Banaskantha News : બનાસકાંઠામાં નવરાત્રીમાંથી પરત આવી રહેલા યુવકોની કારને જોરદાર અકસ્માત નડ્યો હતો. જેમાં ત્રમ યુવકોના કરૂણ મોત નીપજ્યા હતા. મોડી રાતે અઁધારામાં બાઈક અને ફોરચ્યુનર કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ધાનેરાના ખીંમત પાસે ફોર્ચ્યુનર ગાડી અને બાઈક વચ્ચે મોડી રાત્રે ભયાનક ટક્કર બાદ અકસ્માત સર્જાયો હતો.બન્યું એવું હતું કે, ખિમત ગામેથી નવરાત્રિ જોઈ યુવકો પોતાના ગામ ઘાડા તરફ પરત ફરી રહ્યા હતા, ત્યારે સર્જાયો ફોરચ્યુનર કાર સાથે તેમની ટક્કર થઈ હતી. અકસ્માતમાં બાઈક અને ફોર્ચ્યુનરના કુરચેકુરચા ઉડ્યા હતા. જોકે, અકસ્માત બાદ ફોર્ચ્યુનરનો ગાડી ચાલક ગાડી મૂકી ફરાર થયો હતો.
અકસ્માતમાં બાઇક ઉપર સવાર 4 યુવાનોમાંથી ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અન્ય યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માતને લઈને પાંથાવાડા પોલીસે મૃતકનોના મૃતદેહને પીએમ અર્થે પાંથાવાડા સરકારી હોસ્પિટલમાં ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જેલ ફોર્ચ્યુનર ગાડીમાં દારૂની બે બોટલો હોવાનો વીડિયો વાયરલ થયો છે.
જેથી કારચાલક દારૂના નશામાં હોવાનું પણ ચર્ચાય છે.
પોલીસે આ અંગે ગુનો નોંધીને ફોરચ્યુનર કારના માલિકને શોધ હાધ ધરી છે.
આ પણ વાંચો:દહેજના દરોડામાં એટીએસને મળી સફળતા, ડ્રગ્સનો 30 કરોડનો મુદ્દામાલ ઝડપાયો
આ પણ વાંચો:ઈસ્લામિક સ્ટેટ(આઈએસ) સાથે સંકળાયેલા ચાર શ્રીલંકન શખ્સોને ઝડપી લેતી એટીએસ
આ પણ વાંચો:ગુજરાતમાંથી 400 કરોડથી વધુ રકમનું ડ્રગ્સ પકડાયુંઃ એટીએસ-કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન