Ahmedabad/ અમદાવાદ પોલીસ નવરાત્રીને લઈ એક્શનમાં, તૈયાર કર્યો ખાસ પ્લાન

સીપીએ કહ્યું કે, નવરાત્રી માટેનું જાહેરનામું ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. અત્યાર સુધી અમદાવાદમાં 47 ગરબા આયોજકો દ્વારા મંજૂરી માંગવામાં આવી છે.

Ahmedabad Gujarat
YouTube Thumbnail 52 અમદાવાદ પોલીસ નવરાત્રીને લઈ એક્શનમાં, તૈયાર કર્યો ખાસ પ્લાન

શહેર પોલીસે ગરબા આયોજકો માટે સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવાનું ફરજિયાત બનાવ્યું છે. કેમેરાને શહેર પોલીસ કંટ્રોલ રૂમ સાથે લિંક કરવામાં આવશે. ડીસીપીએ કહ્યું કે, નવરાત્રી માટેનું જાહેરનામું ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. અત્યાર સુધી અમદાવાદમાં 47 ગરબા આયોજકો દ્વારા મંજૂરી માંગવામાં આવી છે. મંજૂરી આપવાની પ્રક્રિયા હજુ ચાલુ છે. રાત્રિના 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની મંજૂરી આપવામાં આવી છે. ગરબા આયોજકોએ પોલીસને સહયોગ આપવા વોલેન્ટિરો માટે વ્યવસ્થા રાખવાની રહશે. મહિલાઓ માટે ખાસ મહિલાઓ દ્વારા ચેકીંગ અને ફ્રિસ્કિંગ કરવાનું રહેશે.

આ ઉપરાંત સિવિલ ડ્રેસમાં પોલીસની ટીમો તહેનાત રહશે. કોઈ છેડતી,ચેન સ્નેચિંગ,ચોરી જેવી ઘટનાઓને અટકાવવા સિવિલ ડ્રેસમાં પોલીસની ટીમો તહેનાત રહશે. પાસ સાથે ખાનગી ગરબા આયોજકો માટે નિયમો બનાવવામાં આવી રહ્યા છે. ગરબા પૂર્ણ થયા બાદ ટ્રાફિક અને કાયદા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવશે. કોઈ ગરબા સ્થળે મહિલાઓની છેડતી કે કોઈ અણબનાવ ના બને તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે.

થોડા સમયથી હાર્ટએટેકના કેસો વધ્યા હોવાનું માધ્યમથી સામે આવ્યું છે. ગરબા આયોજકો દ્વારા આરોગ્ય સેવા અને એમ્બ્યૂલન્સની વ્યવસ્થા રાખવી જરૂરી છે. ગેસ્ટ હાઉસ, હોટેલ અને ધાબાઓ સહિતના સ્થળોએ ચેકીંગ કરવામાં આવશે. અમદાવાદમાં મેચો પણ ચાલી રહી છે ત્યારે કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા ઈસમને જડપી પાડવા કામગીરી ચાલુ રહેશે. ગરબા આયોજકોને નિયમોને આધિન આપવામાં આવેલ મંજૂરીનો અમલ કરવામાં નહિ આવે તો મંજૂરી રદ કરવામાં આવશે. યુવાધન નવરાત્રી મહોત્સવમાં નશો કરેલ હાલતમાં કોઈ સંઘર્ષના કરે એ માટે આયોજન કરવામાં આવશે. પોલીસ દ્વારા બોડીવોર્ન કેમેરા સાથે ચેકીંગ કામગીરી કરવામાં આવશે.

અમદાવાદ પોલીસની આયોજકોને સૂચના  

  • જાહેરમાં લાઉસ્પીકર વગાડવાની માન્યતા ૧૨ વાગ્યા સુધી આપવામાં આવી
  • ગરબા પૂર્ણ થયા બાદ ટ્રાફિક નો પ્રશ્ન ન સર્જાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે
  • ગરબા વેન્યુ પર આયોજકોને CCTV રાખવાની સૂચના, CCTV કંટ્રોલ રૂમ તૈયાર કરવાની સૂચના
  • પાર્કિંગ સ્થળ ગરબા ગ્રાઉન્ડ થી ૧૦૦ મીટર દૂર રાખવાની સૂચના
  • હાર્ટ એટેકના કિસ્સામાંઆવી ઘટના ના બને તે માટે તબીબી ટીમ તૈનાત રહે તે માટે સીપી દ્વારા સૂચના આપવામાં આવશે
  • લાઈટિંગ માટે સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટી ના NOC લેવામાં આવે તેવી માગ

મહિલાઓ માટે સી ટીમ સજ્જ 

કોમલ વ્યાસે વધુમાં નિવેદન આપ્યું હતું કે, ગરબાનો સમય પૂર્ણ થયા બાદ મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા મહિલા પોલીસ ટીમ તૈનાત કરવામાં આવશે. જ્યારે મહિલા પોલીસ ડ્રેસમાં નહીં પરંતુ સિવિલ ડ્રેસમાં ફરીને છેડતીની ઘટનાને રોકવાના તથા છેડતીની ઘટના ન બને તે માટે ખાસ જગ્યા ઉપર ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે. ઉપરાંત ગરબા પૂર્ણ થયા બાદ મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેને ધ્યાનમાં લઈને પણ ટ્રાફિક પોલીસના જવાનોને ખડે પગે રાખવામાં આવશે. આમ યુવતીઓની સુરક્ષા માટે ખાસ સી-ટીમ તૈનાત રાખવામાં આવશે.

ચુસ્ત પોલીસ પેટ્રોલિંગ : ખાનગી આયોજકોએ શોર્ટ સર્કિટના કારણે આગના બનાવ ન બને તે માટે ફાયર સેફ્ટીની વ્યવસ્થા પણ કરવાની રહેશે. ઉપરાંત હોસ્પિટલની આજુબાજુમાં ગરબાને પરવાનગી આપવામાં આવશે નહીં. જે જગ્યાએ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી જરૂર જણાય ત્યાં ફોટોગ્રાફી પણ કરવાની રહેશે. ઉપરાંત ખોટી અફવા ફેલાય નહીં તે માટે સાયબર ટીમ પણ સતત વોચ રાખશે. જ્યારે ગરબાની શરૂઆત અને ગરબા પૂર્ણ થયા બાદ પણ અમુક લોકો કાફેમાં અથવા તો હોટલમાં સમય પસાર કરતા હોય છે. તેવા સમયગાળા દરમિયાન પણ પોલીસનું સતત પેટ્રોલિંગ અને વોચ રાખીને જરૂરી અટકાયતી પગલા પણ લેવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 અમદાવાદ પોલીસ નવરાત્રીને લઈ એક્શનમાં, તૈયાર કર્યો ખાસ પ્લાન


આ પણ વાંચો:કબ્જો ન હોવા છતાં પણ લુલુ ગ્રુપને પ્લોટ સોંપવા ઉતાવળીયું બનેલું ઔડા

આ પણ વાંચો:ખંડણીખોર પર ત્રાટકતી દાહોદ પોલીસ, મહિલાને ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી માગી 90 લાખની ખંડણી

આ પણ વાંચો:PM અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી, બદલામાં લોરેન્સ બિશ્નોઈને છોડવાની માગ

આ પણ વાંચો:વાયબ્રન્ટ બોટાદ કાર્યક્રમની પ્રિ-ઈવેન્ટ, નિરાધાર વૃદ્ધો અને સીનીયર સીટીઝન માટે કરાયું ધાર્મિક પ્રવાસનું આયોજન