Surat News/ 3ની ક્ષમતાની લિફ્ટમાં 7 લોકો! સુરતમાં બીજા-ત્રીજા માળ વચ્ચે અટવાયા, અડધા કલાકે બચાવ

Surat Lift Accident: સુરતના અમરોલીમાં ગૃહમ આઇકોન બિલ્ડિંગની લિફ્ટ બીજા-ત્રીજા માળ વચ્ચે બંધ પડી. 3 લોકોની ક્ષમતાની લિફ્ટમાં 7 લોકો ફસાયા, ફાયર ટીમે રેસ્ક્યૂ કર્યા.

Top Stories Gujarat Surat
Surat Lift Accident: અમરોલીમાં લિફ્ટમાં 7 લોકો ફસાયા, ફાયર વિભાગે rescue કર્યા

Surat News: સુરતના અમરોલીમાં મોડી રાત્રે લિફ્ટ અધવચ્ચે બંધ પડી જતા 7 લોકો અંદર (Surat Lift Accident) ફસાઈ ગયા હતા. કોસાડ રોડ પર આવેલા ગૃહમ આઇકોન બિલ્ડિંગમાં રાત્રે સાડા 12 વાગ્યાની આસપાસ લિફ્ટ બીજા અને ત્રીજા માળ વચ્ચે અટકી ગઈ હતી. આશરે અડધો કલાક બહાર નીકળવાના પ્રયાસો નિષ્ફળ જતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ટીમે ઘટનાસ્થળે પહોંચી તમામ લોકોને સહીસલામત બહાર કાઢ્યા હતા.

Surat Lift Accident: અડધો કલાક સુધી લિફ્ટમાં ફસાયા

લિફ્ટમાં ફસાયેલા લોકોની ઉંમર આશરે 24થી 30 વર્ષની વચ્ચે હોવાનું જાણવા મળ્યું છે. લિફ્ટ અધવચ્ચે અટકી જતાં સાતેય લોકોએ બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી નહોતી. આખરે ફાયર વિભાગને જાણ કરાઈ હતી.

ફાયર ટીમે હાથ ધર્યું રેસ્ક્યૂ

જાણ થતાં ફાયર વિભાગની ટીમ (Surat Fire Department) તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કર્મચારીઓએ જરૂરી બચાવ કામગીરી હાથ ધરીને લિફ્ટમાં ફસાયેલા સાતેય લોકોને ( Lift Rescue) સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. કોઈ જાનહાનિ ન થતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

પ્રાથમિક માહિતી મુજબ જે લિફ્ટમાં લોકો સવાર હતા તેની ક્ષમતા માત્ર 3 વ્યક્તિની હોવાનું સામે આવ્યું છે, જ્યારે ઘટનાના સમયે તેમાં 7 લોકો સવાર હતા. વધુ ભારને કારણે લિફ્ટ બંધ પડી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે લિફ્ટ કયા ચોક્કસ કારણોસર ખોટકાઈ તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

ઓફિસનો સામાન ફેરવી પરત ફરતા હતા

મળતી માહિતી મુજબ લિફ્ટમાં સવાર લોકો ઓફિસનો સામાન ફેરવીને પરત ફરી રહ્યા હતા. તમામ લોકો એકસાથે લિફ્ટમાં સવાર થયા બાદ થોડા જ સમયમાં લિફ્ટ બીજા (Lift Incident Surat) અને ત્રીજા માળ વચ્ચે અટકી ગઈ હતી. ફાયર વિભાગે સમયસર પહોંચીને સાતેય લોકોને સહીસલામત બહાર કાઢતા મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, ઘટનાએ બિલ્ડિંગની લિફ્ટની ક્ષમતા અને સલામતી વ્યવસ્થા અંગે સવાલો ઊભા કર્યા છે.


આ પણ વાંચો: શાહીબાગ-નરોડાથી SG હાઈવે સુધી લક્ઝરી બસોનો ત્રાસ! પ્રતિબંધિત સમયમાં પણ અવરજવર યથાવત

આ પણ વાંચો: ચોમાસું વિદાય તરફ, છતાં ગુજરાતમાં વરસાદની ઘટ; સપ્ટેમ્બર પર સૌની નજર

આ પણ વાંચો: રાજકોટમાં પિત્ઝા ખાવા બેઠા ને નીકળી માખી! Domino’sની શોપનો VIDEO વાયરલ