નુકસાન/ જાણો બિપરજોય વાવાઝોડાના પગલે કયા વિસ્તારમાં થયું કેટલું નુકસાન

છેલ્લા ૭૨ કલાકમાં કયા જીલ્લામાં કેટલું નુકસાન થયું છે… થોડા કલાકો સુધી કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં જોરદાર પવન

Top Stories Gujarat
4 183 જાણો બિપરજોય વાવાઝોડાના પગલે કયા વિસ્તારમાં થયું કેટલું નુકસાન

હવામાનવિભાગે માહિતી આપી છે તે મુજબ વાવાઝોડું ટકરાવાની શરૂઆત થઈ ગઈ છે અને લૅન્ડફોલની આ પ્રક્રિયા હજી પાંચ કલાક સુધી ચાલવાની શક્યતા છે. હવામાનવિભાગે આ અંગેના નકશા પણ ટ્વીટ કર્યા છે. થોડા કલાકો સુધી કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે અને સાથે જ વરસાદ પણ પડી રહ્યો છે.

બિપરજોય વાવાઝોડા સામે કચ્છ હમેશા ખડેપગે રહ્યું છે. આ અગાઉ પણ કચ્છમાં નાના-મોટા ભૂકંપના આંચકા આવતા રહે છે. પરંતુ દરેક વખતે આ જિલ્લો હિંમતથી વિપદાનો સામનો કરે છે. હવે ફરી એકવાર કચ્છ કુદરતના કોપનો ભોગ બન્યું છે. બિપરજોય વાવાઝોડાની તીવ્રતાને લઈને ઘણું નુકસાન પણ પહોચ્યું છે.

જખૌ બંદર પર સાંજે 4થી8 વાગ્યાની વચ્ચે બિપોરજોય વાવાઝોડું ટકરાશે તેવી સંભાવના હતી. વાવાઝોડાના કારણે કાચા મકાનો, વીજ થાંભલા અને મોબાઈલ ટાવર્સ પડી શકે છે ઉપરાંત રોડ-રસ્તાને પણ ગંભીર નુકસાન થઈ શકે છે, રેલવે ટ્રેક પર પાણી ફરી વળી શકે છે, ધૂળની ડમરીઓના લીધે વિઝિબિલિટી ઘટી શકે છે. ઉપરાંત ઊભા પાક, બગીચાઓ અને ફૂલ-છોડને નુકસાન થઈ શકે છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, જૂનાગઢ અને અને રાજકોટ સહિતના જિલ્લાઓમાં વાવાઝોડના લીધે આટલું નુકસાન થઈ શકે છે તેમ હવામાન વિભાગે બહાર પાડેલા બુલેટિનમાં જણાવાયું છે.

વાવાઝોડા દરમિયાન એકપણ વ્યક્તિનું મોત ના થાય તે માટે વિવિધ સરકારી એજન્સીઓ દિવસ-રાત કામ કરી રહી છે. બુધવાર સાંજ સુધીમાં 74,000થી વધુ લોકોને આશ્રયગૃહમાં ખસેડવામાં આવ્યા છે. તેમાંથી 35,000 જેટલા લોકોને તો કચ્છના જ આશ્રયગૃહમાં મોકલવામાં આવ્યા છે. સ્થળાંતર કરાયેલા લોકોને બસ એ જ ચિંતા છે કે, તેમની આજીવિકાને નુકસાન ના થાય. નલિયામાં બનાવાયેલા આશ્રયગૃહમાં સ્થળાંતરિત કરાયેલા સુલતાન મિયાએ કહ્યું, “અમને સૌને બસ એક જ વાતનો ભય છે કે મહામહેનતે ઊભી કરેલી અમારી મકાન અને બોટ જેવી સંપત્તિને આ વાવાઝોડામાં નુકસાન ના થાય.”બિપોરજોય વાવાઝોડાં કારણે સૌરાષ્ટ્ર કચ્છમાં 11 kvના 14727 જેટલા ફીડર ઠપ થઈ ગયા છે. જેના પગલે મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં છવાઈ ગયો છે. બીજી તરફ વાવાઝોડાની સંભવિત અસરવાળા કચ્છ અને સૌરાષ્ટ્રના 11 જેટલા જિલ્લાઓમાં 179 ગામોમાં હજી પણ વીજ પુરવઠો ન હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે 65 ગામડાંમાં વીજ પુરવઠો ન હતો. સૌરાષ્ટ્ર કચ્છમાં 2500 જેટલા વીજ પોલોને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. હાલ PGVCLઓની સૌરાષ્ટ્ર કચ્છમાં 1000થી વધુ ટીમો કામ કરે છે અને ફરી કઈ રીતે જલ્દી વીજ પુરવઠો રાબેતા મુજબ થાય તે રીતે અલગ અલગ ટીમો બનાવી હાલ કામગીરી કરવામાં આવી રહી છે.

આ સાથે જ છેલ્લા ૭૨ કલાકમાં કયા જીલ્લામાં કેટલું નુકસાન થયું છે

બિપોરજોય વાવાઝોડુ લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. 125 કિલોમીટરની સ્પીડથી પવન ફૂંકાઇ રહ્યો છે. જખૌ પોર્ટથી 50 કિલોમીટર દુર આવેલું છે. કચ્છ સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં વત્તીઓછી અસર જોવા મળી રહી છે. અનેક સ્થળો પર વૃક્ષ અને વિજળીના થાંભલાઓ ધરાશાયી થઇ ગયા છે. ઠેર ઠેર તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સેંકડો વૃક્ષો અને વિજપોલ ધરાશાયી થઇ ચુક્યાં છે.

નવલખી પોર્ટની આસપાસના મોટા ભાગના ઝાડ ઉડી ગયા છે. ચિમીના કમ્પાઉન્ડની વોલ ઉડી ગઇ છે. ચિમનીના છાપરા પણ ઉડી ગયા છે. ચિમની પણ ગમે તે ઘડીએ તુટી પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત જેતલસર જંક્શનના ભારે પવનના કારણે વીજપોલ ધરાશાયી થયા છે. કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વૃક્ષો અને વિજપોલ ધરાશાયી થયા છે. 900 થી વધારે ઝાડ તુટી પડ્યા છે તેવું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં ભારે નુકસાનીની આશંકા છે.

કચ્છના નલિયાના જખૌમાં વાવાઝોડા બિપરજોયની અસરના કારણે અનેક પેટ્રોલપંપના છાપરા ઉડી ગયા છે. પોર્ટ પર પણ ખુબ જ નુકસાન થયું હોવાનું અનુમાન છે. જો કે હાલ પોર્ટ પર કોઇને જવા દેવામાં નથી આવી રહ્યા. જેના કારણે હજી સુધી નુકસાનીનો કોઇ અંદાજ હાલ નથી. રાત થઇ ગઇ હોવાના કારણે રાહત અને બચાવ કામગીરીમાં પણ વિઘ્ન આવી રહ્યા છે. હાલ તો તમામ પ્રકારની ટીમો રાહત અને બચાવકામગિરીમાં લાગી ચુક્યા છે.

જામનગરમાં બેડ ગામમાં ભારે પવન ફૂંકાયો હતો. જેમાં એક વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. આ કારણે અહીં બે પશુઓ વૃક્ષ નીચે ફસાઈ ગયા હતા. જોકે સદનસીબે પશુઓનો જીવ બચી ગયો હતો. એનડીઆરએફની ટીમ દ્વારા વૃક્ષની ડાળખીઓનું તાત્કાલીક ધોરણે કટીંગ કરીને પશુઓને બહાર કાઢવામાં આવ્યા હતા. આમ બે જીવ બચાવવાનું કામ એનડીઆરએફ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Biperjoy/ વાવાઝોડાનું સમયપત્રક બદલાયુઃ ચારથી આઠમાં નહી પણ સાંજે સાતથી નવમાં ટકરાશે

આ પણ વાંચોઃ Biperjoy/ વાવાઝોડાનું સમયપત્રક બદલાયુઃ ચારથી આઠમાં નહી પણ સાંજે સાતથી નવમાં ટકરાશે

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ ગુજરાતથી હવે 180 કિમી દૂર ‘બિપરજોય’, કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, કેટેગરી 3નું અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન

આ પણ વાંચોઃ બિપરજોય/ બિપોરજોય વાવાઝોડાના લગતે દરેક વીમા ક્લેમ ઝડપથી પતાવવા અત્યારથી જ તાકીદ