Women's Day/ એર હોસ્ટેસ જે માનસિક અસ્થિર મહિલાઓને અડીખમ સેવા આપી રહી છે

એર હોસ્ટેસ જે માનસિક અસ્થિર મહિલાઓને અડીખમ સેવા આપી રહી છે

Gujarat Others Trending

મહિલા દિવસ નિમિત્તે આજે અમે તમને એવી મહિલા સાથે વાત કરાવી શુ જે એક સમયે એર હોસ્ટેસ તરીકે ખાનગી એર લાઇન્સમાં ફરજ બજાવતી હતી. પરંતુ કેટલીક સમસ્યાઓ ના કારણે તેને માનસિક સ્થિરતા ગુમાવી. પરંતુ હાલ પોતાનો ખરાબ ભૂતકાળ ભૂલી એજ યુવતી માનસિક અસ્થિર મહિલાઓ ને અડીખમ સેવા આપી રહી છે.

અરવલ્લીના બાયડ માં આવેલું છે જય અંબે મંદ બુદ્ધિ મહિલા સમાજ સેવા આશ્રમ માં 156 મહિલાઓ આશ્રય  લઈ રહી છે. 100 થી વધુ મહિલાઓ નું પરિવાર તેમના પરિવાર સાથે મિલન પણ કરાવાયું છે.

આ આશ્રમની શરૂઆત  ૨૦૧૭માં કરવામાં આવી હતી. દહેગામની માનસિક અસ્થિર બનેલી ક્રિષ્ના અમીન દ્વારા આશ્રમની સહ્રૂઆત કરવામાં આવી હતી.

અસ્થિરતામાં આશ્રયનું એક જ સરનામું

ખાનગી નોકરી છોડ્યા બાદ હવે સેવાકીય સરનામું

દિવ્યાંગ મહિલાની આપે છે આશરો

સેવા ટ્રસ્ટ દ્વારા કરે છે સહાય

ગાંધીનગર જિલ્લાના દહેગામ ની ક્રિષ્ના અમીન એક સુખી પરિવારમાં ઉછરેલી દિકરી છે.  ડિપ્લોમા સુધીના અભ્યાસ બાદ તે એર હોસ્ટેસ તરીકે ખાનગરી એરલાઇન્સ કંપનીમાં કરિયર બનાવી હતી.  સમય જતાં જિંદગીના એવા સમયે દુઃખનો પહાડ તૂટ્યો કે ક્રિષ્નાની માનસિક સ્થિતિ જ સારી ન રહી. માનસિક તણાવ અને ત્રાસ વચ્ચે જિંદગી જીવવી જ્યાં કઠિન બની જાય છે ત્યાં ક્રિષ્નાએ પોતાના આપબળથી ફરીથી પોતાની જિંદગીને સુખમય બનાવી છે.  જોકે જીવનના એ દુખના દિવસોને ભૂલ્યા વિના આજે તે દિવ્યાંગ સ્ત્રીઓની સહાયને જીવનનો ધ્યેય માને છે.  જીવનના કપરા કાળમાં જે પરિવારે તેને તરછોડી હવે તે  તેને ભૂલી આખું જીવન દિવ્યાંગ મહિલાઓના આશ્રમમાં સમર્પિત કરી દીધું છે.

અરવલ્લીના બાયડ ખાતે આવ્યો છે આશ્રમ

2017માં મહિલા સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા કરાઇ સ્થાપના

અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આવેલ છે જય અંબે દિવ્યાંગ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ 2017માં આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. ભાડા પટ્ટાની જગ્યા લઈ આશ્રમ શરૂ કરવામાં આવ્યો હતો. દિવ્યાંગ મહિલાઓ ને આશ્રય મળે તે હેતુ થી શરૂ કરાયેલ આશ્રમ આજે દિવ્યાંગ મહિલાઓ માટે વટ વૃક્ષ સમાન બન્યો છે. આશ્રમમાં ગુજરાત, રાજસ્થાન,મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ સહિત ભારતના જુદા જુદા વિસ્તારો માંથી આવેલી મહિલાઓનું આશ્રય સ્થાન બન્યું છે.

સેવા પરમો ધરમ એ જ જીવનનો હવે અધ્યાય

જગતકુમારી શર્મા નામની નેપાલી મહિલા નોકરી ની શોધ માં અમદાવાદ આવી. પરંતુ ત્યારબાદે કોઇએ કલ્પના પણ ન કરી હોય તેવું તેની સાથે બન્યું. અમદાવાદ રેલવે સ્ટેશન થી કોઈક ઉપાડી ગયું હતું અને ત્યાર બાદ તેને ડ્રગ્સ ના ઈન્જેકશન આપવામાં આવ્યા.  માનસિક અસ્થિરતા સાથે કુમારીને જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા આશ્રમ ખાતે લાવવામાં

નિઃસ્વાર્થ ભાવે થાય છે આશ્રમમાં સેવા

રાજ્યમાંથી અનેક સ્થાનોથી માનસિક દિવ્યાંગ વ્યક્તિને અહીં લાવવામાં આવે છે જ્યાં નિઃસ્વાર્થ ભાવે સેવા કરવી એ જ આશ્રમનો મંત્ર છે.