Jamnagar Mashal Ras: જગત જનની મા જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીની જામનગર શહેરમાં જોરશોરથી ઉજવણી કરાઈ રહી છે. શહેરના રણજીતનગરમાં યોજાતાં અવનવા રાસ લોકોમાં આર્કષણનું કેન્દ્ર બનતાં હોય છે. નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ તાલીરાસ, પંચીયારાસ, ટિપ્પણી રાસ, દાંડિયા રસ અને ચોકડીરાસ જેવા વિવિધ રાસ રમતા હોય છે પરંતુ જામનગરનું એક ગરબી મંડળ છે જે છેલ્લા સાત દાયકાથી પોતાને ત્યાં રમતા અવનવા રાસના કારણે પ્રખ્યાત છે. જામનગર ના રણજીતનગર વિસ્તારમાં યોજાતા પટેલ યુવક ગરબી મંડળના મશાલ રાસ દાંતરડા રાસ અને તલવાર રાસ લોકોમાં આર્કષણનું કેન્દ્ર બનતાં હોય છે. મશાલ રાસમાં ખેલૈયાઓ સળગતી મશાલ હાથમાં લઈ ગરબી રમે છે અને ગરબાના છેલ્લે આ જ મશાલના અંગારા નીચે જમીન પર પાડી તેના અંગારા પર ઉઘાડા પગે ખેલૈયાઓ ગરબા રમે છે.
ખેલૈયાઓ જ્યાં રમે છે ત્યાં સર્કલ બનાવવામાં આવે છે અને આ સર્કલની અંદર ખેલૈયાઓ ગરબા રમે છે. સર્કલની અંદર પણ સળગતા કોલસા ઠાલવવામાં આવે છે. આ ગરબીની વિશેષતા એ છે કે આ ગરબીમાં પ્રાચીન નવરાત્રીનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે, જેમાં તમામ રાસ પ્રાચીન અને કોઈપણ જાતના ડીજે કે ઢોલ ધમાકા નહીં માતાજીના ગીત ગાઈ અને પ્રાચીન વાંજીત્રો સાથે રાસ રમવામાં આવે છે. જ્યારે પ્રાચીન નવરાત્રીના આયોજનને સફળ બનાવવા માટે પટેલ સમાજના આગેવાનો, યુવાનો અને કાર્યકર્તાઓ ખૂબ જહેમત ઉઠાવે છે. અંગારા પર ગરબા નિહાળવા લોકો ખૂબ મોટી સંખ્યામાં દૂર દૂરથી આવે છે. મસાલ રાસને રજુ કરવા માટે યુવાનો દ્વારા સતત એક મહિનાના અથાગ મહેનત અને પરિશ્રમથી આ રાસ રજૂ કરવામાં આવે છે.
આ પણ વાંચો: Pakistani spy arrested/ પાક.ઇન્ટેલિજન્સ એજન્સી સાથે સંકળાયેલ શખ્સની અમદાવાદના કોટ વિસ્તારમાંથી ધરપકડ
આ પણ વાંચો: દરોડા/ PFI કનેકશન ગુજરાત! અમદાવાદ, સુરત, નવસારી, બનાસકાંઠામાંથી 15 લોકોની અટકાયત,NIA અને ATSનું સંયુકત ઓપરેશન
આ પણ વાંચો: હુક્કાબાર/ સુરતના હુક્કાબાર પર પોલીસના દરોડા, લાખ્ખોનો મુદ્દામાલ જપ્ત
