ચક્રવાત/ વાવાઝોડાના લીધે અમદાવાદ,સાણંદ અને ધોળકા તાલુકાના 3 ગામોના 571 લોકોનું કરાવામાં આવ્યું સ્થળાંતર,તંત્ર એલર્ટ

બિપોરજોય વાવાઝોડાની સંભવિત અસરને પગલે અમદાવાદ જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકાના ત્રણ ગામોમાંથી ૫૭૧ જેટલા લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે

Top Stories Gujarat
3 2 1 વાવાઝોડાના લીધે અમદાવાદ,સાણંદ અને ધોળકા તાલુકાના 3 ગામોના 571 લોકોનું કરાવામાં આવ્યું સ્થળાંતર,તંત્ર એલર્ટ

બિપોરજોય વાવાઝોડાની સંભવિત અસરને પગલે અમદાવાદ જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકાના ત્રણ ગામોમાંથી ૫૭૧ જેટલા લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે. વિવિધ પરા-વિસ્તારોમાં ઝુંપડા બાંધીને રહેતા લોકોને જોખમથી બચાવવા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જેમાં ધોળકા શહેરના અમુક વિસ્તારોના ૧૦૦, મુંજપુર ગામના ૬૫ ઉપરાંત વાસણા કેલીયા ગામના કાચા ઝૂંપડામાં વસવાટ કરતા ૬ લોકોને સુરક્ષિત સ્થળે લઇ જવાયા છે.

આ ઉપરાંત સાણંદ તાલુકાના વીંછીયા ગામ નજીક સીમમાં ઝુંપડા બાંધીને રહેતા ૪૦૦ જેટલા લોકોને પણ સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. તમામ સ્થળાંતરીતોના ભોજન તથા રહેવા માટેની વ્યવસ્થાઓ તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે     બિપોરજોય વાવાઝોડાના પગલે ગુજરાતના વાતવરણમાં પલટો આવ્યો છે. ગુજરાતના દરિયાકિનારે બિપોરજોય વાવાઝોડાની લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેના પગેલ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.આ  વાવાઝોડાના લીધે અમદાવાદની તમામ શાળાઓ બંધ રહેશે તેવો નિર્ણય શિક્ષણ વિભાગે લીધો છે.અમદાવાદ શહેર જિલ્લાની શાળાઓ બંધ રહેશે.

ચક્રવાત બિપરજોય ગુજરાતમાં પહોંચી ગયું છે. બિપરજોયે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં લેન્ડફોલ કરવાનું શરૂ કર્યું છે. આ પ્રક્રિયા મધરાત 12 સુધી ચાલુ રહેશે. ચક્રવાતી વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડું દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવી રહ્યું છે. 100 થી 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.અનેક શહેર આ વાવાઝોડાથી પ્રભાવિત થઇ રહ્યા છે