
Update 12.25 PM
પશુપાલન
- • ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે દૂધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના, બકરાં એકમની સ્થાપના માટે રૂ. ૮૧ કરોડની જોગવાઇ.
- ૧૦ ગામદીઠ ૧ ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે રૂ. ૪૩ કરોડની જોગવાઈ.
- ગૌશાળાઓ કે પાંજરાપોળો માટે ગૌચર સુધારણા જેવી વિવિધ યોજનાઓની કામગીરી કરવા ગૌ-સેવા અને ગૌચર વિકાસ બોર્ડ માટે રૂ. ૨૫ કરોડની જોગવાઈ.
- મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના માટે રૂ. ૨૦ કરોડની જોગવાઈ.
- રાજ્યમાં પશુઓ માટે દાણ ખરીદીની સહાય માટે રૂ. ૨૦ કરોડની જોગવાઈ
- કરુણા એનિમલ એમ્બુલન્સ-૧૯૬૨ હેલ્પ લાઇનની સેવાઓ માટે રૂ. ૭ કરોડની જોગવાઈ.
- દુધાળા ગીર-કાંકરેજ ગાયોના પશુના ફાર્મની સ્થાપના અને દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ દ્વારા સ્વરોજગારી ઉભી કરવાની યોજના માટે રૂ. ૩ કરોડની જોગવાઈ
Update 12.21 PM
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ.૭૨૩૨ કરોડની જોગવાઈ
- વાવણી થી કાપણી સુધીના તબક્કા હોય કે પછી ખેત પેદાશો બજાર સુધી પહોંચાડવાની વાત હોય ગુજરાત સરકાર હંમેશા ખેડુતોના પડખે ઉભી રહી છે.
- આપણા ખેડૂત ભાઇઓને હું મારા દિલથી અભિનંદન પણ આપવા માંગુ છું કે તેઓએ કોરોના આ કાળમાં અન્ન અને શાકભાજીની ખોટ પડવા ન દીધી. રાજ્યના ખેડૂતોને વધુ સક્ષમ, સંસાધના સભર અને સફળ બનાવવા અમારી સરકાર સદાય પ્રયત્નશીલ છે.
- રાજ્યના 4 લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટોકર (ટબ) વિના મૂલ્ય આપવાની યોજના માટે રૂ. ૮૭ કરોડની જોગવાઈ
- ફૂડ પ્રોસેસિંગ માટે એકમ દીઠ રૂ. ૧૦ લાખની સહાય માટે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત રૂ. ૮૨ કરોડની જોગવાઈ
- બીજ ઉત્પાદક ખેડૂતોને ઉત્તેજન આપવા ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ફાઉન્ડેશન તેમજ સર્ટિફાઇડ બીજ ઉત્પાદન માટે સહાય આપવા રૂ. ૫૫ કરોડની જોગવાઈ
- એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ ક્લસ્ટરના વિકાસ માટેની યોજના થકી પ્રભાવશાળી બેકવર્ડ અને ફોરવર્ડ લીંકેજીસની જરૂરિયાતો પૂર્ણ કરવા રૂ. ૫૦ કરોડની જોગવાઇ.
- ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાના ઉદ્દેશથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા પ્રથમ વર્ષે રૂ. ૧૦ હજાર તથા બીજા વર્ષે રૂ. ૬ હજાર નાણાકીય સહાયની યોજના માટે રૂ. ૩૨ કરોડની જોગવાઈ.
- ઓર્ગેનિક તેમજ પ્રાકૃતિક ખેતી આધારિત ફળો અને શાકભાજીના ઉત્પાદનોનું સીધુ વેચાણ રાજ્યના ખેડૂતો દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના શહેરી વિસ્તારમાં કરવા માટેની ઓર્ગેનિક એગ્રિકલ્ચર માર્કેટ યોજના માટે રૂ.૨૦ કરોડની જોગવાઈ
- ખેડૂતોને હવામાન આધારિત માર્ગદર્શન સમયસર મળે તે હેતુથી ૧૮૦૦ ઓટોમેટિક વેધર સ્ટેશનની સ્થાપના માટે રૂ. ૧૨ કરોડની જોગવાઈ.
- રોગ-જીવાતના સમયસર સરવે થકી ઉપદ્રવની જાણકારી મેળવી તેના અસરકારક નિયંત્રણ માટે કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે પ્રાયોગિક ધોરણે રાજ્યના ૧૦ જિલ્લામાં મોબાઈલ ક્રોપ ક્લિનિક માટે રૂ. ૨ કરોડની જોગવાઇ.
Update 12.18 PM
બાગાયત ખાતાની યોજનાઓ માટે રૂ.૪૪૨ કરોડની જોગવાઇ
- બિન ઉપજાઉ સરકારી પડતર જમીનને બાગાયતી અને ઔષધિય પાકોની ખેતી માટે ઉપયોગમાં લઇ શકાય તે હેતુથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની જાહેરાત કરેલ છે. આ યોજનામાં પ્રથમ તબક્કે કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાની ૫૦ હજાર એકર ખરાબાની બિનઉપજાઉ જમીન આધુનિક ટેક્નોલોજીથી ઉપજાઉ બનાવવા માટે અને તે દ્વારા મોટી સંખ્યામાં નવી રોજગારીનું નિર્માણ કરવા માટે પ્રગતિશીલ ખેડૂતો, સક્ષમ વ્યક્તિઓ, સંસ્થાઓ, કંપનીઓ અથવા ભાગીદારી પેઢીને ભાડાપટ્ટે આપવામાં આવશે. જેના થકી બે લાખ મેટ્રિક ટન બાગાયતી પાકોનું ઉત્પાદન અને પ્રોસેસિંગની તકો ઊભી થશે. આ યોજના માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ.
- નર્સરીઓ અને સેન્ટર ઓફ એક્સેલેન્સના સુદ્દઢીકરણ તેમજ અર્બન હોર્ટિકલ્ચર ડેવલોપમેન્ટ કેન્દ્રોમાં તાલીમ આપવા માટે રૂ. ૨ કરોડની જોગવાઈ.
Update 12.12 PM
- રાજ્યમાં 6 સ્થળોએ હેલીપોર્ટ બનાવવામાં આવશે
- રાજ્યમાં યાત્રાધામ અને પ્રવાસન સ્થળોએ કાયમી હેલીપોર્ટ વિકસાવાસે
- અમદાવાદ, સોમનાથ, અંબાજી ખાતે હેલીપોર્ટ બનાવાશે
- દ્વારકા, સાપુતારા અને ગીર ખાતે હેલીપોર્ટ બનાવાશે
- પ્રવાસનને વેગ આપવા માટે રૂ. 3 કરોડના ખર્ચે હેલીપોર્ટ બનાવશે
- ગુજરાતના વર્ષ 2021- 22માં નાણામંત્રી નીતિન પટેલની જાહેરાત

Update 12.10 PM
- રાજ્યનાં 4 લાખ ખેડૂતોને એક ડ્રમ-બે ટબ આપવાની યોજના
- કેવડીયામાં બનશે રાજ્યનું સૌપ્રથમ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન
- આદિવાસી સંસ્કૃતિનો કરાશે પ્રચાર પ્રસાર
- એગ્રી એન્ડ ફુડ પ્રોસેસિંગ કલસ્ટર વિકાસ માટે 50 કરોડની જોગવાઇ
- રાજ્યમાં 26 સબ રજિસ્ટ્રાર કચેરીઓને બનાવાશે મોડેલ કચેરી આ માટે રૂ. 8 કરોડની કરાઈ જોગવાઈ

Update 11.50 AM
- બંદર અને વાહન વ્યવહાર વિભાગ માટે 1478 કરોડની જોગવાઈ
- ઉર્જા અને પેટ્રો કેમિકલ વિાગ માટે 13034 કરોડની જોગવાઈ
- ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગ માટે 910 કરોડની જોગવાઈ
- ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 6599 કરોડની જોગવાઈ
- વન અને પર્યાવરણ વિભાગ માટે 1814 કરોડની જોગવાઈ
- ગૃહ વિભાગ માટે 7960 કરોડની જોગવાઈ
Update 11.49 AM
- અન્ન અને નાગરિક પૂર્વઠા વિભાગ માટે 1224 કરોડની જોગવાઈ
- મહેસુલ વિભાગ માટે 4548 કરોડની જોગવાઈ
- વિજ્ઞાન અને પ્રદ્યોગિકી વિભાગ માટે 563 કરોડની જોગવાઈ
- રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ માટે 507 કરોડની જોગવાઈ
- માહિતી અને પ્રસારણ વિભાગ માટે 1068 કરોડની જોગવાઈ
- કાયદા વિભાગ માટે 1698 કરોડની જોગવાઈ
- સામાન્ય વહીવટ વિભાગ માટે 1730 કરોડની જોગવાઈ
- નાણાંમંત્રીએ વર્ષ 2021-22 નું રૂ. 587.88 કરોડની પૂરાંતવાળુ બજેટ રજૂ કર્યુ
Update 11.47 AM
- સામાજીક અને ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 4353 કરોડની જોગવાઈ
- આદિજાતી વિકાસ વિભાગ માટે 2656 કરોડની જોગવાઈ
- પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 8796 કરોડની જોગવાઈ
- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે 13493 કરોડની જોગવાઈ
- શ્રમ અને રોજગાર વિભાગ માટે 1502 કરોડની જોગવાઈ
- માર્ગ અને મકાન વિભાગ માટૈ 11185 કરોડની જોગવાઈ
Update 11.45 AM
- કૃષિ ખેડૂત અને કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7232 કરોડની જોગવાઈ
- જળ સંપતિ વિભાગ માટે 5494 કરોડની જોગવાઈ
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11323 કરોડની જોગવાઈ
- મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 3511 કરોડની જોગવાઈ
- પાણી પૂર્વઠા પ્રભાગ માટે 3974 કરોડની જોગવાઈ
Update 11.40 AM
- વનબંધુ કલ્યાણ યોજના માટે 1 લાખ કરોડ ફળવાયા આગામી 5 વર્ષ માટે
- સાગરખેડુ સર્વાંગી કલ્યાણ યોજના માટે 50 હજાર કરોડની ફાળવણી
- દરિયાકિનારા ના 15 જિલ્લાના 39 તાલુકાના 2702 ગામની 70 લાખની વસ્તીને લાભ
- સરકારી સંસ્થાઓમાં 2 લાખ યુવાનોની કરાશે ભરતી
- આગામી 5 વર્ષમાં સરકારી કચેરી, બોર્ડ કોર્પોરેશન, અનુદાનિત સંસ્થા ઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કરાશે ભરતી
- વિવિધ ઉદ્યોગ ક્ષેત્રે 5 વર્ષમાં 20 લાખ રોજગારી ની તકો ઉભી કરાશે
Update 11.38 AM
- મેન્યુફેક્ચરિંગ, ફાર્મા, એનર્જી, એન્જીનીયરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આઈ. ટી. પ્રવાસન, હોસ્પિટલીટી, ફૂડ પ્રોસેસિંગ, બેન્કિંગ, સર્વિસ સેકટરમાં રોજગારી ઉભી કરાશે
- આવક ઓછી છતાં સરકારે ગુજરાતના વિકાસના કામો નથી અટકાવ્યા.
- કોરોનાકાળમાં રાજ્યની વિકાસ યાત્રા અમે ચાલુ રાખી.
- મહિલાઓ, વૃદ્ધોને પેંશન આપવાની કામગીરી ચાલુ કરી.
- કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ. 7272 કરોડની જોગવાઈ
- ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત જિલ્લો બનાવવા 32 કરોડની જોગવાઈ
- ખેડૂતોને હવામાન આધારિત માર્ગદર્શન માટે 1800 ઓટોમેટિક વેધર સ્ટેશન બનાવાશે
- બાગાયત ખાતાની યોજના માટે 442 કરોડની જોગવાઈ
- જિલ્લાના 53 તાલુકાના 5884 ગામની 90 લાખની વસ્તીને લાભ થશે
Update 11.35 AM
- પોલીસ માટે નવા વાહન ખરીદવા 50 કરોડ રૂપિયા
- નીતિન પટેલે રૂ.2,27,029 કરોડનું બજેટ રજૂ કર્યુ
- આદિજાતિ વિકાસ માટે 2656 કરોડની જોગવાઇ
- SOUનાં વિકાસ માટે રૂ.652 કરોડ સરકાર ખર્ચશે
- યાત્રાધામોનાં વિકાસ માટે 154 કરોડની જોગવાઇ
- આરોગ્ય સુવિધા માટે રૂ.87 કરોડનું બજેટ
- આદિજાતિ વિસ્તારનાં વિકાસ માટે 1349 કરોડની જોગવાઇ
Update 11.29 AM
- શિક્ષણ વિભાગ માટે 32,719 કરોડની જડોગવાઇ: નીતિન પટેલ
- નિરાધાર વૃદ્ધ પેન્શન માટે રૂપિયા 1032 કરોડની જોગવાઈ : નીતિન પટેલ
- આરોગ્ય સુધારા માટે રૂપિયા 87 કરોડનું બજેટ: નીતિન પટેલ
- કોરોનાની લડાઇ સામે ધારાસભ્યોએ કર્યો પૂરો સહયોગ: નીતિન પટેલ
- ભારતમાં ગુજરાતે કોરોનાકાળમાં ઉત્તમ કામગીરી કરી છે : નીતિન પટેલ
- અમારુ પુન્ય છે જેના કારણે પ્રજાએ અમને આ ગત ચૂંટણીમાં જીતાડીને આશીર્વાદ આપ્યા છે: નીતિન પટેલ
Update 11.20 AM
- કોરોનાકાળમાં સરકારે તમામ કામગીરી કરી
- ભાજપની સરકાર દ્વારા ઉત્તમ પ્રકારનું કામ થયું
- બ્લડબેંક,આધુનિક સુવિધા વધારવામાં આવી
- 738 કેન્દ્રો ઉભા કરી સરકારે સરાહનીય કામગીરી કરી
Update 11.15 AM
- PM મોદીએ રસી મુદ્દે વચન નિભાવ્યું
- ગુજરાત તરફથી હું PMનો આભાર માનું છું
- વડીલોને રસી આપવાની શરૂઆત થઇ ગઇ છે
- કોરોના મહામારીમાંથી આપણે સહું બહાર આવ્યા છીએ
- PM મોદીએ રસી લઇ સૌને પ્રોત્સાહિત કર્યા છે
Update 11.13 AM
- નાણાંકીય બજેટ 2021-22 રજૂ કરાયું
- ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટુ બજેટ
- વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કરાયું
- નીતિન પટેલ રજૂ કરી રહ્યાં છે નાણાંકીય બજેટ
- સુવિચારનાં અંદાજમાં નીતિન પટેલે કરી શરૂઆત
- અડિખમ છીએ,મકક્મ છીએ પંક્તિથી કરી શરૂઆત
- ગુજરાતની જનતાનો જીતાડવા બદલ માન્યો આભાર
Update 11.12 AM
- ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે રજૂ કરી રહ્યા છે અંદાજપત્ર
Update 10.29 AM
- નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આજે ગુજરાત વિધાનસભા ખાતે વર્ષ 2021-2022 નુ અંદાજપત્ર રજૂ કરવા આવી પહોંચ્યા છે.
Update 10.15 AM
બજેટ રજૂ થાય તે પહેલા શેરબજારમાં સારી ખરીદી થઇ રહી છે. BSE સેન્સેક્સ 321 અંકોનાં વધારા સાથે 50,618.44 પર કારોબાર કરી રહ્યો છે. મેટલ અને બેંકિંગ શેરો એકંદર બજારમાં તેજી તરફ દોરી રહ્યા છે. સેન્સેક્સમાં સૌથી મોટો વધતો શેર એસબીઆઈનો છે, જેમાં 1.59% નો વધારો છે. એ જ રીતે નિફ્ટી ઈન્ડેક્સ પણ 131.60 પોઇન્ટનાં વધારા સાથે 15,050.70 પર કારોબાર કરી રહ્યો છે.
Update 10.06 AM
- મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પહોંચ્યા
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
રાજ્યનું પ્રથમવાર પેપરલેસ બજેટ રજૂ થશે
- વિકાસ થાય સુખ શાંતિ સલામતી મળી રહે એ પ્રમાણેનું બજેટ રજુ કરીશુ
- આજે વિધાનસભામાં 2021-22 નું બજેટ રજુ કરશે
- હું જે રકમ જાહેર કરીશ તેનાથી દરેક વર્ગને થશે લાભ
- ગઈ કાલે ચૂંટણીમાં ભાજપને મોટું સમર્થન મળ્યું
- અમારી જવાબદારી પ્રજા પ્રત્યે વધુ સારા કામ કરીશુ
- જવાબદારી અમારી વધી છે
- બજેટના માધ્યમ થી લોકો સુધી વધુ રાહત આપીશુ
- કોરોના કાળ બાદ આરોગ્ય વિભાગની કામગીરી વધી છે તેને વિકસાવવામાં આવશે
- આત્મનિર્ભર ભારતની જેમ અમે આત્મનિર્ભર ગુજરાતનું પેકેજ આપ્યું છે
ઉલ્લેખનીય છે કે, ગુજરાત પહેલુ રાજ્ય છે જ્યા મોબાઇલ એપ પર બજેટ મુકાશે જેમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં તમામ દસ્તાવેજ ઉપલબ્ધ હશે. લોકો એપ્લિકેશનમાં બજેટને લઇ તમામ વિગતો જોઇ શકશે તથા એપ્લિકેશનમાં ગત વર્ષના બજેટના દસ્તાવેજોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બજેટ એપ.માં 26 વિભાગના પ્રકાશન મુકવામાં આવશે. આપને જણાવી દઇએ કે, ગત વર્ષે રાજ્યનું બજેટ 2.17 લાખ કરોડ હતું, તેની સામે આ વખતે અઢી લાખ કરોડનું બજેટનું કદ હોવાની શક્યતા છે. બજેટમાં આરોગ્ય પર ભાર મૂકવામાં આવશે. તો સાથે જ આરોગ્યની માળખાકીય સુવિધાઓ પર ભાર મૂકાશે. નાના અને મધ્યમ ઊદ્યોગો અને આત્મનિર્ભર ભારત પર રાજ્ય સરકાર ભાર મૂકશે. કોરોના કાળમાં કથળેલી શિક્ષણ વ્યવસ્થા અંગે પણ જાહેરાત થાય તેવી શક્યતા છે.
Election Result: ગુજરાતના ખુણેખુણામાં પાટીલની રેલી અને કાર્યકર્તાઓનો રેલો સૌ એ જોયો છે..
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આજે તા.૩ માર્ચનાં રોજ બુધવારનાં રોજ ગુજરાત વિધાનસભા ખાતે સતત નવમી વાર બજેટ રજૂ કરનાર છે. આ માટે નાયબ મુખ્યમંત્રી સવારે 9.30 કલાકે વિધાનસભાનાં મુખ્યપ્રવેશ દ્વાર થી પ્રવેશ કરશે. નીતિન પટેલે બઝેટ રજૂ થયા પહેલા નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ કે, ગુજરાતનો વિકાસ થાય તેવું બજેટ રહેશે, સાથે તેમણે કહ્યુ કે, સૌનો સાથ સૌનાં વિકાસનો દ્રષ્ટિકોણ રહેશે. વળી તેમણે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઇ તેને લઇને પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ બઝેટમાં ગુજરાતનાં લોકોને વધુ સુવિધા આપવાની વાત પણ તેમણે કરી હતી. આ બજેટમાં નાના નાના એકમો વધુ સારી રીતે ઔદ્યોગિક કામગીરી કરી શકે તે માટે તેમને જોઈતી સુવિધાઓ તત્કાળ મળી રહે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવે તેવી ધારણા રાખવામાં આવી રહી છે.
Election Result: ગામડે ગામડે ખીલ્યું ‘કમળ’, ‘કોંગ્રેસ’ને ન મળ્યો કોઇ સ્કોપ
તેમણે વધુમાં કહ્યુ કે, અમારી જવાબદારી હવે વધી છે. તેમણે કહ્યુ કે, ગુજરાતની વિકાસયાત્રાને અમે આગળ વધારીશું. ગત વર્ષે 2.17 લાખ કરોડનું બજેટ રજૂ થયું હતું. આજે ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ થશે. વધુમાં તેમણે કહ્યુ કે, આરોગ્ય વિભાગની કામગીરીને વેગવંત બનાવાશે. ગુજરાતની આર્થિક વ્યવસ્થાને મજબુત બનાવવી અમારી જવાબદારી રહેશે. આત્મનિર્ભર ભારતને સક્ષમ બનાવવાનો પ્રયાસ થશે. વળી તેમણે ખાસ કહ્યુ કે, બજેટથી ગુજરાતનાં વિકાસને વેગ મળશે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
