બોટાદના સરવા ગામ ના ગ્રામજનો અને સરકારી નોકરી કરતા કર્મચારી ઓની પ્રસંનિય કામગીરી. ગામની સરકારી સ્કુલમાં ૫ બેડ વાળી બનાવી હોસ્પીટલ. દર્દીઓને સમયસર સારવાર અને ઓક્સીજન મળી રહી તે માટે ઓક્સીજન ની કરાઈ વ્યવસ્થા.
બોટાદ જિલ્લાનું આ છે સરવા ગામ આશરે 10 હજારની વસ્તી ધરાવતા આ ગામ માં કોરોના પોઝીટીવ દર્દી ની સંખ્યા નું પ્રમાણ વધુ જોવા મળેલ અને મોટા ભાગના દર્દી ઓને ઓક્સિજન લેવલ ઘટતું હોવાની ફરિયાદ વચ્ચે આ ગામ ના એવા લોકો કે આજે અલગ અલગ ક્ષેત્ર માં સરકારી નોકરી કરતા કર્મચારી ઓ તેમજ સરવા ગામના ગ્રામજનો અને ગ્રામ પંચાયત દ્વારા આર્થિક સહયોગ કરી સરવા ગામ માં ૫ ઓક્સિજન બેડ ની સરકારી હાઈસ્કૂલ માં વ્યવસ્થા કરવામાં આવી જેને લઈ ઓક્સિજન લેવલ ઘટતા દર્દી ઓને પ્રાથમિક સારવાર મળી રહે તેવું આયોજન કર્યું કારણ કે હાલ ની સ્થતિ માં ખાનગી કે સરકારી કોવિડ 19 હોસ્પિટલમાં ઓક્સિજન બેડ મળવા મુશ્કેલ છે.
ત્યારે ઓક્સિજન ની જરૂરિયાત વાળા દર્દી હેરાન ન થાય તે વાત ની ચિંતા સાથે આ હોસ્પીટલ બનાવામાં આવી છે. જેમાં ઓક્સિજન લેવલ ઘટતું હોય તેવા દર્દી ને સરવા ગામ માં આવેલ પી.એચ.સી. કેન્દ્ર ના સ્ટાફ અને ડોકટરો દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. તેમજ આ હોસ્પીટલમાં ઓક્સીજન ના બોટલ ની વ્યવસ્થા બોટાદ ભાજપ કાર્યાલય થી કરવામાં આવી રહી છે. ૨૨ એપ્રિલ ૨૦૨૧ થી શરુ કરાયેલ આ હોસ્પીટલમાં અત્યાર સુધીમાં ૧૪ દર્દીઓને સારવાર આપી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
