India vs England/ રિષભ પંતની જોરદાર ઇનિંગે બનાવ્યો રેકોર્ડ, ટીમ ઇન્ડિયા માટે આવું કરનાર પ્રથમ વિકેટકીપર

રિષભ પંતે ઈંગ્લેન્ડ સામે જોરદાર ઈનિંગ રમીને એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો, તેણે વિકેટ કીપર બેટ્સમેન તરીકે 2000 ટેસ્ટ રન પૂરા કર્યા.

Top Stories Sports

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બર્મિંગહામમાં ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં ભારતીય ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી રહી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ભારતે 98 રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ ઈનિંગ્સને સંભાળી અને ભારતના સ્કોરને 250 રનથી આગળ લઈ ગયા. આ દરમિયાન પંતે સદી અને જાડેજાએ અડધી સદી ફટકારી હતી. પંતે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

રિષભ પંત ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી 2000 રન બનાવનાર વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા મહેન્દ્ર સિંહ ધોની અને સૈયદ કિરમાણી પણ ટેસ્ટ મેચમાં 2000 રનનો આંકડો પાર કરી ચૂક્યા છે. આ સાથે પંતે વધુ એક મોટી સિદ્ધિ મેળવી છે. તે એશિયા બહાર ભારત માટે સૌથી ઝડપી ટેસ્ટ સદીના મામલે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આ મામલામાં વીરેન્દ્ર સેહવાગ અને મોહમ્મદ અઝહરુદ્દીન પ્રથમ સ્થાને છે.

ટીમ ઈન્ડિયાનો પ્રતિભાશાળી ખેલાડી પંત એક કેલેન્ડર વર્ષમાં બે સદી ફટકારનાર વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે. તેની પહેલા રિદ્ધિમાન સાહા પણ આ અદ્ભુત કામ કરી ચુક્યા છે. સાહાએ આ અજાયબી વર્ષ 2017માં કરી હતી. જ્યારે ધોનીએ વર્ષ 2009માં આ સિદ્ધિ મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ તે પછી પંત અને જાડેજાએ ઇનિંગ્સને સંભાળી લીધી હતી. આ બંને બેટ્સમેનોની ઇનિંગ્સની મદદથી ભારતનો સ્કોર 250 રનને પાર કરી ગયો હતો. જાડેજાએ જોરદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી.