Ahmedabad News : અમદાવાદ ક્રાઈમ બ્રાંચે હની ટ્રેપ મામલે બે શખ્સની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીએ યુવક પાસેથી રૂપિયા અને મોંઘી ઘડિયાળ પડાવી લીધી હતી. પોલીસે આ મામલે આશિક ઉર્ફે દાળીઓ અને મુકેશ ડાભી નામના શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓએ યુવક સાથે મિત્રતા કરીને તેની પાસેતી પૈસા પડાવ્યા હતા. રૂપિયા પડાવ્યા બાદ તેમણે યુવકને માર માર્યો હતો. આરોપીઓે યુવક પાસેથી 12 હજાર રોકડા રૂ. 1,20,000 ની કિંમતનો મોબાઈલ, દિરહામ કરન્સી 600 અને રૂ.25,000 ની કિંમતની ઘડિયાળ લૂંટી લીધા હતા.
પોલીસે પુછપરછ કરતા આરોપીઓે પોલીસને જણાવ્યું હતું કે તેમના ઓળખીતા અબુ નામના સરખેજમાં રહેતા શખ્સે ટીપ આપી હતી કે સરખેજ વિસ્તારમાં રહેતા વસીમ મોઘલ પાસે ઘણા રૂપિયા છે. તેને હની ટ્રેપમાં ફસાવી રૂપિયાની માંગણી કરવામાં આવશે તો એક કરોડ કરતા વધારે રૂપિયા મળશે. આથી બન્ને આરોપીએ તેમના સાગરીતો મહેસાણાના સમીર ઉર્ફે ડી.જે ને તૈયાર કરી છોકરી શોધી કાઢવા જણાવ્યું હતું. બાદમાં સમીરે તેની ગર્લફ્રેન્ડ કિટ્ટુ ઠાકોરને તૈયાર કરી તેનું નવું નામ કાયનાત સૈયદ ધારણ કરાવ્યું હતું.
બાદમાં કાયનાતને વસીમનો મોબાઈલ નંબર આપી નોકરીની જરૂર છે કહી કાયનાત પાસે અવારનવાર ફોન કરાવી વસીમ સાથે મિત્રતા કેળવી હતી.બાદમાં વસીમને હની ટ્રેપમાં ફસાવી રાત્રે મોડુ થયું છે કહીને ઘરે મુકવા કહેતા વસીમભાઈએ તેમની કારમાં એસજી હાઈવે ગુરૂદ્વારા સર્કલ તરફ લઈ જતા હતા. કાયનાતે તેનું અપહરણનું નાટક રચ્યું હતું. કાયનાતના મળતીયા આરોપીઓએ વસીમભાઈની કારનો પીછો કરીને કાર ગાંધીનગર સર્કલ પહોંચતા વસીમભાઈની કાર અટકાવી હતી.
છોકરીને ઉલ્ટી થાય છે કહીને આરોપીઓે પોતાની ઓળખ ગાંધીનગર ક્રાઈમ બ્રાંચ પોલીસની આપીને છોકરીના અપહરણના કેસમાં પુરી દેવાની ધમકી આપીને એક કરોડની ખંડમી માંગી હતી.બાદમાં તેમણે વસીમભાઈની ઘડિયાળ, મોબાઈલ, રોકડ રકમ વગેરે લૂંટી લીધા હતા.આરોપી આસીફ દસેક ગુનામાં પકડાયેલો હોવાનું પોલીસે જણાવ્યું હતું. અલ્પેશ સામે પણ ધંધુકા, ધોલેરા અને વલસાડમાં 11 ગુના નોંધાયેલા છે.
આ પણ વાંચો:ઘર કે ઓફિસમાં CCTV કેવી રીતે રાખશો સુરક્ષિત? હર્ષ સંઘવીએ આપી જરૂરી ટીપ્સ
આ પણ વાંચો:ગાંધીધામ કચ્છ પોલીસને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા
આ પણ વાંચો:રાજકોટ હોસ્પિટલના CCTV ફૂટેજ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી