Banaskantha News:બનાસકાંઠામાંથી એક દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સુઇગામના સોનેથ ગામ પાસે ભારતમાલા હાઇવે પર મોડી રાત્રે લકઝરી બસ અને ટેન્કર વચ્ચે કરૂણ અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. આ અકસ્માતમાં બસમાં સવાર 15-20 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે ભાભર, થરાદ સહિતની સરકારી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જ્યારે મૃતકોને પીએમ અર્થે સુઇગામ સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગે માહિતી મળી રહી છે કે રોંગ સાઇડથી આવતા ટેન્કર ચાલકે લકઝરી બસને ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હતો. જામનગરથી રાજસ્થાન જતી લક્ઝરી કાર ભારતમાલા હાઈવે પર આવેલા સોનેઠ ગામ પાસે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે લક્ઝરી બસ પલટી ગઈ હતી. અકસ્માત અંગે સુઇગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ રોંગ સાઇડથી આવી રહેલા ટેન્કરે બસને ટક્કર મારી હતી. આ બસ જામનગરથી રાજસ્થાન જઈ રહી હતી. તમને જણાવી દઈએ કે આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં નવા વર્ષની ઉજવણી વચ્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાંથી એક દુખદ અકસ્માતના સમાચાર આવ્યા છે.
આ પણ વાંચો: બનાસકાંઠામાં નવરાત્રીમાંથી પરત આવતા યુવકોની કારને અકસ્માત, ત્રણના મોત
આ પણ વાંચો: બનાસકાંઠામાં અંબાજી નજીક અકસ્માતમાં 6 લોકોના કરૂણ મોત
આ પણ વાંચો: બનાસકાંઠામાં બે બાઇક સામસામે અથડાતા થયો અકસ્માત, એકનું મોત
