Gujarat News: હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. દ્વારકા અને પોરબંદરમાં 15-15 ઇંચ વરસાદ ખાબક્યો છે, પરંતુ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓના લોકો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે. જોકે, બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે આજે 22મી જુલાઈથી લઈને 26મી જુલાઈ સુધી સતત 5 દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજુ પણ સીઝનની 20થી 59 ટકા જેટલી વરસાદની ઘટ છે. 16 થી 20 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં મેઘો મહેરબાન થશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉપર જ મેઘરાજા મન મૂકીને વરસ્યાં છે.
હવામાન વિભાગે પણ જણાવ્યું હતું કે, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજુ પણ સીઝનની 20થી 59 ટકા જેટલી વરસાદની ઘટ છે. નિષ્ણાતો મુજબ, 16થી 20 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં મેઘો મહેરબાન થશે. મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતની ધરતી હજુ પણ વરસાદી નીર માટે કોરી જ રહી ગઈ છે.
હવામાન વિભાગનું વરસાદને લઈને પૂર્વાનુમાન કર્યુ છે. આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરી છે. દ્વારકા,પોરબંદર, જૂનાગઢમાં પડશે વરસાદ. સોમનાથ, દીવ, અમરેલીમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. ગાજવીજ સાથે પડશે ભારે વરસાદ. 41 થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાશે પવન.
ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ પણ પડશે ભારે વરસાદ. બનાસકાંઠા. પાટણ. મહેસાણા. ગાંધીનગર. સાબરકાંઠા. અરવલ્લી અને મહીસાગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Gujarat Rain Live: ગુજરાતમાં આજે મેઘો વરસશે….
આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ
આ પણ વાંચો: પોરબંદરમાં વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા
આ પણ વાંચો: દ્વારકામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું