Drugs/ ગુજરાતમાંથી 400 કરોડથી વધુ રકમનું ડ્રગ્સ પકડાયુંઃ એટીએસ-કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન

ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડે સાથે મળીને સંયુક્ત ઓપરેશન કરતા કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યુ હતુ. આ ડ્રગ્સ લગભગ 400 કરોડથી પણ વધુ રકમનું હોવાનું કહેવાય છે. 

Top Stories Gujarat
Drugs apprehend ગુજરાતમાંથી 400 કરોડથી વધુ રકમનું ડ્રગ્સ પકડાયુંઃ એટીએસ-કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન

ગુજરાતમાં ડ્રગ્સ (Drugs) પકડાવવાનો સિલસિલો અટકી રહ્યો નથી. કોઈપણ વિચારે કે આ સિલસિલાનો અંત ક્યારે આવશે પણ જે રીતે ડ્રગ્સ પકડાઈ રહ્યુ છે તે જોતાં આ અંત ક્યારેય આવે તેમ લાગતો નથી. ગુજરાત જાણે કે Drugsના વેપારનો ટ્રેડ રૂટ બની ગયું છે. ગુજરાત એટીએસ (Gujarat ATS) અને ભારતીય કોસ્ટગાર્ડે (Indian Coast Guard) સાથે મળીને સંયુક્ત ઓપરેશન કરતા કરોડો રૂપિયાનું Drugs પકડ્યુ હતુ. આ ડ્રગ્સ લગભગ 400 કરોડથી પણ વધુ રકમનું હોવાનું કહેવાય છે.

ભારતીય કોસ્ટગાર્ડને ભારતીય જળસીમામાં ડ્રગ્સ ઘુસાડવાની માહિતી ગુપ્ત રીતે મળી હતી. આ માહિતીના આધારે અરબી સમુદ્રમાં મધદરિયે સર્ચ ઓપરેશન કર્યુ હતુ જેમાં કરોડોના મુલ્યનું Drugs ઝડપી પાડ્યુ હતું. આ ઓપરેશનમાં 5 ક્રૂ મેમ્બર્સની ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડ પણ આટલા મોટા પ્રમાણમાં આવેલા ડ્રગ્સના જથ્થાને જોઈને ચોંકી ગયા હતા, પરંતુ આ સફળતાથી ખુશ હતા.

ગઈકાલે પોરબંદરના મધદરિયે ભારતીય જળસીમામાંથી 425 કરોડની કિંમતના 61 કિલો નારકોટિક્સ ડ્રગ્સના જથ્થા સાથે પાંચ ક્રૂ અને એક ઈરાની બોટને ઝડપી પાડી હતી. ગુજરાત ATSને ચોક્કસ ગુપ્ત માહિતી મળી હતી તેના આધારે ગઈકાલે સમુદ્રમાં પેટ્રોલિંગ શરુ કર્યુ હતું. આ ઓપરેશનમાં અરબી સમુદ્રમાં ઓખાના દરિયા કિનારેથી 340 કિમી દુર એક બોટમાં શંકાસ્પદ હિલચાલ થતા ICGએ બોટનો પીછો કર્યો હતો અને તપાસ કરતા તેમા માદક દ્રવ્યો જથ્થો મળી આવ્યો હતો.

ICGએ ATS સાથેના સંકલનમાં છેલ્લા અઢાર મહિના દરમિયાન આઠ વિદેશી જહાજોને પકડી લીધા છે અને રૂપિયા 2355 કરોડની કિંમતના 407 કિલોગ્રામ માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો છે. આ બોટ ઈરાની બોટ હોવાનું જાણવા મળ્યું હતું જેમાં ઈરાની નાગરિકતાના પાંચ ક્રૂ મેમ્બર હતા.

 

આ પણ વાંચોઃ હવામાન/ ગરમીને લઈને વૈજ્ઞાનિકોની આ ચેતવણીથી સરકાર ચિંતિત

આ પણ વાંચોઃ India/ શું હવે CBI મમતા બેનર્જી સામે પગલાં લેશે? અધિકારીનો PM મોદીને પત્ર

આ પણ વાંચોઃ હવામાનમાં પલટો/ ઉનાળામાં વરસાદે તારાજી સર્જી, અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો