Bharuch news/ દહેજના દરોડામાં એટીએસને મળી સફળતા, ડ્રગ્સનો 30 કરોડનો મુદ્દામાલ ઝડપાયો

અંકલેશ્વરમાં પાડેલા દરોડામાં ગુજરાત એટીએસને જબરદસ્ત સફળતા મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગુજરાત એટીએસે બધુ થઈને 30 કરોડનો મુદ્દામાલ ઝડપ્યો હોવાનું કહેવાય છે. તેની સાથે તેણે ફેક્ટરીને પણ ટાંચમાં લીધી છે.

Gujarat Others Breaking News
Beginners guide to 16 2 દહેજના દરોડામાં એટીએસને મળી સફળતા, ડ્રગ્સનો 30 કરોડનો મુદ્દામાલ ઝડપાયો

Bharuch News:  દહેજમાં પાડવામાં આવેલા દરોડામાં ગુજરાત એટીએસને જબરદસ્ત સફળતા મળી છે. આશ્ચર્યની વાત એ છે કે FSLની મદદથી ATSની ટીમે તપાસ હાથ ધરી છે. દવા બનાવતી કંપનીમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાની માહિતીને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.અંકલેશ્વરમાં પાડેલા દરોડામાં ગુજરાત એટીએસને જબરદસ્ત સફળતા મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગુજરાત એટીએસે બધુ થઈને 30 કરોડનો મુદ્દામાલ ઝડપ્યો હોવાનું કહેવાય છે. તેની સાથે તેણે ફેક્ટરીને પણ ટાંચમાં લીધી છે. આ ઉપરાંત ફેક્ટરીના કામ કરનારાઓને અટકાયતમા પણ લેવાયા છે અને તેના માલિકની પણ પોલીસે તપાસ આરંભી છે.

ગુજરાતમાં હવે ડ્રગ્સની હવે ફક્ત આયાત જ થતી નથી ફેક્ટરી પણ બની ગઈ છે. અહીં કાચોમાલ લાવીને ડ્રગ્સનું ઉત્પાદન પણ કરવામાં આવે છે અને તેનો સપ્લાય પણ કરવામાં આવે છે. ગુજરાત ATSની ટીમે આ અગાઉ 18 જુલાઈએ સુરતમાં કારેલી ખાતે રહેણાંક વિસ્તારમાં એક પતરાના ગોડાઉનમાં દરોડા પાડયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરમિયાન ડ્રગ્સ જેવું કેફી પદાર્થ બનાવવાનું રો મટીરિયલ મળી આવી આવ્યું હતું. જે બાદ ATSની ટીમે તાત્કાલિક તપાસ માટે FSLની ટીમને અહીં બોલાવી હતી. જે બાદ FSLની ટીમે આ ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ હોવાની પુષ્ટી કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ATSની ટીમે કરોડો રૂપિયાનું ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ, 3-4 કિલો એમડી ડ્રગ્સને કબજે કર્યું હતું. આ સાથે જ 2 શખ્સોની અટકાયત પણ કરવામાં આવી હતી. ATSની ટીમને જાણવા મળ્યું હતું કે આ ડ્રગ્સને મોટા ભાગે મુંબઈ સપ્લાય કરવામાં આવતું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં લોનનાં ચક્રવ્યૂહમાં ફસાવી મહિલા પર ગુજાર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત્, બે વર્ષના બાળકનું થયું મોત

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ.ની મિશન થ્રી મિલિયન ટ્રી ઝુંબેશ શહેરનું ગ્રીન કવર વધારશે