Ahmedabad News/ અમદાવાદમાં એસ.પી. રિંગ રોડ પર સર્જાઈ દુર્ઘટના

ટ્રક ચાલક ભાગી જતા રામોલ પોલીસે શોધખોળ શરૂ કરી છે.

Gujarat Ahmedabad

Ahmedabad News: અમદાવાદમાં (Ahmedabad) રિંગ રોડ (S.P.ring road) પર આજે બીજો બનાવ બન્યો છે. એસ.પી. રિંગ રોડ પર આઈસરે વિદ્યાર્થીને ટક્કર મારતા ખાડામાં પડી ગયો હતો. હાલ તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 500 મીટરના અંતરે બાઈક સવાર દંપતીનું પણ મોત નિપજતા કાળમુખો દિવસ રહ્યો છે. દંપતી પર ટ્રકનું ટાયર ફરી વળતાં દુર્ઘટના સર્જાઈ હતી. હાલ ઘટનાસ્થળે પોલીસ પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. ટ્રક ચાલક ભાગી જતા રામોલ પોલીસે શોધખોળ શરૂ કરી છે.

અમદાવાદ શહેરમાં વસ્ત્રાલ રિંગરોડ પર વિદ્યાર્થીને અકસ્માત (Accident) નડ્યો છે. રિક્ષાની અડફેટે આવતાં વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઘાયલ વિદ્યાર્થીને સ્થાનિકોએ તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યો છે.

મોટા હોય કે નાના શહેરો, અકસ્માતો હવે ધાણી ફૂટ્યાંની જેમ થઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદ શહેરમાં વસ્ત્રાલ રોડ પર આઇસર ટ્રકે લોડિંગ રિક્ષાને અડફેટે લેતા વિદ્યાર્થી પણ લપેટમાં આવ્યો હતો. માલસામાન ભરેલી લોડિંગ રિક્ષા સાયકલ પર જઈ રહેલા વિદ્યાર્થીને અથડાઈ હતી. જેથી વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં નજીકનવા લોકોએ નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે અકસ્માત સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં વસ્ત્રાલ રિંગરોડ પર વિદ્યાર્થીને નડ્યો અકસ્માત

આ પણ વાંચો:બનાસકાંઠાના ભારત માલા રોડ પર અકસ્માતનો સિલસિલો યથાવત

આ પણ વાંચો:બનાસકાંઠામાં કાર અને ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત, 1નું મોત