શુક્રવાર 17 ફેબ્રુઆરી 2023ની સવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં બોર્ડના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માનું એક સ્ટિંગ ઓપરેશન વાયરલ થયું હતું. આ વીડિયોમાં તે ઘણા રહસ્યો ખોલતા જોવા મળ્યા હતા. હવે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેની માહિતી ANI દ્વારા સામે આવી છે. તે જ સમયે, એવું પણ કહેવામાં આવ્યું છે કે BCCI સચિવ જય શાહે પણ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે.
BCCI chief selector Chetan Sharma resigns from his post. He sent his resignation to BCCI Secretary Jay Shah who accepted it.
(File Pic) pic.twitter.com/1BhoLiIbPc
— ANI (@ANI) February 17, 2023
ચેતન શર્માએ સ્ટિંગમાં BCCI ના પૂર્વ પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે થયેલા વિવાદ અંગે પણ ખુલાસો કર્યો હતો. જેમાં વિરાટ કોહલીએ સૌરવ ગાંગુલી પર આરોપ લગાવ્યો હતો કે તેમણે તેમને જણાવ્યાં વગર જ કેપ્ટનશીપથી હટાવી દીધા હતા.
ચેતન શર્માએ સ્ટિંગ ઓપરેશનમાં એવો પણ ખુલાસો કર્યો હતો કે કોહલીને લાગતુ હતુ કે, ગાંગુલીને કારણે તેને કેપ્ટન્સી ગુમાવવી પડી છે. જોકે ગાંગુલીનો એકલાનો એ નિર્ણય નહતો. અમે બધા સિલેક્શન પેનલમાં હતા. કોહલીએ આ જ કારણે સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા મીડિયાની સામે આ અંગે ખુલાસો કરતાં ગાંગુલીની બદનામીનો પ્રયાસ કર્યો હતો. જોકે તે બુમરેંગ સાબિત થયો હતો. નોંધપાત્ર છે કે, કોહલીએ ત્યારે કહ્યું હતુ કે, મારી કેપ્ટન્સી છોડવાની રજુઆતને BCCI ના હોદ્દેદારોએ સહર્ષ સ્વીકારી લીધી હતી. જોકે ચેતન શર્માએ સ્ટિંગમાં કહ્યું કે, ગાંગુલીએ તેને ફેર વિચાર કરવા માટે જણાવ્યું હતુ. જોકે આ બાબત કોહલીને સંભળાઈ નહતી કે તેણે તેને નજર અંદાજ કરી હતી, તે તો કોહલી જ કહી શકે. અમે રોહિત શર્માની તરફેણ કરી એવું નથી. ગાંગુલીને કોહલી ગમતો નહતો એમ પણ તમે કહી શકો.
ઝી ન્યૂઝના સ્ટિંગમાં ચેતન શર્માએ પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને જૂઠ્ઠો કહ્યો હતો. વિરાટ પછી રોહિત શર્માને વ્હાઇટ બોલના ક્રિકેટની કમાન સોંપવા મામલે તેમણે વિરાટ કોહલી અને તત્કાલિન બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી વચ્ચેના વિવાદ મામલે પણ પેટછૂટી વાત કરી હતી. ચેતન શર્માએ સ્પષ્ટ કહ્યુ હતુ કે, ‘સૌરવ ગાંગુલી પૂર્વ કેપ્ટનને નફરત કરે છે. ભારતીય ખેલાડીઓ ફિટ રહેવા માટે ઈન્જેક્શન લે છે.’
આ પણ વાંચો:પૃથ્વી શો ખરાબ રીતે ફસાયો, સેલ્ફીના વિવાદમાં મહિલા પર હુમલો કરવાનો આરોપ: VIDEO
આ પણ વાંચો: ટેસ્ટ રેન્કિંગને લઈને હંગામો, ICCએ તેની ભૂલ સ્વીકારી અને માગી માફી
આ પણ વાંચો:ઓસ્ટ્રેલિયાએ દિલ્હી ટેસ્ટ માટે બનાવ્યો ખાસ પ્લાન, ભારતને રહેવું પડશે સતર્ક
આ પણ વાંચો:લગ્નની સીઝન ભારતીય ક્રિકેટ ટીમને પણ નડીઃ દિલ્હી ટેસ્ટ માટે હોટેલ બદલવી પડી
