ગોંડલ/ ગોમટા માં  25 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉન જાહેર કરાયું

વિશ્વાસ ભોજાણી – ગોંડલ ગોંડલ શહેરથી 15 કિલોમીટરના અંતરે આવેલ અને છ હજારની વસ્તી ધરાવતા ગોમટા ગામ માં અધધ 25 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ગામમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનો અને આગેવાનો સાથેની તાકીદની મીટિંગ બોલાવી લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા બોલાવવામાં આવેલ તાકિદની મિટિંગમાં સરપંચ જસાભાઈ […]

Gujarat Others
Untitled 53 ગોમટા માં  25 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉન જાહેર કરાયું

વિશ્વાસ ભોજાણી – ગોંડલ

ગોંડલ શહેરથી 15 કિલોમીટરના અંતરે આવેલ અને છ હજારની વસ્તી ધરાવતા ગોમટા ગામ માં અધધ 25 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ગામમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનો અને આગેવાનો સાથેની તાકીદની મીટિંગ બોલાવી લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું.

ગ્રામ પંચાયત દ્વારા બોલાવવામાં આવેલ તાકિદની મિટિંગમાં સરપંચ જસાભાઈ ઝાપડા, તાલુકા ભાજપ પ્રમુખ યોગેશભાઈ કયાડા, સહકારી મંડળી પ્રમુખ બિપીનભાઈ વાછાણી, પટેલ સમાજ પ્રમુખ પ્રવિણભાઈ વાછાણી, ઉપપ્રમુખ અતુલભાઇ ભાણવડીયા, દૂધ મંડળી પ્રમુખ રમેશભાઇ ઘેટીયા, ઉપસરપંચ પરેશભાઈ ભાણવડીયા અને મેડિકલ ઓફિસર ડોક્ટર યશપાલસિંહ રાઠોડ સહિતનાઓ હાજર રહ્યા હતા અને ચર્ચા કરાઇ હતી કે ગામમાં છેલ્લા બે દિવસમાં ૨૫ જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાય જવા પામ્યા છે જેના પગલે તાકીદે લોકડાઉન કરવાની ફરજ પડી છે જીવન જરૂરિયાત ની દુકાન ખોલવાનો સમય સવારના ૬થી ૯ અને સાંજના 6 થઈ 9 જાહેર કરાયો છે આ તકે માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે જો કોઈ દુકાનદારના પરિવારમાંથી કોરોના કેસ પોઝિટિવ આવે તો દુકાનદારે સદંતર દુકાન બંધ રાખવાની રહેશે બહારગામ આવવા જવા માટે ગ્રામ પંચાયત ની મંજૂરી લેવી પડશે બહારગામથી આવતા ફેરિયાઓ માટે પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે તેમજ મેડિકલ સ્ટોર ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ