Mahisagar/ મહિસાગરમાં દારૂના જથ્થા સાથે 18 લાખનો મુદ્દામાલ કબજે

પોલીસે એક આરોપીને ઝડપી લઈ સાત ફરાર આરોપીની શોધ હાથ ધરી

Top Stories Gujarat

Gujarat News : મહિસાગરના સંતરામપુર ખાતેથી સ્ટેટ મોનિટરીંગ સેલ (એસએમસી)ના અધિકારીઓએ દારૂના જથ્થા સાથે કાર કબજે કરી હતી. પોલીસે દારૂ, રોકડ રકમ અને ટાટા હેરીઅર કાર મળીને 18,04,020 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

એસએમસીના અધિકારીઓને 16 એપ્રિલના રોજ મોડી રાત્રે માહિતી મલી હતી કે કેટલાક શક્સો કારમાં દારૂનો જથ્થો લઈને સંતરામપુરથી ઉખરેલી રોડ પરથી પસાર થવાના છે. જેને આધારે પોલીસે અહીં વોચ રાખીને કાર અટકાવી હતી. તપાસ કરતા કારમાંથી 2.98 લાખનો દારૂનો જથ્થો, મોબાઈલ અને રોકડ રકમ મળી આવી હતી. પોલીસે કાર સાથે કુલ રૂ. 18,04,020 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ કેસમાં પોલીસે વડોદરાના પાણી ગેટ વિસ્તારમાં રહેતા મોહમ્મદ રફિક એસ.મેમણની ધરપકડ કરી હતી.  જ્યારે દારૂનો જથ્થો મોકલનાર, ખેડામાં દારૂનો જથ્થો રિસીવ કરનાર, દારૂ લઈને જઈ રહેલી કારનું પાયલોટીંગ કરનારા શખ્સ મળીને કુલ સાત શખ્સોની શોધ હાથ ધરી છે. એસએમસીના ડીવાયએસપી કે.ટી કામરીયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ આર.જી.ખાંટ અને તેમની ટીમે આ કામગીરી બજાવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના ડીંડોલીમાં યુવકની કરપીણ હત્યા, તપાસનો ધમધમાટ શરૂ

આ પણ વાંચોઃ અમદાવાદમાં રામનવમીની ભવ્ય ઉજવણી

આ પણ વાંચોઃ વડોદરામાં રામનવમીની નીકળશે શોભાયાત્રા

આ પણ વાંચોઃ વલસાડના પારડી નેશનલ હાઇવે પર અકસ્માત, એકનું મોત અને એક ઇજાગ્રસ્ત