Gujarat Weather : ગુજરાત રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી બે દિવસ અતિભારેથી ભારે વરસાદ રહેશે. આવતીકાલથી બે દિવસ અમદાવાદમાં યેલો અલર્ટ રહેશે. સૌરાષ્ટ્રમાં સીઝનનો 38 ટકા વરસાદ વધુ વરસી ચૂક્યો છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં હાલ 20 થી 59 ટકા વરસાદની ઘટ છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજી પણ વરસાદ વરસ્યો છે.
Gujarat Rain Live Update
ઉપલેટાનું લાઠ ગામ 15 ઈંચ વરસાદથી ડૂબી ગયું હોય તેમ દેખાઈ રહ્યું છે. લાઠ, ભીમોરા, મજેઠીમાં ધોધમાર વરસાદ પડ્યો છે.
આજે સવારે 6 થી 4 વાગ્યા સુધીમાં આ તાલુકામાં સૌથી વધુ વરસાદ
જિલ્લા | તાલુકા | વરસાદ (ઇંચ) |
દેવભૂમિ દ્વારકા | કલ્યાણપુર | 10.94 |
જુનાગઢ | માણાવદર | 6.54 |
સુરત | પલસાણા | 6.06 |
જુનાગઢ | વિસાવદર | 5.87 |
સુરત | બારડોલી | 5.59 |
જુનાગઢ | માળીયા હાટીના | 5.31 |
દેવભૂમિ દ્વારકા | દ્વારકા | 5.31 |
રાજકોટ | ઉપલેટા | 5.08 |
ગીર સોમનાથ | ગીર ગઢડા | 4.72 |
સુરત | કામરેજ | 4.69 |
સુરત | માંડવી | 3.90 |
વલસાડ | વાપી | 3.50 |
પોરબંદર | કુતિયાણા | 3.43 |
વલસાડ | કપરાડા | 3.31 |
પોરબંદર | રાણાવાવ | 3.27 |
ભરૂચમાં રેડ એલર્ટ
ભરૂચ જિલ્લામાં વરસાદને લઇ રેડ એલર્ટ અપાયું છે. 14 કલાકથી ભરૂચ જિલ્લામાં અવિરત વરસાદ પડ્યો છે. અંકલેશ્વરથી પસાર થતી અમરાવતી નદી બે કાંઠે વહી છે.
વલસાડમાં કોલક નદી ગાંડીતૂર બની છે. નદી પર આવેલ અનેક લો-લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. કોલક નદીના પાણી કોઝવે પર ફર્યા છે.
સાંસદ પૂનમ માડમે કરી અપીલ
ભારે વરસાદના પગલે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમ માડમે નાગરીકોને નદી-નાળા-ડેમથી દૂર રહેવા તેમજ પાણી ભરાયા હોય તેવા નીચાણવાળા વિસ્તારના લોકોએ સલામત સ્થળોએ ખસી જવા અપીલ કરી છે. જામ કલ્યાણપુર પંથકમાં અતિભારે વરસાદથી પાનેલી, ટંકારીયા, કેશવપુર સહિતના ગામોના લોકોના રેસ્ક્યૂ માટે તંત્ર સાથે સંકલનમાં રહી NDRF અને એરફોર્સની મદદ લેવા તાકીદનું આયોજન કરાયું છે.
અમરેલીમાં દરિયામાં કરંટ જોવા મળ્યો
અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જાફરાબાદના દરિયા કિનારે હાઈ ટાઈટ સાથે કરંટ જોવા મળ્યો છે. દરિયા કિનારે મોજા ઉછળીયા ભારે પવન સાથે કરંટ. સમગ્ર દરિયા કિનારે ભાર કરંટ સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. છેલ્લા 2 દિવસથી દરિયો તોફાની માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
કચ્છમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ પડ્યો છે. માંડવી, મુન્દ્રા ,અબડાસાના ગ્રામ્યમાં વરસાદ ખાબક્યો છે. માંડવીના ત્રગડી, મોટા ભાડીયા સહિતમાં વરસાદ. મુદ્રા, અબડાસાના નલિયા સહિત ગ્રામ્યમાં વરસાદ જોવા મળ્યો છે.
દ્વારકામાં વરસાદ
દ્વારકા આજે ફરી જળબંબાકાર થયું છે. 2 કલાકમાં 5 ઈંચ વરસાદથી દ્વારકામાં જળપ્રલય થયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ વચ્ચે દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક લોકો ફસાયા હતા. જેઓને હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ કરાયા હતા.
સવારે 12થી 2 વાગ્યા સુધીમાં આ તાલુકામાં સૌથી વધુ વરસાદ
જિલ્લા | તાલુકા | વરસાદ (ઇંચ) |
દેવભૂમિ દ્વારકા | દ્વારકા | 4.92 |
સુરત | માંડવી | 1.77 |
જુનાગઢ | વિસાવદર | 1.57 |
ભાવનગર | શિહોર | 1.34 |
સુરત | બારડોલી | 1.22 |
જૂનાગઢમાં ઘેડ પંથકની મુલાકાતે ધારાસભ્ય
જુનાગઢના માંગરોળમાં ભારે વરસાદ પડ્યો છે. માંગરોળના ઘેડ પંથકની ધારાસભ્ય મુલાકાતે આવ્યા હતા. ભગવાનજી કરગઠિયાએ ઘેડ પંથકની મુલાકાત લીધી છે.
મંતવ્ય ન્યુઝ સાથે ખાસ વાતચીત કરી છે. પરિસ્થિતિને પહોંચી વળવા સરકારમાં કરશે રજૂઆત. નવલખા ડેમ બનાવવા રજૂઆત કરશે. ઘેડ વિસ્તારના 30 જેટલા ગામોમાં પાણી ભરાયા છે. સરકારને ચોપડે રવિ પાકની જ થાય છે ગણતરી થાય છે. ઘેડ વિસ્તારમાં ચોમાસું પાકનું કરાય છે ઓછું વાવેતર, પરિણામે ઘેડમાં લોકો પરિસ્થિતિથી ટેવાયેલા છે તેવો ભગવાનજી કરગઠિયાએ કહ્યું છે.
દ્વારકામા વીજળી મંદિર સાથે મિલનની તસ્વીર સોશિયલ મીડિયામાં થઇ વાયરલ. દ્વારકામાં હાલ ગાજ વીજ સાથે બારે મેંઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે.
વલસાડ જિલ્લામાં મેઘો મુશળધાર
વાપીમાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ પડ્યો છે. કપરાડામાં 2.28 ઇંચ, ધરમપુરમાં 2.4 ઇંચ વરસાદ, ઉમરગામમાં 2 ઇંચ, પારડીમાં 1.84 ઇંચ વરસાદ, વલસાડમાં 1.72 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે છઈ છે. ઘડોઇ ખાતે આવેલ ઓરંગા નદી બે કાંઠે… નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વલસાડના કપરાડામાં ભારે વરસાદ પડ્યો છે. તમામ નદી-નાળાઓ તોફાની સ્વરૂપે જોવા મળ્યા છે. સીલધાની ચવેચા નદીમાં ધસમસતો પ્રવાહ
પટેલ ફળિયા નજીક કોઝવે પર ફરી વળ્યા પાણી. 9 થી વધુ ફળીયાઓનો સંપર્ક તૂટ્યો છે. લોકો જોખમી રીતે કોઝવે પસાર કરતા જોવા મળ્યા છે.
સુરત જિલ્લામાં વરસાદી વાતાવરણ યથાવત છે. જિલ્લામાંથી પસાર થતી કીમ નદી બે કાંઠે થઈ છે. ખેડૂતો માટે જીવાદોરી સમાન છે કીમ નદી. નદીના પટમાં આવતા ગામોને સાવચેત રહેવાની અપીલ કરઈ છે. તલાટીઓને હેડક્વાર્ટર પર રહેવાની સૂચના અપાઈ છે. નાના બોરસરા ગામે લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. સુરતના પાણીમાં વિદ્યાર્થીઓ ફસાયા છે. પર્વત ગામમાં વરસાદી પાણી ભરાયા છે. સરસ્વતી સ્કૂલમાં વરસાદી પાણી ભરાતા શાળાની અંદર અને બહાર કમરસમાણાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ છે.
દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં આભ ફાટ્યું છે. બે કલાકમાં ધોધમાર 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી ગ્રામ્ય વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ખેતરો બેટમાં ફેરવાયા છે તો ઘરોમાં પણ પાણી ભરાયા છે.
જૂનાગઢના કેશોદનું અખોદડ ગામ પાણીમાં ગરકાવ થયું છે. અખોદડ ગામ 4 દિવસથી પાણીમાં ગરકાવ થયું છે. ગામની જે દિશા તરફ નજર કરો ત્યાં પાણી જ પાણી છે. વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ વચ્ચે ગામ સંપર્ક વિહોણું બન્યું છે. તેમજ બાંટવા ગામ જળમગ્ન થયું છે. વેપારીઓને માલસામાનનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.
આંગણવાડી, શાળા, પાણીમાં ગરકાવ થતા શિક્ષણ કાર્ય બંધ કરવામાં આવ્યું છે. ગામના છેવાડાના મકાન, મંદિરો પાણીમાં ગરકાવ થયા છે. અખોદડ ગામનો એક પણ વ્યક્તિ છેલ્લાં 4 દિવસથી ગામની બહાર નીકળવા અસક્ષમ બન્યો છે. તમામ પ્રકારની જાહેર સેવાઓથી અલિપ્ત થયા છે. સંપર્ક વિહોણા ગામલોકો લીલા શાકભાજી ખરીદી ન શકતાં ખોરાકમાં બટેટા અને કઠોળના શાકનો ઉપયોગ કરી રહ્યાં છે.
છેલ્લાં 4 દિવસથી જરૂરિયાતની વસ્તુઓ ખૂટી પડતાં ગામના બે – પાંચ લોકો મળી જીવના જોખમે પાણીમાં ધક્કો મારી છકડો રિક્ષા લઈ કેશોદ જવા રવાના થયા છે. અખોદડ ગામ વધુ સમય પાણીમાં ગરકાવ રહેશે તો રાંધણ ગેસ સહિતની અન્ય ચીજ વસ્તુઓની તંગી સર્જાશે. અખોદડ ગામ ફરતે ધસમસતાં પાણી પ્રવાહને કારણે ગામને ફાળવવામાં આવેલી હોડીનો ઉપયોગ કરવા ગ્રામજનો ડરી રહ્યાં છે. ગામને ફાળવવામાં આવેલ હોડીનો માત્ર અંતિમ નિર્ણય તરીકે ઇમરજન્સીમાં કરાય છે ઉપયોગ. જો નુકસાનીની વાત કરીએ તો અખોદડ ગામના એક ખેડૂત 4 ભેંસ તણાતાં 2 મળી આવી 2 લાપતાં, ખેડૂતે શોધખોળ હાથ ધરી છે.
આજે સવારે 6થી 12 વાગ્યા સુધીમાં આ તાલુકામાં સૌથી વધુ વરસાદ
જિલ્લા | તાલુકા | વરસાદ (ઇંચ) |
દેવભૂમિ દ્વારકા | કલ્યાણપુર | 10.71 |
જુનાગઢ | માણાવદર | 6.02 |
જુનાગઢ | માળીયા હાટીના | 5.20 |
રાજકોટ | ઉપલેટા | 4.96 |
ગીર સોમનાથ | ગીર ગઢડા | 4.72 |
જુનાગઢ | વિસાવદર | 3.82 |
સુરત | પલસાણા | 3.54 |
પોરબંદર | રાણાવાવ | 3.03 |
વલસાડ | વાપી | 2.95 |
જુનાગઢ | કેશોદ | 2.91 |
સુરત | કામરેજ | 2.87 |
સુરત | ઉમરપાડા | 2.76 |
સુરત | બારડોલી | 2.72 |
પોરબંદર | કુતિયાણા | 2.72 |
વલસાડ | કપરાડા | 2.24 |
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉપલેટાના લાઠ ગામે આભ ફાટ્યું છે. 2 કલાકમાં અંદાજે 11 ઈંચ વરસાદથી ગામની બજારોમાં નદીઓ વહેતી થઈ છે. તો બીજી તરફ કેશોદના શેરગઢમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. શેરગઢની નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તેમજ પુલમાં ગાબડું પડતાં ગામનો મુખ્ય રસ્તો બંધ થયો છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
રણજીતસાગર ડેમ ઓવરફ્લો
જામનગરનો રણજીતસાગર બાદ સસોઈ ડેમ ભરાયો છે. પીવાનું પાણી પૂરું પાડતો ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાં 21.5 ફૂટની સપાટી સુધી પાણી ભરાયું છે. પીવાનું પાણી અને સિંચાઈ માટે પાણી પૂરૂ પાડતો સસોઈ ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં છે. 22 ફૂટના સસોઈ ડેમમાં હાલ 21.5 ફૂટની સપાટી સુધી પાણી ભરાયું છે.
જીંજરી ગામ બેટમાં ફેરવાયું
જૂનાગઢના જીંજરી ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. ઘૂઘવી નદીના પાણી ગામમાં ઘૂસ્યા છોે. પાદરમાં પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી છે. જીંજરી ગામ બેટમાં ફેરવાયું છે.
અમરેલીમાં મેઘો આવ્યો
અમરેલીના બગસરા પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે. બગસરા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. બગસરામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ઝરમર વરસાદ પડયો છે. ખેતરોમાં વાવણી પર વરસાદ વરસતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે.
સુરતમાં કડોદરા ચોકડી પાસે વરસાદ
સુરત જિલ્લામાં વરસાદને પગલે કડોદરા ચોકડી પર પાણી ભરાયા છે. નેશનલ અને રાજ્ય ધોરી માર્ગ થાય છે પસાર. કડોદરા ચોકીના પગથિયાં સુધી પાણી ભરાયું છે. ચામુંડા હોટેલ પાસે પણ પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.
નવસારીમાં ચેકડેમ ગરકાવ
નવસારી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે.
જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. ઉપરવાસમાં વરસાદ વરસતા નદીઓ છલકાઈ ગઈ છે. કાવેરી નદી પરનો ચેક ડેમ પાણીમાં ગરકાવ થયો છે. કાવેરી નદી છલકાતા સર્જાયા નયનરમ્ય દ્રશ્યો. કાવેરી રિવરફ્રન્ટ ઉપર મનમોહક દ્રશ્યો સર્જાયા છે.
સુરત જિલ્લામાં અવિરત ધોધમાર વરસાદ
હવામાન વિભાગે દ.ગુજરાતમાં રેડ એલર્ટ આપ્યું છે. તમામ તાલુકાઓમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. બારડોલી, પલસાણા તાલુકામાં વરસાદની રમઝટ જોવા મળી છે. ઉમરપાડામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો, વાવણી લાયક વરસાદ થતા રોપણીઓ શરૂ થઈ ગઈ છે. સુરતમાં મેઘરાજાની બેટિંગ યથાવત જોવા મળી છે. સુરત સીટીમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉધના-નવસારી માર્ગ પર વરસાદી પાણી ફર્યા છે. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. કાગળ પર પાલિકાની પ્રિ-મોન્સૂનની કામગીરી કરાઈ છે. સામાન્ય જનતા પાલિકાની કામગીરીનો ભોગ બની છે. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે. ડુંભાલ, ઓમ નગરમાં વરસાદ વરસ્યો છે. ઓમનગરના ઘરોમાં પાણી પાણી જોવા મળ્યા છે. પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે.
સુરતમાં વરસાદની સાથે ભારે પવન ફૂંકાયો હતો. 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાતા વૃક્ષો પડી ગયા હતા. વૃક્ષો પડવાના કારણે ફાયર વિભાગ દ્વારા તેને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. હાલ પણ ફાયર વિભાગની નવ જેટલી ગાડીઓ સતત દોડી રહી છે.
આણંદમાં વરસાદ
આણંદમાં મોડી રાત્રે વરસ્યો હતો વરસાદ. ખંભાતમાં 3.85 ઇંચ વરસાદ પડ્યો હતો. ખંભાત સહિતના વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. તારાપુરમાં 1.68 ઇંચ, સોજીત્રામાં 0.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. રાત્રે 10 થી 12 વાગ્યા સુધીમાં 67 મીમી વરસ્યો છે અને 12 થી 2 દરમિયાન 31mm વરસાદ નોંધાયો છે. બોરસદમાં 9mm વરસાદ નોંધાયો છે.
ગીર સોમનાથમાં ઘોડાપૂર આવ્યું
ઉના મછુન્દ્રી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. મછુન્દ્રી નદીમાં સીઝનમાં બીજી વાર ઘોડાપૂર આવતા નદીના પટથી દૂર રહેવાની સૂચના અપાઇ છે. ગીર સોમનાથમાં રોડ પર પાણી ફરી વળ્યા છે. ગીર ગઢડા-ધોકડવા રોડ પર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદ બાદ વોકળાના પાણી પુલ પર ફરી વળ્યા છે. પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે. કડોદરાના આનંદપુરામાં સવારથી વરસાદ પડી રહ્યો છે.
ગીર સોમનાથમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. સતત પાંચમા દિવસે ગીરમાં વરસાદ પડ્યો છે. ક્યાંય ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ નોંધાયો છે. ગીર ગઢડામાં બે કલાક 3.5 ઇંચ, કોડીનારમાં વરસ્યો 1 ઇંચ વરસાદ. ગીર સોમનાથના ગીરગઢડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે માલણ નદીમાં ઘોડાપુર આવ્યું છે. નગડીયા ગામ થયું સંપર્ક વિહોણું. નગડીયાના લો લેવલકોઝવે પૂરના પ્રવાહમાં ગરકાવ થયા છે. પાણી ન ઉતરે ત્યાં સુધી ગામનો સંપર્ક વિહોણું બન્યું છે. ગીર ઉપરવાસ, તુલસી શ્યામ, ગીરગઢડામાં વરસાદ નોંધાયો છે.
ડેમ ઓવરફ્લો
જૂનાગઢ જિલ્લાના 12 ડેમોની સ્થિતિ- બાટવા ખારો ડેમ ઓવરફ્લો થયો છે. 1 દરવાજો ખોલાયો છે. ઓઝત 2 ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા, ઓઝત વંથલી ડેમના 12 દરવાજા ખોલાયા, ઓઝત શાપુર ડેમના 10 દરવાજા ખોલાયા, સાવલી ડેમના 9 દરવાજા ખુલ્લા મુકવામાં આવ્યા, આંબાજળ ડેમનો 1 દરવાજો ખોલાયો, આણંદપુર ડેમ વીયર, ઉબેણ વિયર કેરાળ ઓવરફ્લો થયો, ભાખરવડ ડેમ પણ થયો ઓવરફ્લો.
મઘરડી ડેમ, શેરડી ડેમ અને મધુવંતી ડેમ ઓવરફ્લો થયો છે. જિલ્લાના મોટાભાગના જળાશયો છલકાયા છે. જળાશયોમાં પાણીની આવકમાં સતત વધારો થયો છે.
જૂનાગઢનાં આણંદપુર ડેમ ઓવરફ્લો સતત થઈ રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. સુખપુર, આનંદપુરના ગામોને કરાયા એલર્ટ. નાગલપુર અને રાયપુર ગામોને એલર્ટ કરાયા છે. નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે. ફરી એકવાર ઘેડ પંથક જળબંબાકાર થયો છે.
વલસાડમાં મેઘો મહેરબાન
વલસાડમાં તમામ તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે. ઉમરગામમાં 24 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉમરગામમાં 8.12 ઇંચ, પારડીમાં 4.33 ઇંચ, વલસાડમાં 2.91 ઇંચ, વાપી અને કપરાડામાં 2.87 ઇંચ, ધરમપુરમાં 1.45 ઇંચ વરસાદ વરસ્યો છે. હજી પણ વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
છેલ્લા 24 કલાકમાં ભરૂચ જીલ્લામાં અંકલેશ્વરમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ પડ્યો છે. ભરૂચમાં 2 ઇંચ, વાગરામાં 1.75 ઇંચ વરસાદ નોંધાયો છે. વાલિયા અને નેત્રંગમાં 1.5 ઈંચ, હાંસોટમાં વરસ્યો 1 ઇંચ વરસાદ. જંબુસર 7મી.મી, આમોદ 12 મી.મી, વાગરા 1.75 ઇંચ, ભરૂચ 2 ઇંચ, ઝઘડિયા 1 ઇંચ, અંકલેશ્વર 4.5 ઇંચ, હાંસોટ 1 ઇંચ, વાલિયા 1.5 ઇંચ, નેત્રંગ 1.5 ઇંચ વરસ્યો છે.
પોરબંદરમાં એલર્ટ
રાણાવાવ તાલુકાના ખંભાળા ગામે આવેલ ખંભાળા ડેમ ૧૦૦% ભરાયેલ હોવાથી લોકોને પાણીના પ્રવાહથી દૂર રહેવા તેમજ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર-જવર નહીં કરવા અનુરોધ કરાયો છે. ઇમરજન્સીમાં જિલ્લાના કંટ્રોલ રૂમનો સંપર્ક સાધવો.
રાણાવાવ તાલુકાના ખંભાળા ગામે આવેલ ખંભાળા ડેમ ૧૦૦% ભરાયેલ હોય. લોકોને પાણીના પ્રવાહથી દૂર રહેવા તેમજ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર-જવર નહીં કરવા અનુરોધ. ઇમરજન્સીમાં જિલ્લાના કંટ્રોલ રૂમનો સંપર્ક સાધવો.@CMOGuj @mansukhmandviya @kunvarjibavalia @InfoGujarat @informationpor2 pic.twitter.com/VCkVNAgrLy
— Collector Porbandar (@collectorpor) July 22, 2024
અમદાવાદ ગ્રામ્યમાં ધોધમાર વરસાદ
અમદાવાદ ગ્રામ્યમાં બાવળા, ધોળકા તાલુકામાં વરસાદ પડ્યો છે. મોડી રાત્રે વરસાદી માહોલ જોવા મળ્યો છે. બગોદરા, મીઠાપુર, સરલા સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
સુરત પંથકમાં સાંબેલાધાર વરસાદ
સુરત શહેરમાં માત્ર 2 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. સુરતના પલસાણામાં સાંજે 6થી 8માં 4-5 ઇંચ વરસાદ નોંધાયો હતો. કામરેજમાં સવા ચાર ઇંચ વરસાદ, તાપીના નિઝરમાં 4 ઇંચ વરસાદ ખાબકયો. સુરતના બારડોલીમાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સાંજે 8થી 8ની વચ્ચે 62 તાલુકામાં વરસાદ પડ્યો હતો. લીંબાયત, મીઠી ખાડી વિસ્તારમાં પાણી ભરાયા છે. ઉપરવાસમાં વરસાદ પડતાં ખાડીનું લેવલ વધ્યું છે.
ભારે વરસાદથી ક્યાં કેટલા ઝાડ પડ્યા
સેન્ટ્રલ- 1
કતારગામ- 8
રાંદેર- 15
અઠવા- 2
લિંબાયત- 1
ઉધના- 1
વરાછા- 7
કામરેજ- 4
કુલ- 39
વાહનો ડૂબ્યા
જૈન સમાજના ચાતુર્માસ માટે સંયમનગરી બનાવાઈ છે, ત્યાં વીઆઇપી રોડ પર કેડસમા પાણી ભરાયા હતા. જેમાં BMW કાર સહિતના વાહનો અડધા ડૂબી ગયા હતા અને ચારેબાજુ પાણી પાણી હતું. રોડ પરથી વાહન પસાર કરવા લોઢાના ચણા ચાવવા સમાન હતું. કેટલાક ટુવ્હીલર પડી ગયા હતા. સંયમનગરી આગળ પાર્ક કરેલી 6 જેટલી લક્ઝુરિયસ કાર પાણીમાં ગળાડૂબ હતી.
પાલનપુર જકાતનાકા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. વિવેકાનંદ ટાઉનશીપમાં આવેલા ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હતા. વરસાદી પાણી ઘૂસતાં ઘરનું ફર્નિચર ડૂબવા લાગ્યું હતું. જેને પગલે ઘરવખરીને સુરક્ષિત જગ્યાએ ખસેડવી પડી હતી. 50થી વધારે ઘરોમાં પાણી ઘૂસ્યા હતા જેથી લોકો ખાટલાં, પલંગ કે પછી સોફામાં બેસી ગયા હતા. જેથી ઘરમાં રહેલા લોકો પણ ચિંતિત થયા હતા. પાણી ક્યારે ઓસરશે તેની રાહ જોતા દેખાયા હતા.
ભટાર રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. જેથી લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને પગલે સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયો હતો. જેથી જેને પગલે ઓટોરિક્ષા સહિતના વાહનો રોડ વચ્ચે બંધ પડી ગયા હતા.
મંતવ્ય ન્યૂઝ સામે ગ્રામજનોએ પોતાની વ્યથા વર્ણવી
જૂનાગઢમાં વંથલીમાં સતત ધીમીધારે વરસાદ પડ્યો છે. મધુવંતી નદીમાં પાણીની ભારે આવક થઈ છે. મોટા કાજલીયાળા ગામમાં ફરી વળ્યા નદીના પાણી. ગ્રામજનો માટે અવર જવર થઈ બંધ. મોટીયાણા ગામની મુલાકાત લીધી છે.
મંતવ્ય ન્યૂઝે મોટા કાજલીયાળા ગામની લીધી મુલાકાત. મોટા કાજલીયાળા ગામના માર્ગ પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા. મંતવ્ય ન્યૂઝ સામે ગ્રામજનોએ પોતાની વ્યથા વર્ણવી.
ધંધુકા પંથકમાં મુશળધાર વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદથી કપાસના પાકને આપ્યુ નવજીવન. કોટડા, જાળીયા, રાયકામાં વરસાદ પડ્યો છે.
માળીયા હાટીમાં 2 ઇંચ વરસાદથી નદી નાળામાં પૂર આવતા લોકોમાં ખુશી જોવા મળી છે. વડીયા ગામે વ્રજમી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. વ્રજમી નદી જોવા ટોળે ટોળા ઉમટયા. નીચાણવાળા વિસ્તારને અવરજવર ન કરવા સુચના અપાઈ છે. માળીયાના આંબાકુઈ નાની સિંચાઈ ડેમ ઓવરફ્લો થયો છે. અવિરત વરસાદ પડતા ડેમ થયો ઓવરફલો. નીચાણ વાળા વિસ્તાર એલર્ટ કર્યા છે.
જૂનાગઢ મેંદરડા પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. સતત ચાર દિવસથી વરસાદથી બજારમાં રહેણાંક મકાનો ઘૂસ્યા પાણી. 8 ઈંચથી વધુ વરસાદથી મેંદરડામાં પાણી પાણી. પાણી ઘરમાં ઘૂસી જતા ઘરવખરી પાણીમાં ડૂબી ગઈ હતી. જૂનાગઢમાં 6 થી 8માં વરસાદ નોંધાયો. કેશોદમાં 2.5 ઇંચ, માણાવદરમાં બે ઇંચ, જૂનાગઢ- મેંદરડા અને વંથલીમાં 0.5ઇંચ વરસાદ નોંધાયો છે.
ઓલપાડમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ચાર કલાકમાં 89 MM વરસાદ નોંધાયો હતો. તાલુકામાં 4 કલાકમાં પોણા ચાર ઇંચ વરસાદથી ઓલપાડ મુખ્ય બજાર વિસ્તારમાં પાણી ભરાયા હતા. માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ
આ પણ વાંચો: પોરબંદરમાં વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા
આ પણ વાંચો: દ્વારકામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું