બોટાદ/ કપાસથી કોટન યાર્ડ ઉભરાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

બોટાદ કોટન સબયાર્ડ છે આ કોટન સબ યાર્ડમાં બોટાદ જિલ્લાના ખેડુતો સહિત અન્ય જિલ્લાના ખેડૂતો પણ  કપાસ વેચવા માટે અહી આવતા હોય છે.

Gujarat Others

Botad News: બોટાદ જિલ્લામાં નહીં પણ સૌરાષ્ટ્રમાં કોટન યાર્ડમાં પ્રથમ સ્થાન ધરાવતું બોટાદના કોટન યાર્ડમાં આજે 50000 હજાર મણ કપાસની આવક થતા બોટાદ કોટન યાર્ડમાં વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી અને કપાસથી કોટન યાર્ડ ઉભરાયું હતું. જ્યારે કપાસનો ભાવ ૧૩૦૦ થી ૧૫૦૦ ઓછો ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી જ્યારે કપાસનો ભાવ ૨૦૦૦ હજાર આપવા ખેડુતોએ માંગ કરી છે જો કપાસના ભાવ મા વધારો કરવામાં નહી આવે તોઉગ્ર આંદોલન કરવાની કિસાન સંઘે ચીમકી ઉચ્ચારી હતી.

બોટાદના પાળીયાદ રોડ ઉપર આવેલ સબ કોટન યાર્ડ જે સોરાષ્ટ્ નું સૌથી મોટું કોટનનુ હબ ગણાતું યાર્ડ એટલે બોટાદ કોટન સબયાર્ડ છે આ કોટન સબ યાર્ડમાં બોટાદ જિલ્લાના ખેડુતો સહિત અન્ય જિલ્લાના ખેડૂતો પણ  કપાસ વેચવા માટે અહી આવતા હોય છે. ત્યારે હાલ બોટાદ કોટન સબ યાર્ડમાં તાજેતરમાં કપાસની ખરીદી શરૂ કરવામાં આવતા ૫૦૩ જેટલા ટેમ્પા ૨૫૨ જેટલા મોટા વાહનો કપાસ ભરેલાની લાઇન લાગી હતી શરૂઆત માજ ૫૦ હજાર મણ કપાસની આવક થવા પામી છે ત્યારે કપાસની નો ભાવ  ૧૩૫૦ થી ૧૫૦૦ સુધી ના ભાવ મળી રહ્યા છે.જેને લઈ ખેડુતોમા નારાજગી જોવા મળી રહી છે.

બોટાદ જિલ્લામા કપાસના પાક નું સૌથી વધારે વાવેતર કરવામા આવે છે અને ચાલુ વર્ષે પણ જિલ્લામાં સૌથી વધારે કપાસનું વાવેતર થયું છે પરંતુ જિલ્લામાં ખેડુતોની માઠી દશા બેઠી હોય તેમ પહેલા કમોસમી વરસાદ મા નુકશાન થયું અને હાલ કપાસમાં સુકારાનો રોગ આવતા ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે કપાસના ભાવ ૧૩૦૦ થી ૧૫૦૦ આવતા ખેડુતોની મુશ્કેલીમાં વધારો થયો છે જેથી ખેડુતોમા નારાજગી જોવા મળી રહી છે અને કપાસના ઓછામાં ઓછા ૨૦૦૦ રૂપિયા નો ભાવઆપવામા આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

બોટાદ માર્કેટિંગ કોટન યાર્ડમાં કપાસની આવકને લઈ બોટાદ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ ઇન્દ્રસિંહ રાયજાદા જણાવેલ કે હાલ કપાસમાં સુકારો આવવાના કારણે કપાસના ઉત્પાદનમાં ખેડૂતોને ઘણો બધો માર પડશે જેને લઇ કપાસ ના ભાવમાં સુધારો કરી ખેડૂતોને વધુ લાભ થાય અને કપાસના ભાવમાં વધારો કરવો જોઈએ તેવી માંગકરાઈ છે તેમજ આગામી દિવસોમાં શિયાળુ પાક લઈ શકે જેના માટે સરકારે યોગ્ય સહાય પણ ખેડૂતોને આપવી જોઈએ જો સરકાર દ્વારા કપાસના ભાવ મા વધારો નહી કરાય તોઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.



આ પણ વાંચો:અમદાવાદ પોલીસ નવરાત્રીને લઈ એક્શનમાં, તૈયાર કર્યો ખાસ પ્લાન

આ પણ વાંચો:અમદવાદમાં એક સપ્તાહમાં હવાની ગુણવત્તા સૂચકાંક 80-100 રહી

આ પણ વાંચો:દરેક સનાતની હિન્દુઓએ અવશ્ય તિલક કરીને આવવુંઃ ફતેસિંહ ચૌહાણ

આ પણ વાંચો:અમદાવાદ શહેર પોલીસની મોટી કાર્યવાહી શહેરના 215 થી વધુ સ્પા પર દરોડા