Gujarat News: વડોદરામાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા મળ્યો છે. સયાજી હોસ્પિટલમાં બે બાળકોના મોત થયા છે. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર દરમ્યાન બે વર્ષીય બાળકનું મોત થયું છે.
પંચમહાલનાં ઘોઘંબાનાં બે વર્ષીય બાળકનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. બાળકોના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. સયાજી હોસ્પિટલમાં અત્યાર સુધી 21 બાળકોનાં મોત થયા છે. સયાજી હોસ્પિટલમાં નવ બાળકો સારવાર હેઠળ છે. રાજ્યમાં 157 કેસ પૈકી સાબરકાંઠામાં છ, અરવલ્લીમાં ચાર, મહિસાગરમાં બે, ખેડામાં બે, મહેસાણા અને રાજકોટમાં ચાર-ચાર, સુરેન્દ્રનગરમાં બે, અમદાવાદ કોર્પોરેશનમાં છ, ગાંધીનગરમાં ત્રણ, પંચમહાલમાં સાત, જામનગરમાં ત્રણ, મોરબીમાં ચાર, ગાંધીનગર કોર્પોરેશનમાં બે, દાહોદમાં ત્રણ, વડોદરામાં બે, નર્મદામાં એક, બનાસકાંઠામાં ત્રણ, વડોદરા કોર્પોરેશન દેવભૂમિ દ્વારકામાં એક-એક, કચ્છમાં ત્રણ, સુરત કોર્પોરેશન, ભરુચ, જામનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, પાટણ સહિત કુલ 68 દર્દીઓના મોત થયા છે.
મહેસાણામાં ચાંદીપરા વાયરસથી વધુ એક બાળકીનું મોત થયું છે. ખેરાલુના મહેકુબપુરા ગામની 12 વર્ષીય બાળકીનું અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. સાનિયાબાનું બલોચ નામની બાળકીનું ચાંદીપુરા વાયરસથી મોત થયાનું હાલ ગણવામાં આવી રહ્યું છે. મહેસાણા જિલ્લામાં અત્યારસુધી કુલ 12 કેસ સામે આવ્યા છે. 12 પૈકી 5 નો રિપોર્ટ પોઝિટિવ અને 7 નો નેગેટિવ રિપોર્ટ આવ્યો છે. નેગેટિવ આવેલા 7 પૈકી અત્યાર સુધી 3ના મોત થયા છે.
શું છે આ રોગના મુખ્ય લક્ષણો અને કેવી રીતે થાય છે
જે વેકટર –અસરગ્રસ્ત સેન્ડ ફ્લાયના (રેત માંખ) કરડવાથી થાય છે અને ખાસ કરીને 9 મહિનાથી 14 વર્ષની ઉમરના બાળકોમાં જોવા મળે છે. હાઇગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો અને ખેંચ આવવી એ આ રોગના મુખ્ય લક્ષણો છે. આ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળે ત્યારે તાત્કાલિક તબીબી સલાહ લેવી જોઈએ.
શું આ રોગ ચેપી છે?
વધુ વિગતો આપતા ઋષિકેશ પટેલે કહ્યું કે, ચાંદીપુરા રોગ ચેપી નથી પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સની પ્રાથમિક તબક્કે જ સૂચના અપાઇ હતી. જેના પરિણામે અત્યારસુધીમાં કુલ 4487 ઘરોમાં કુલ 18646 વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરાયું છે. સેન્ડ ફ્લાય કંટ્રોલ માટે કુલ 2093 ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરાયો છે. રાજ્ય આરોગ્ય વિભાગે અગમચેતીના ભાગરૂપે આ રોગનો ફેલાવો અટકાવવા માટે રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યું છે. રાજ્યના નાગરિકોને આ રોગથી ગભરાવવા નહીં પરંતુ સાવચેતી જોઈએ અને પ્રાથમિક લક્ષણો જણાઇ આવે તો નજીકના હોસ્પિટલમાં તપાસ અને સારવાર કરાવવા પણ અનુરોધ કર્યો છે.
આ પણ વાંચો:વડોદરામાં લોનનાં ચક્રવ્યૂહમાં ફસાવી મહિલા પર ગુજાર્યું દુષ્કર્મ
આ પણ વાંચો: આગામી પાંચ દિવસ ‘આ’ જીલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી, મેઘો મન મૂકીને વરસશે
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ.ની મિશન થ્રી મિલિયન ટ્રી ઝુંબેશ શહેરનું ગ્રીન કવર વધારશે