Business News : સોનાનો ભાવ આજે ગુરુવારે (13 માર્ચ) તેના સૌથી ઉચા સ્તરે પહોંચી ગયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 700 રૂપિયા વધીને 86,843 રૂપિયા થયો છે. અગાઉ સોનું 85,143 રૂપિયા હતું. 19 ફેબ્રુઆરીના રોજ સોનાનો ભાવ 86,733 ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. આ વર્ષે 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 72 દિવસમાં સોનાના ભાવમાં 10,681 રૂપિયાનો વધારો થયો છે. જે સોનામાં સતત ભાવ વધારો દર્શાવે છે.
તે જ સમયે, આજે એક કિલો ચાંદી 222 રૂપિયા મોંઘી થઈ ગઈ છે અને 98,322 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. ગઈકાલે એટલે કે બુધવારે ચાંદીનો ભાવ 98,100 રૂપિયા પ્રતિ કિલો હતો. 23 ઓક્ટોબર, 2024ના રોજ ચાંદીનો ભાવ 99,151 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો હતો.
દિલ્હીમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 81,350 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 88,730 રૂપિયા છે. મુંબઈમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 81,200 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 88,580 રૂપિયા છે. કોલકાતામાં 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 81,200 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 88,580 રૂપિયા છે. ચેન્નાઈમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 81,200 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 88,580 રૂપિયા છે. અમદાવાદમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 81,250 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 88,630 રૂપિયા છે.
સોનામાં વધારા માટે 3 કારણો
ટ્રમ્પના અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાથી ભૂરાજકીય તણાવ વધ્યો છે.
ડોલર સામે રૂપિયાના નબળા પડવાથી સોનું મોંઘુ થઈ રહ્યું છે.
શેરબજારમાં ઘટાડાને કારણે લોકો સોનામાં રોકાણ વધારી રહ્યા છે.
કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયા કહે છે કે મોટી તેજી પછી, સોનામાં ઘટાડો થવાની અપેક્ષા હતી અને તે પહેલાથી જ થઈ ચૂક્યું છે. અમેરિકા પછી યુકે દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો અને વધતા ભૂ-રાજકીય તણાવને કારણે સોનાને ટેકો મળી રહ્યો છે. તે જ સમયે, ગોલ્ડ ETFમાં રોકાણ પણ વધી રહ્યું છે. આ કારણે સોનાની માંગ વધી રહી છે. આવી સ્થિતિમાં આ વર્ષે સોનું 90 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે.
આ પણ વાંચો:ઘર કે ઓફિસમાં CCTV કેવી રીતે રાખશો સુરક્ષિત? હર્ષ સંઘવીએ આપી જરૂરી ટીપ્સ
આ પણ વાંચો:ગાંધીધામ કચ્છ પોલીસને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા
આ પણ વાંચો:રાજકોટ હોસ્પિટલના CCTV ફૂટેજ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી